તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન:36 બ્રિટિશ સાંસદોની માંગ, કૃષિ કાયદા પર મોદી સરકાર સાથે વાત કરે બ્રિટન

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેશમાં થઈ રહેલા ખેડૂત આંદોલનને હવે વિદેશથી પણ સમર્થન મળવાની શરૂઆત થઈ ગઈ છે. દેશ અને દુનિયાના સિખ અને પંજાબી ખેડૂતો આ આંદોલન સાથે જોડાઈ રહ્યા છે. આ પહેલાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ખેડૂત આંદોલન વિશે તેમનું નિવેદન આપી ચૂક્યા છે ત્યારે બ્રિટનના અમુક સાંસદોએ બ્રિટન સરકારને ભારત સરકાર સાથે આ વિશે વાત કરવા કહ્યું છે.

સાંસદોએ વિદેશ સચિવને લખ્યો પત્ર
બ્રિટનમાં ભારતીય મૂળ અને પંજાબ સાથે સંબંધ રાખનાર 36 સાંસદોએ ખેડૂત કાયદાઓ પર બ્રિટન સરકારને આ મુદ્દો ઉઠાવવા કહ્યું છે. સાંસદોએ વિદેશ સચિવ ડોમિનિક રેબને લખ્યું કે તેઓ ખેડૂત આંદોલન વિશે મોદી સરકાર સાથે ચર્ચા કરે. આ પત્ર પર હસ્તાક્ષર કરનાર નેતાઓમાં લેબર, કંઝરવેટિવ અને સ્કોટિશ નેશનલ પાર્ટીના પૂર્વ શ્રમ નેતા જેરેમી કોર્બિન, વીરેન્દ્ર શર્મા, સીમા મલ્હોત્રા, વૈલેરી વાજ, નદિયા વ્હિટોમ, પીટર બોટમલી, જોન મેકકોલન, માર્ટિન ડોકર્ટી- હ્યુજેસ અને એલિસન થેવલિસ સામેલ છે.

બ્રિટિશ સાંસદોની માંગ
પત્રમાં લખવામાં આવ્યું છે કે, બ્રિટનના સિખો અને પંજાબ સાથે જોડાયેલા લોકો માટે આ ચિંતાનો વિષય છે. ઘણાં બ્રિટિશ સિખો અને પંજાબીઓએ તેમના સાંસદો સામે આ મુદ્દો ઉઠાવ્યો છે. એવું જણાવવામાં આવ્યું છે કે, ઘણાં સાંસદોએ તાજેતરમાં જ ભારતીય ઉચ્ચાયોગને ભારતના ત્રણ કૃષિ કાયદાના પ્રભાવ વિશે લખ્યું છે.

પત્રમાં માહિતી આપવામાં આવી છે કે, કાયદો ખેડૂતોને શોષણથી બચાવવા અને તેના ટેકાના ભાવ નક્કી કરવામાં નિષ્ફળ રહી છે. આ સિવાય ઘણાં બ્રિટિશ સાંસદો ટ્વિટર પર ખેડૂત આંદોલનો વિશે ઘણી ટીપ્પણીઓ પણ કરી રહ્યા છે. બ્રિટિશ સિખોની ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રીની અધ્યક્ષ પ્રીત કૌરે ખેડૂત આંદોલન વિશે તેમની પ્રતિક્રિયા પણ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો