તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ત્રણ નવા કૃષિ કાયદાને પરત ખેંચવાની માગની સાથે દિલ્હીની સરહદ પર અડગ ઊભેલા ખેડૂતોના આંદોલનનો આજે 12મો દિવસ છે. સાંજે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂત નેતાઓએ કહ્યું કે- આવતી કાલે સંપૂર્ણ બંધ રહેશે. આ બંધ સંપૂર્ણપણ શાંતિમય રહેશે. અમારા મંચ પર કોઈ રાજનેતાને કોઈ જગ્યા નહીં મળે. આ વચ્ચે રાજકીય પક્ષોને નેતાઓના આંદોલન સ્થળે પહોંચવાનો સિલસિલો યથાવત છે.
દિલ્હી-હરિયાણા-સિંધુ બોર્ડર પર ખેડૂત નેતા ડૉ. દર્શન પાલે કહ્યું કે અમારા દ્વારા બંધની જાહેરાત આખો દિવસ રહેશે. બપોરે 3 વાગ્યા સુધી ચક્કાજામ થશે. આ એક શાંતિપૂર્ણ બંધ રહેશે. અમે અમારા મંચ પર એક પણ રાજકીય નેતાને જગ્યા નહીં આપીએ.
તો ખેડૂત નેતા નિર્ભય સિંહ ધુડિકે કહ્યું કે- અમારૂ પ્રદર્શન માત્ર પંજાબ સુધી સીમિત નથી. વિશ્વભરના નેતાઓનું સમર્થન મળી રહ્યું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પણ અમને સપોર્ટ કરી રહ્યાં છે. અમારૂ પ્રદર્શન શાંતિપૂર્ણ છે. આ પહેલાં ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબના 30 એથિલિટ્સ એવોર્ડ પરત આપવા રાષ્ટ્રપતિ ભવન તરફ જઈ રહ્યાં હતા, પરંતુ પોલીસે તેઓને રસ્તામાં જ રોકી દીધા હતા.
Delhi Police stop sportspersons who were marching towards Rashtrapati Bhavan to return their awards to the President in protest against the new farm laws. Wrestler Kartar Singh says, "30 sportspersons from Punjab and some others want to return their award". pic.twitter.com/tnzMLKs35J
— ANI (@ANI) December 7, 2020
આવતીકાલે સવારે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી ખેડૂતોનું ભારત બંધ
ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકેતે કહ્યું કે અમે શાંતિથી પ્રદર્શન કરતા રહીશું. અમે આમ આદમીને પરેશાન કરવા નથી ઈચ્છતા. મંગળવારે ભારત બંધનો સમય 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી એટલા માટે રાખ્યો છે કેમકે 11 વાગ્યા સુધી મોટા ભાગના લોકો ઓફિસે પહોંચી જાય છે અને 3 વાગ્યે રજા મળવાનુ શરૂ થઈ જાય છે.
નેશનલ એવોર્ડ અને ખેડૂત આંદોલન બે અલગ-અલગ વસ્તુ- એસોસિએશન
ખેલાડીઓ દ્વારા એવોર્ડ પાછા ખેંચવાની વાતને લઈને ઈન્ડિયન ઓલમ્પિક એસોસિએશને સોમવારે નિવેદન આપ્યું કે નેશનલ એવોર્ડ અને ખેડૂત આંદોલન બંને અલગ અલગ વસ્તુ છે. અમને આશા છે કે ટૂંક સમયમાં જ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવશે. ખેડૂતો અમારા અન્નદાતા છે, અમે બધા તેમની સાથે જ છીએ. પરંતુ અમારે સરકાર અને ખેડૂતો પર વિશ્વાસ કરવો પડશે, જેઓ મામલાના સમાધાન માટે એક-બીજાના સંપર્કમાં છે.
કેજરીવાલે કહ્યું- કેન્દ્રએ 9 સ્ટેડિયમમાં જેલ બનાવવાનું દબાણ નાખ્યુ હતું
તો આ તરફ કેજરીવાલ ખેડૂતોને મળવા માટે સિંધુ બોર્ડર પહોંચ્યા છે. તેમની સાથે મનીષ સિસોદિયા પણ છે. તેમણે કહ્યું હતું કે ‘ખેડૂતોનો મુદ્દો અને સંઘર્ષ યોગ્ય છે. અમે ખેડૂતોના સંઘર્ષમાં શરૂઆતથી જ સાથે રહ્યા છીએ. કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસે અમારી પાસે 9 સ્ટેડિયમને જેલ બનાવવાની મંજૂરી માગી હતી. અમારી પર દબાણ કર્યું હતું, પણ અમે મંજૂરી નહોતી આપી’, કેન્દ્ર ઈચ્છે છે કે ખેડૂતો દિલ્હી આવે અને તેમને જેલમાં નાખી દેવાય.
આ આંદોલનને પંજાબ-હરિયાણાથી માંડી વિદેશોથી પણ સમર્થન મળી રહ્યું છે. પંજાબના ખેલાડી અને કલાકારોએ જાહેરાત કરી છે કે તેઓ આજે અવૉર્ડ પરત કરશે. ઓલિમ્પિક મેડાલિસ્ટ બોક્સર વિજેન્દર સિંહે રવિવારે કહ્યું હતું કે કાયદો પાછો નહીં લેવામાં આવે તો તે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર પરત આપી દેશે.
