તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Farmers Protest: Kisan Andolan Delhi Burari LIVE Update Of 3rd December | Haryana Punjab Farmers Delhi Chalo March Latest News

સરકાર પર ખેડૂતોને વિશ્વાસ નથી:ચોથી બેઠકમાં કોઈ સમાધાન નહીં; સરકાર વિશ્વાસ અપાવતી રહી અને ખેડૂતો કાયદો પરત ખેંચવાની વાત પર અડગ રહ્યાં

નવી દિલ્હી6 મહિનો પહેલા
કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ નવી દિલ્હીમાં દિલ્હી-મેરઠ હાઈવે બ્લોક કર્યો - Divya Bhaskar
કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ નવી દિલ્હીમાં દિલ્હી-મેરઠ હાઈવે બ્લોક કર્યો
  • 7 કલાક ખેડૂતો સાથેની વાતચીત પછી કૃષિ મંત્રીએ કહ્યું- MSPમાં ફેરફાર નહીં કરાય

સરકારે કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે ગુરૂવારે ચોથા તબક્કાની વાતચીત કરી. લગભગ 7 કલાક ચાલેલી આ બેઠકમાં કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને આશ્વાસન આપ્યું કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (MSP)સાથે કોઈ જ છેડછાડ નહીં થાય. આમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નહીં કરવામાં આવે. એક્ટની જોગવાઈમાં ખેડૂતોને સુરક્ષા આપવામાં આવી છે.

જો કે ખેડૂતો પોતાની માગ પર અડગ છે અને તેઓએ કહ્યું કે કાયદો ખતમ કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. મુદ્દો MSPનો નથી, પરંતુ કાયદાને સંપૂર્ણપણે પરત ખેંચવાનો છે. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે માત્ર એક નહીં, પરંતુ અને મુદ્દે વાતચીત થવી જોઈએ. કેન્દ્ર અને ખેડૂત વચ્ચે હવે પાંચમા તબક્કાની વાતચીત 5 ડિસેમ્બરે થશે.

સરકારે 7 કલાકમાં ખેડૂતોની 7 ચિંતા સાંભળી, માત્ર એક મુદ્દે વાયદો કર્યો, અન્ય વાત પર વિશ્વાસ જ આપ્યો

ખેડૂતોની ચિંતાસરકારનો જવાબ
MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રોઈઝ તો બંધ નહીં થઈ જાય?MSP યથાવત હતી, છે અને રહેશે.
APMC એટલે કે એગ્રીકલ્ચર પ્રોડ્યૂસર માર્કેટ કમિટી ખતમ તો નહીં થઈ જાય?પ્રાઈવેટ મંડી આવશે, પરંતુ અમે APMCને પણ મજબૂત બનાવીશું.
મંડીની બહારે ટ્રે઼ડ માટે PAN કાર્ડ તો કોઈ પણ મેળવી લેશે અને તેના પર ટેક્સ પણ નહીં લાગેસરકારનો વાયદો- ટ્રેડરના રજિસ્ટ્રેશનને ફરજિયાત કરીશું.
મંડીની બહારે ટ્રેડ પર કોઈ ટેક્સ નહીં લાગે?APMC મંડી અને પ્રાઈવેટ મંડીમાં ટેક્સ એકસરખો રાખવા પર વિચાર કરીશું.
વિવાદ SDMની કોર્ટમાં ન જાય, તે નાની કોર્ટ છે.ઉપલી અદાલતમાં જવા અંગેના હક્ક અંગે વિચાર કરીશું.
નવા કાયદાથી નાના ખેડૂતોની જમીન મોટા લોકો પચાવી લેશે.ખેડૂતોની સુરક્ષાનો સંપૂર્ણપણે ખ્યાલ છે. તેમ છતા શંકા છે તો સમાધાન માટે તૈયાર છીએ.
વિજળી સંશોધિત બિલ અને પરાલી સળગાવવા અંગેની સજાને લઈને પણ અમારો વિરોધ છે.સરકાર વિચાર કરવા અંગે સંપૂર્ણ રીતે તૈયાર છે.

સરકારની ચા કે ખાવાનું મંજૂર નથી
ખેડૂતોનું વલણ એવું હતું કે વાતચીત દરમિયાન લંચ બ્રેકમાં પણ તેઓ પોતાની સાથે લાવેલું જમવાનું જ જમ્યા. કહ્યું- સરકારની ચા કે જમવાનું મંજૂર નથી. 1 ડિસેમ્બરની મીટિંગમાં પણ ખેડૂતોએ સરકાર તરફથી ચા ઓફર કરવામાં આવી તો તેઓએ કહ્યું કે ચા નહીં, માગ પૂરી કરો. તમે ધરણાં સ્થળે આવો, તમને જલેબી ખવડાવશું.

