તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Farmers Protest: Haryana Punjab Farmers Delhi Chalo March Latest News Today 5 February

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલનનો 72મો દિવસ:ખેડૂત આવતીકાલે ચક્કાજામ કરશે;CRPFએ જવાનોને કહ્યું- તમારી બસો પર લોખંડની જાળી લગાવી લો

નવી દિલ્હીએક મહિનો પહેલા

કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદ પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને 72 દિવસ થઈ ગયા છે, ખેડૂત આવતીકાલે ચક્કાજામ કરવાની તૈયારીમાં લાગી ગયા છે. સંયુક્ત ખેડૂત મોરચાએ 6 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે. આ અંગે પોલીસ પણ પોતાની સ્ટ્રેટજી બનાવી રહી છે. દિલ્હી-NCRમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળો(CRPF)ની 31 કંપનીઓને તહેનાતી 2 સપ્તાહ માટે વધારી દેવાઈ છે. દિલ્હીમાં તહેનાત CRPFના તમામ યુનિટ્સને કહેવામાં આવ્યું છે કે તે પોતાની બસો પર લોખંડની જાળી લગાવી લે.

તો આ તરફ હરિયાણાના DGP મનોજ યાદવે જણાવ્યું હતું કે SP જિલ્લામાં ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે, જેથી કોઈ મુશ્કેલી ન સર્જાય. પોલીસ તરફથી ટ્રાફિક એડવાઈઝરી પણ જાહેર કરાઈ છે. આનાથી લોકોને ઘરમાંથી નીકળતાં પહેલાં એ ખબર હશે કે તેમણે કયા રસ્તે જવાનું છે.

UP, રાજસ્થાનમાં આજે ખેડૂત પંચાયત
આંદોલનને મજબૂત કરવાની કડીમાં આજથી ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં ખેડૂત પંચાયતોની સિરીઝ શરૂ કરાશે, જે ફેબ્રુઆરીના અંત સુધી ચાલશે. એનું આયોજન રાષ્ટ્રીય લોક દળ(RLD) તરફથી કરાઈ રહ્યું છે. RLDએ ગત સપ્તાહે ખેડૂત આંદોલનને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.

RLDના ઉપાધ્યક્ષ જયંત ચૌધરીએ ગુરુવારે કહ્યું હતું કે ખેડૂત પંચાયતોનો હેતુ સરકારને એ જણાવવાનું છે કે આ એક મોટું આંદોલન છે, જેમાં રાજકીય પક્ષોની જવાબદારી બને છે કે તે ખેડૂતો સુધી પહોંચે અન અન્ય લોકોને પણ આ મુદ્દાની સંવેદનશીલતા જણાવે.

વિપક્ષની માગ- ખેડૂતોના મુદ્દે સંસદમાં અલગથી ચર્ચા થાય
વિપક્ષના નેતા રસ્તાથી માંડી સંસદ સુધી સરકારને ઘેરવામાં લાગી ગયા છે. 9 વિપક્ષી દળોના 12 સાંસદોએ ગુરુવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને કૃષિ કાયદા પર ગૃહમાં અલગથી ચર્ચાની માગ કરી છે. ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોના જમાવડા અને પોલીસની તૈયારીઓને જોતાં વિપક્ષના નેતાઓએ પત્રમાં એવું પણ લખ્યું કે દિલ્હીની ગાઝીપુર બોર્ડર ભારત-પાકિસ્તાન બોર્ડર જેવી જોવા મળી રહી છે.

વિપક્ષના એક ડેલિગેશને લોકસભા સ્પીકરને એ વાતની ફરિયાદ પણ કરી છે કે તેમને ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોને મળવાથી પોલીસે અટકાવી દીધા છે. અકાલી દળના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલના નેતૃત્વમાં 10 વિપક્ષી દળોના 15 નેતા ગુરુવારે ગાઝીપુર બોર્ડર પહોંચ્યા હતા, જે ખેડૂતોને મળવા માગતા હતા, પણ પોલીસે તેમને અટકાવી દીધા. એવામાં વિપક્ષના ડેલિગેશનને ગાઝીપુરથી પરત ફરવું પડ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો