તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવા કૃષિકાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનને 35 દિવસ થઇ ચૂક્યા છે. બુધવારે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે મંત્રણા થશે. બીજી તરફ આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં પટણામાં રાજભવન જતા ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો, જેમાં મહિલાઓ સહિત ઘણાં લોકો ઘાયલ થયા. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ અને ડાબેરી પક્ષોની ગાંધી મેદાનથી રાજભવન સુધીની કૂચ રોકવા પોલીસે પ્રયાસ કર્યો પરંતુ હાજર સંખ્યાબંધ દેખાવકારોએ પોલીસની વાત ન માની. તે પછી પોલીસ અને દેખાવકારો વચ્ચે ઝપાઝપી થઇ અને પોલીસે લાઠીચાર્જ કરતા નાસભાગ મચી. પોલીસે ખેડૂતોને દોડાવી-દોડાવીને માર્યા. નાસભાગમાં ઘણી ખેડૂત મહિલાઓ ઘવાઇ.
ખેતી દિલ્હીમાં બેસીને ચલાવી ન શકાય: શરદ પવાર
એનસીપીના વડા, પૂર્વ કૃષિમંત્રી શરદ પવારે કેન્દ્ર પર રાજ્યો સાથે ચર્ચા-વિચારણા વિના નવા કૃષિકાયદા થોપવાનો આક્ષેપ કરતા કહ્યું કે ખેતી આ રીતે દિલ્હીથી ન ચાલી શકે. તેમણે ખેડૂતો સાથે મંત્રણા કરી રહેલા 3 મંત્રીના જૂથ પર સવાલ ઉઠાવતાં જણાવ્યું કે જૂથમાં એવા નેતાઓને સામેલ કરવાની જરૂર હતી કે જેમને ખેતીવાડી અને ખેડૂતોના મુદ્દાની પૂરી સમજ હોય. સરકારે ખેડૂતોના આંદોલનને ગંભીરતાથી લેવું જોઇએ. તેના માટે વિપક્ષને દોષિત ઠેરવવો અન્યાય છે.
ટ્રેક્ટર માર્ચ હવે કાલે
આંદોલનકારી ખેડૂતોનાં 40 સંગઠનના સંયુક્ત મોરચાએ કહ્યું છે કે હવે સિંઘુ અને ટિકરી બોર્ડરથી કુંડલી-પનેસર-પલવલ હાઇવે સુધી ટ્રેક્ટર માર્ચ બુધવારના બદલે ગુરુવારે થશે. સરકાર સાથેની મંત્રણાને પગલે ટ્રેક્ટર માર્ચ એક દિવસ પાછી ઠેલાઇ છે. અત્યાર સુધીમાં સરકાર સાથે 5 વખત મંત્રણા નિષ્ફળ રહી ચૂકી છે.
વિપક્ષ મજબૂત હોત તો ખેડૂતો રસ્તા પર ન હોત
ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે વિપક્ષ મજબૂત હોત તો ખેડૂતોએ આંદોલન કરવાની જરૂર જ ન પડી હોત. ખેડૂતોને વિપક્ષ ગેરમાર્ગે દોરતો હોવાના સરકારના આક્ષેપના જવાબમાં ટિકૈતે આમ જણાવ્યું હતું.
સરકારની કાલે ખેડૂતો સાથે વાતચીત
રકાર અને ખેડૂતો વચ્ચે 21 દિવસ પછી બુધવારે સાતમાં તબક્કાની વાતચીત થવાની છે. ખેડૂતોએ સરકારને 29 ડિસેમ્બરની તારીખ આપી હતી, પરંતુ સરકાર તરફથી 30મી ડિસેમ્બરનું આમંત્રણ મળ્યું, જેને ખેડૂતોએ માની લીધું છે, પરંતુ કહ્યું છે કે સરકાર તેમનો એજન્ડા રજૂ કરે.
અંબાણીની પ્રોડક્ટ્સનો સખત વિરોધ
પાનીપતમાં સમાલખા પાસે જીટી રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપને ખેડૂતોએ સોમવારે બંધ કરાવ્યા છે. પોસ્ટર્સ અને બેનર્સ ફાડી નાખવામાં આવ્યાં છે. પોલીસે ફરિયાદ નોંધી લીધી છે. 3 પોલીસકર્મીને પંપ પર તહેનાત કરવામાં આવ્યા છે. પંપના મેનેજરે જણાવ્યું હતું કે આ ત્રીજી વખત છે, જ્યારે ખેડૂતોએ પેટ્રોલ પંપ બંધ કરાવ્યા છે. બીજી બાજુ, પંજાબમાં અત્યારસુધીમાં 1500 ટેલિકોમ સેક્ટરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. એમાં મોટા ભાગના રિલાયન્સ જિયોના છે. એનાથી મોબાઈલ સેવા પર પણ અસર પડી છે. રિલાયન્સ જિયોએ મોબાઈલ ટાવરની સુરક્ષા માટે પંજાબ પોલીસની મદદ માગી છે.
સરકાર સાથે વાતચીત સફળ ન થઈ તો 31 ડિસેમ્બરે ટ્રેક્ટર માર્ચ
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત કહે છે, જે પ્રસ્તાવ અમે મૂક્યો છે એના પર જ ચર્ચા કરીશું. કાયદો પરત લેવામાં નહીં આવે તો અહીં જ બેઠા રહીશું. ખેડૂતો 30 ડિસેમ્બરે ટ્રેક્ટર માર્ચની જાહેરાત પણ કરી ચૂક્યા છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે સરકાર સાથે વાતચીત સફળ નહીં રહે તો 31 ડિસેમ્બરે માર્ચ કાઢવામાં આવશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.