તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ત્રણ નવા કૃષિ કાયદાઓને પડકાર આપતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવ્યો છે. ખેડૂતો સાથે વાતચીત માટે 4 સભ્યની કમિટી બનાવવામાં આવી છે.
આ પહેલાંની ચર્ચા દરમિયાન પિટિશનર એમએલ શર્માએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ તરફથી બનનારી કમિટી સામે હાજર થવાની ખેડૂતોએ ઈનકાર કરી દીધો હતો.
ચર્ચા દરમિયાન પિટિશનર વકીલ એમએલ શર્માએ કહ્યું હતું કે ખેડૂતોનું કહેવું છે કે ઘણા લોકો આવીને ચર્ચા કરી રહ્યા છે, પરંતુ વડાપ્રધાન સામે નથી આવતા. આ વિશે ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું હતું કે અમે તેમને આ વિશે કશું ન કહી શકીએ.
કોર્ટ રૂમ LIVE
એમ.એલ. શર્મા (ખેડૂતોના વકીલ): ખેડૂતો કોઈ કમિટી સામે જવા નથી ઈચ્છતા. કાયદા રદ કરાવવા જ ઈચ્છે છે. તેમને જમીન છીનવાઈ જવાનો ડર છે.
ચીફ જસ્ટિસ: ખેડૂતોની જમીન નહીં વેચાય. અમે અંતરિમ આદેશમાં કહીશું કે, ખેડૂતોની જમીનના આધારે કોન્ટ્રાક્ટ નહીં થાય. અમે ઉકેલ ઈચ્છીએ છીએ. અમારી પાસે અધિકાર છે, જેમાંથી એક એ છે કે અમે કાયદાના અમલ પર રોક લગાવી શકીએ છીએ.
શર્મા: કોર્ટ જ અમારી છેલ્લી આશા છે.
ચીફ જસ્ટિસ: બધાએ ન્યાયિક પ્રક્રિયાનું સન્માન કરવું જોઈએ. એવું ના થઈ શકે કે, ખેડૂતોને અમારા આદેશ અયોગ્ય લાગે અને તેઓ તેનો અસ્વીકાર કરે. આ રાજકારણ નથી. ખેડૂતોના વકીલ દુષ્યંત દવેએ કહ્યું હતું કે, ખેડૂતો 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી નહીં નીકાળે. પરંતુ હવે સાંભળવામાં આવ્યું છે કે, તેઓ ટ્રેક્ટર રેલી કાઢી રહ્યા છે. ગણતંત્ર દિવસમાં બાધા નાંખવાની તૈયારી કરાઈ છે. સવાલ એ છે કે, તેઓ સમસ્યાનો ઉકેલ ઈચ્છે છે કે સમસ્યાને ત્યાંની ત્યાં રાખવા માંગે છે.
શર્મા: ખેડૂતોનું કહેવું છે કે, બધા તેમની સાથે વાત કરવા આવે છે, તો વડાપ્રધાન તેમની સાથે કેમ વાત નથી કરતા?
ચીફ જસ્ટિસ: અમે વડાપ્રધાનને નહીં કહીએ કે, ખેડૂતો સાથેની બેઠકમાં ભાગ લો. અમારી કમિટી જ્યુડિશિયલ કેસનો હિસ્સો હશે. તે કોર્ટનું કામ કરશે.
સોલિસિટર જનરલ તુષાર મહેતા: આ મુદ્દે કૃષિ મંત્રી ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે.
એ.પી. સિંહ (ખેડૂતોના વકીલ): ખેડૂતોને વિશ્વાસમાં લેવા પડશે. અમારા સંગઠન તરફથી વૃદ્ધો, બાળકો અને મહિલાઓ આંદોલનમાં ભાગ નહીં લે.
વિકાસ સિંહ (ખેડૂતોના વકીલ): ખેડૂતોને આંદોલન માટે રામલીલા મેદાનમાં જગ્યા મળવી જોઈએ.
ચીફ જસ્ટિસ: રેલી માટે તંત્રને અરજી કરવાની હોય છે. પોલીસ શરતો મૂકે છે. પાલન ના થાય, તો મંજૂરી રદ થાય છે. ખેડૂતો ત્યાં અરજી કરી શકે છે.
પ્રતિબંધિત સંગઠન આંદોલનમાં જોડાયા મુદ્દે રિપોર્ટ માંગ્યો
સુનાવણી વખતે વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, આંદોલનમાં ‘સીખ્સ ફોર જસ્ટિસ’ના બેનર લાગ્યા છે. આ સંગઠન ખાલિસ્તાન સમર્થક છે. આ મુદ્દે ચીફ જસ્ટિસે એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલને પૂછાયું કે, શું તેઓ આ વાતની પુષ્ટિ કરે છે? ત્યારે વેણુગોપાલે કહ્યું કે, ‘આ પ્રતિબંધિત સંગઠન છે.’ આ મુદ્દે ચીફ જસ્ટિસે રિપોર્ટ મંગાવતા કહ્યું કે, ‘અમે પહેલા દિવસથી કહીએ છીએ કે, કાયદો-વ્યવસ્થા પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે.’
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.