ખેડૂતોના સમર્થનમાં પ્રકાશસિંહ બાદલે એવોર્ડ પરત કર્યો
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલે ખેડૂતોના સમર્થનમાં પદ્મવિભૂષણ પરત કર્યો છે. બાદલને 2015માં પદ્મવિભૂષણ મળ્યો હતો. અકાલી દળ 22 વર્ષથી NDA સાથે હતું, પણ કૃષિ કાયદાના વિરોધમાં 2 મહિના પહેલાં NDAથી અલગ થઈ ગયું હતું. આ પહેલાં 17 સપ્ટેમ્બરે હરસિમરત કૌર બાદલે પણ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.તો આ તરફ શિરોમણી અકાલી દળના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ સુખદેવ સિંહ ઢીંઢસાએ પણ પદ્મ ભૂષણ એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે.

ખેડૂત અને સરકાર વચ્ચે વિજ્ઞાનભવનમાં ચર્ચા ચાલી રહી છે. 40 ખેડૂત નેતા વિજ્ઞાન ભવન પહોંચી ચૂક્યા છે. સરકાર તરફથી કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અધ્યક્ષતા કરી રહ્યા છે. મીટિંગ પહેલાં તોમરે કહ્યું કે ખેડૂતો સાથે ચર્ચાનું સકારાત્મક પરિણામ આવશે.

તો આ તરફ ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત પછી પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું હતું કે ગૃહમંત્રીને અપીલ કરી છે કે ખેડૂતોની સમસ્યાનો ઝડપથી નિવેડો લાવો. આ મુદ્દાથી પંજાબની ઈકોનોમી અને દેશની સુરક્ષા પ્રભાવિત થઈ રહી છે. ખેડૂતોને પણ અપીલ કરી છે કે ઝડપથી મામલાનું નિરાકરણ લાવે.

બેઠકમાં રેલવેમંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય તથા ઉદ્યોગ રાજ્ય મંત્રી સોમપ્રકાશ પણ હાજર રહેશે. સોમપ્રકાશે કહ્યું હતું કે વાતચીતથી એવું સમાધાન થવાની આશા છે જે ખેડૂતો અને સરકારને પણ મંજૂર હોય. સરકાર કહી ચૂકી છે કે MSPની વ્યવસ્થા ચાલુ રહેશે અને આ વાત લેખિતમાં આપવા માટે પણ રાજી છે.

1લી ડિસેમ્બરે સરકારે પંજાબ અને UPના ખેડૂતો સાથે અલગ અલગ વાત કરી હતી. આ બેઠકનું કોઈ પરિણામ આવ્યું ન હતું. ખેડૂત નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે સરકાર સમાધાનની જગ્યાએ કાવતરું ઘડી રહી છે. તે ખેડૂતો સાથે અલગ અલગ બેઠક કરીને ભાગલા પાડવા માગે છે. ખેડૂતોએ નિર્ણય કર્યો છે કે સરકાર સાથે હવે અલગ અલગ નહીં, પણ એકસાથે મીટિંગ કરીશું.

શાહ અને કેપ્ટનની મુલાકાતનું મહત્ત્વ

  • આંદોલનમાં સૌથી વધુ પંજાબના ખેડૂત છે, કેપ્ટન મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે.
  • આંદોલનથી સૌથી વધુ નુકસાન લોકોને થઈ રહ્યું છે. મીટિંગથી ઝડપથી વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ થશે.
  • કેપ્ટન જણાવી શકે છે કે ખેડૂતો શું ઈચ્છે છે અને કેન્દ્રને ગતિરોધ સમાપ્ત કરવા માટે શું કરવું જોઈએ.

ખેડૂતોએ આપત્તિઓનો 10 પાનાંનો દસ્તાવેજ તૈયાર કર્યો
ખેડૂતોની સરકાર સાથે આજે ચોથી અને દિલ્હી બોર્ડર પર આંદોલન શરૂ કર્યા પછી બીજી વાતચીત હશે. આ મીટિંગ માટે સરકાર અને ખેડૂત બુધવારે આખો દિવસ સ્ટ્રેટેજી બનાવતાં રહ્યાં. ખેડૂતોએ 5 વખત અને સરકારે 2 વખત બેઠક કરી. ખેડૂતોએ કૃષિ કાયદામાં આપત્તિઓનો 10 પેજનો દસ્તાવેજ તૈયાર કર્યો છે.

આજની મીટિંગમાં આ 5 મુખ્ય માગ રહેશે

  • કેન્દ્રીય કૃષિ કાયદાને તાત્કાલિક રદ કરવામાં આવે.
  • કેન્દ્રની કમિટીની રજૂઆત મંજૂર નહીં કરવામાં આવે.
  • MSP હંમેશાં લાગુ રહે. 21 પાકને આનાથી ફાયદો મળશે.
  • અત્યારસુધી ખેડૂતોને ઘઉં, ધાન અને કપાસ પર જ MSP મળે છે.
  • આપઘાત કરનારા ખેડૂતોના પરિવારને કેન્દ્ર તરફથી આર્થિક મદદ મળે.