અપડેટ્સ
અત્યારસુધીમાં કયા કયા સ્પોર્ટ્સ પર્સને અવૉર્ડ પરત કરવાની જાહેરાત કરી
ખેલાડી/કોચ | અવૉર્ડ |
વિજેન્દર સિંહ, બોક્સિંગ | ખેલ રત્ન |
ગુરબખ્શ સિંહ સંધુ, બોક્સિંગ | દ્રોણાચાર્ય અવૉર્ડ |
કરતાર સિંહ, કુશ્તી | પદ્મશ્રી, અર્જુન અવૉર્ડ |
સજ્જન સિંહ ચીમા, બાસ્કેટ બોલ | અર્જુન અવૉર્ડ |
રાજબીર કોર, હોકી | અર્જુન અવૉર્ડ |
અપડેટ્સ
બંધ દરમિયાન એમ્બ્યુલન્સ અને લગ્નવાળી ગાડીઓ અવરજવર કરી શકશે
ખેડૂત પહેલાં જ કહી ચૂક્યા છે કે 8 ડિસેમ્બર એટલે કે મંગળવારે ભારત બંધ કરશે, જેના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષ અને 10 ટ્રેડ યુનિયન્સ ઊતરી આવ્યા છે. વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ 9 ડિસેમ્બરે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માગ્યો છે. તો આ તરફ ખેડૂત નેતા બલદેવ સિંહ નિહાલગઢે જણાવ્યું હતું કે મંગળવારે બંધ સવારથી સાંજ સુધી અને ચક્કાજામ બપોરે 3 વાગ્યા સુધી રહેશે. એમ્બ્યુલન્સ અને લગ્નવાળી ગાડીઓ અવરજવર કરી શકશે.
ખેડૂતોનો હવે પછીનો ટાર્ગેટ- બદરપુર બોર્ડર પર ધામા નાખવાનો છે
ખેડૂતો અને સરકાર વચ્ચે યોજાયેલી પાંચમા તબક્કાની વાતચીત પછી પણ કોઈ રસ્તો નીકળી શક્યો નથી. પોતાની માગ અંગે દિલ્હીની ઘણી બોર્ડર પર ખેડૂતોએ ધામા નાખ્યા છે. 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત પણ કરી ચૂક્યા છે. તેમનો હવે પછીનો ટાર્ગેટ બદરપુર બોર્ડરને બંધ કરવાનો છે. આ અંગે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ છે. પોલીસ પણ પોતાના સ્તરે ખેડૂતોની સ્ટ્રેટેજી જાણવાનો પ્રયાસ કરી રહી છે.
પંજાબની મહિલાઓએ કહ્યું, હરિયાણામાં જમાઈ જેવું સ્વાગત થઈ રહ્યું છે
હરિયાણાના લોકો દિવસ-રાત ખેડૂતોની સેવામાં લાગી ગયા છે. આંદોલનમાં આવેલી મહિલાઓ અને ખેડૂતો માટે દિલ્હી બોર્ડર પાસે આવેલા હરિયાણાનાં ઘણાં ગામના લોકોએ તેમના દરવાજા ખોલી દીધા છે. તેમણે પંજાબની મહિલાઓને તેમનાં ઘરે રહેવા, સૂવા, નાહવા માટે દરેક પ્રકારની સુવિધા આપી છે. અમુક મહિલાઓએ તો એવું પણ કહી દીધું કે હરિયાણામાં એવું સન્માન મળી રહ્યું છે જેવું સાસરીમાં જમાઈને મળે છે. રહેવા, જમવા અને પહેરવા માટે કપડાં પણ આપ્યાં.
મોબાઈલ એપ પર આંદોલન માટે મીટિંગ કરે છે ખેડૂત મહિલાઓ
આંદોલનમાં બાળકો અને મહિલાઓથી માંડી વૃદ્ધા સુધી સામેલ છે. આંદોલનમાં પોતાની ભૂમિકા પર વાત કરવા માટે મહિલાઓ મોબાઈલ એપ દ્વારા મીટિંગ કરે છે. લગભગ 70 વર્ષના એક વૃદ્ધ કહે છે કે પંજાબ મોટા ભાઈ અને હરિયાણા નાના ભાઈ છે, બન્ને સાથે છે તો હવે પાઠ ભણાવી જ દઈશું. એક વૃદ્ધે કહ્યું, જોશ સાથે હોશ જરૂરી છે. આ ભવિષ્યની લડાઈ છે, શાંતિથી લડવામાં આવશે.
કૃષિ રાજ્ય મંત્રીએ કહ્યું- કાયદો પાછો લેવાની જરૂર નથી, સુધારો કરી શકીએ છીએ
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ રવિવારે કહ્યું, હું નથી માનતો કે સાચા ખેડૂતો જે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા છે તેઓ આ વાતથી ચિંતિત છે. અમુક રાજકીય લોકો આગમાં ઘી હોમી રહ્યા છે. મને નથી લાગતું કે કાયદો પાછો લેવો જોઈએ. જરૂર પડ્યે તેમાં અમુક સુધારા થઈ શકે છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.