તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવા કૃષિ કાયદાના વિરોધમાં દેશભરના ખેડૂત 32 દિવસથી દિલ્હી બોર્ડર પર એકઠા થયા છે. ખેડૂત સંગઠન કાયદો પાછો લેવા માટે જીદ પર અડગ છે. તેમનું કહેવું છે કે તે કાયદામાં કોઈ પણ પ્રકારના સુધારા માટે તૈયાર નથી, સરકારે તેને પાછા લેવા પડશે. ખેડૂતોએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમનો વિરોધ થાળી વગાડીને વિરોધ કર્યો. ભારતીય કિસાન યૂનિયન(BKU)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, જેવી રીતે PMએ કહ્યું હતું કે, કોરોના થાળી વગાડવાથી ભાગી જશે, એ જ રીતે ખેડૂત પણ થાળી વગાડી રહ્યાં છે જેથી કૃષિ કાયદાને ભગાડી શકાય.
તેમણે કહ્યું કે, આ સરકાર માટે સંકેત છે કે સરકાર ઝડપથી સુધરી જાય. 29 ડિસેમ્બરે અમે સરકાર સાથે મુલાકાત કરીશું. નવું વર્ષ સૌના માટે શુભ હોય અને જો મોદીજી પણ કાયદો પાછો લઈ લે, તો અમારા જેવા ખેડૂત ભાઈઓ માટે પણ નવું વર્ષ શુભ થઈ જશે.
સરકાર સાથે વાતચીત માટે ખેડૂત તૈયાર
આ પહેલા શનિવારે ખેડૂત સંગઠન સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર થયા હતા. સંયુક્ત કિસાન મોરચાએ નક્કી કર્યું હતું કે, વાતચીત ફરી શરૂ કરવામાં આવશે. ખેડૂતોએ સરકાર સાથે મીટિંગ માટે 29 ડિસેમ્બરે સવારે 11 વાગ્યાનો સમય આપ્યો છે, પણ 4 શરતો રાખી છે.
ખેડૂતોની શરતો
આવતીકાલે 100માં ખેડૂત રેલવે રવાના કરશે PM
આંદોલન વચ્ચે વડાપ્રધાન મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા 100મી ખેડૂત રેલવેને લીલી ઝંડી આપીને રવાના કરશે. આ કાર્ગો ટ્રેન મહારાષ્ટ્રના સંગોલાથી પશ્વિમ બંગાળના શાલીમાર જશે. આ મલ્ટી કમોડિટી ટ્રેન ફુલાવર, શિમલા મરચા, મરચા અને ડુંગળી સાથે સંતરા, દાડમ, કેળા, સફરજન વગેરે લઈને જશે.વડાપ્રધાન કાર્યાલયે આ માહિતી આપી.
બે ખેડૂતોના મોત
આંદોલનથી પાછા આવેલા હોશિયારપુરના ખેડૂતનું હાર્ટઅટેક અને તલવંડી સાબોના ખેડૂતનું ઠંડીથી મોત થઈ ગયું છે. એક મહિનાથી કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખેડૂત આંદોલનમાં ગયેલા હોશિયારપુર જિલ્લાના ગાંમ રડાના એક ખેડૂતનું ઘરે પાછા ફરતી વખતે હાર્ટઅટેકથી મોત થયું હતું. મૃતક ખેડૂતની ઓળખ ભૂપિંદર સિંહ પુત્ર મોહન સિંહ તરીકે થઈ છે.
તો આ તરફ તલવંડી સાબોના ગામ ભાગીવાંદરના ગુરપ્યાર સિંહનું ઠંડીના કારણે શુક્રવારે રાતે ઘરમાં મોત થયું. તે 20 દિવસથી ટિકરી બોર્ડર પર સેવા આપી રહ્યાં હતા. મોરચામાં ઠંડી લાગી ગઈ હતી.ગુરુવારે હાલત ગંભીર થઈ જતા ઘરે લઈ જવાયા, જ્યાં શુક્રવાર મોડી રાતે તેમનું નિધન થઈ ગયું.
ખેડૂતોએ કહ્યું- સરકાર આંદોલનને બદનામ કરવાનું બંધ કરે
ખેડૂતોએ સરકારને જે ચિઠ્ઠી લખી છે, તેમા કહ્યું કે, સરકારે ગત વખતની મીટિંગ્સ વિશે ખોટી માહિતી ફેલાવવી ન જોઈએ. સરકારની આખી મશીનરીએ ખેડૂત આંદોલનને બદનામ કરવાની જે મુહિમ ચલાવી છે, તેને તાત્કાલિક બંધ કરવી જોઈએ.
30 ડિસેમ્બરે ટ્રેક્ટર માર્ચ કાઢશે
ક્રાંતિકારી કિસાન યૂનિયનના અધ્યક્ષ દર્શન પાલે જણાવ્યું કે, પંજાબ અને હરિયાણામાં ટોલ સ્થાયી રીતે ખુલ્લા રહેશે. 30 ડિસેમ્બરે સિંધુ બોર્ડરથી ટ્રેક્ટર માર્ચ કાઢશે.અમે દિલ્હી સહિતા આખા દેશના લોકોને અપીલ કરીએ છીએ કે અહીં આવીને અમારી સાથે નવા વર્ષની ઉજવણી કરે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.