તો આ તરફ કુંડલી બોર્ડર પહોંચેલા UPના ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ બુધવારે પંજાબનાં સંગઠનો સાથે બેઠક કરી, સાથે જ ક્રાંતિકારી ખેડૂત યુનિયનના અધ્યક્ષ દર્શન પાલે પ્રેસ-કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે સરકાર કાયદાને સમાપ્ત કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવે. તેમણે કહ્યું હતું કે 5 ડિસેમ્બરે દેશભરમાં દેખાવ કરવામાં આવશે.

અપડેટ્સ

  • વાણિજ્ય તથા ઉદ્યોગ રાજ્ય મંત્રી સોમ પ્રકાશે કહ્યું કે, ખેડૂતો સાથે એક એક પોઈન્ટ પર વાત કરવામાં આવશે. દેશહિતમાં ખેડૂતો સાથે ખુલ્લા દિલથી ચર્ચા કરવામાં આવે.
  • ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ, પંજાબના જોઈન્ટ સેક્રેટરી એસ એસ સુભરનનું કહેવું છે કે કેન્દ્ર ખેડૂતોમાં ભાગલા પાડવાના પ્રયાસ કરી રહ્યું છે. જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ 507 ખેડૂત સંગઠનો સાથે મીટિંગ નહીં કરે, ત્યાં સુધી અમે બીજી કોઈ મીટિંગમાં ભાગ નહીં લઈએ
  • બુરાડીના નિરંકારી સમાગમ ગ્રાઉન્ડમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે તેમને સરકાર સાથે વાતચીત કરવામાં કોઈ નિવેડો નીકળે તેવી આશા નથી.
  • પોલીસે NH-9 અને NH-24 પર દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડરને બંધ કરી દીધો છે.
  • દિલ્હી-નોઈડાને જોડતો ચિલ્લા બોર્ડર આજે સતત બીજા દિવસે બંધ કરી દેવાયો છે. જો કે, દિલ્હીથી નોઈડા તરફ એક કેરિજ-વે ખોલી દેવાયો છે, પણ નોઈડાથી દિલ્હી તરફ જતો રસ્તો બંધ છે.
  • આંદોલનની સફળતા માટે ગાજીપુર-ગાઝિયાબાદ બોર્ડર પર ખેડૂતોએ સતત બીજા દિવસે હવન કર્યું
  • રાજસ્થાનના ખેડૂતોનું એક જૂથ સિંધુ બોર્ડર પહોંચ્યું છે. તેમનું કહેવું છે કે રાજસ્થાનના 500 ખેડૂત ઝડપથી અહીંયા પહોંચશે

આગળની રણનીતિ

  • ખેડૂત નેતા આજે સરકાર સાથે વાત કરશે અને દેશભરમાં કાયદાના વિરોધમાં મેમોરેન્ડમ સોંપવામાં આવશે.
  • 5 ડિસેમ્બરે દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અંબાણી અને અદાણીનાં પૂતળાં સળગાવવામાં આવશે.
  • 7 ડિસેમ્બરે દેશભરમાં ખેલાડી અને કલાકાર અવૉર્ડ અને સન્માન પાછા આપશે.

કોઈ આંદોલન ખરાબ ન કરે, જેના માટે લાકડીઓ, યુથ બ્રિગેડ તહેનાત
ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલનમાં અમુક બહારના લોકો દખલ ન કરે, એના માટે સંગઠનમાં ચિંતા વધી ગઈ છે. એટલા માટે 7 સભ્યની કમિટીની બનાવવામાં આવી છે. સુરક્ષા માટે આસપાસ લગભગ 100 નવયુવાન ખેડૂતો લાકડીઓ લઈને અને ગળામાં આઈકાર્ડ પહેરીને તહેનાત છે. કોઈને પણ અનુશાસન ભંગ કરવા નહીં દેવામાં આવે.

સવારે સ્ટેજની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ નવયુવાન વોલન્ટિયર્સને કામે લગાડી દેવામાં આવશે, એ લોકો જુએ છે કે સ્ટેજની આસપાસ કોઈ ખોટું તત્ત્વ અથવા રમખાણકાર ન પહોંચી જાય. સ્ટેજ પર કોઈના માટે ખુરશી મૂકવામાં આવી નથી. કોને સ્ટેજ પર બોલવાનું છે, કેટલા સમય માટે બોલવાનું છે, એ પણ જોઈન્ટ કમિટી નક્કી કરે છે. બહારથી આવેલી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓની વ્યક્તિ અથવા કલાકારોને સ્ટેજ પર બોલવાનો નિર્ણય પણ કમિટી કરે છે.

અન્ય સમાચારો પણ છે...