તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Farmers Protest: Haryana Punjab Farmers Delhi Chalo March Latest News Today 26 December

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલનનો 31મો દીવસ:બીજા દીવસે પણ દિલ્હી-જયપુર હાઈવે બંધ, ખેડૂત સંગઠનો 29મીએ સરકાર સાથે વાટાઘાટો કરશે

નવી દિલ્હી4 મહિનો પહેલા

કૃષિ કાયદા રદ કરવાની માંગને લઈને એક મહિનાથી દિલ્હી સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોએ સરકાર સાથે વાતચીત કરવા 29 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. સરકાર તરફથી આ મુદ્દે મોકલેલા એક પત્ર મુદ્દે વિવિધ ખેડૂત સંગઠનના નેતાઓએ વિચાર કર્યા પછી શનિવારે આ નિર્ણય લીધો હતો. ખેડૂત સંગઠનો તરફથી આ મુદ્દે સરકારને લેખિત જવાબ મોકલાયો છે. ખેડૂતોએ કહ્યું છે કે, સરકાર સાથે બેઠકમાં મિનીમમ સપોર્ટ પ્રાઈઝની ગેરંટી વિશે વાત કરીશું, પરંતુ ત્રણેય કાયદા ખતમ કરવાની માંગ કાયમ છે. તે રદ કરવાની પ્રક્રિયાની પણ વાતચીત થવી જોઈએ. આ પહેલા શુક્રવારે કેન્દ્ર સરકારે ખેડૂતોને પત્ર લખીને કહ્યું હતું કે, અમે વાતચીત માટે તૈયાર છીએ. જગ્યા અને તારીખ જણાવો. અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત પછી ખેડૂતોએ નક્કી કર્યું હતું કે, જ્યાં સુધી સરકાર ઠોસ પ્રસ્તાવ નહીં લાવે, ત્યાં સુધી વાતચીત નહીં થાય કારણ કે, સરકાર ફક્ત કૃષિ કાયદાઓમાં ફક્ત સંશોધનો કરવાની વાત કરી રહી છે.

જુદા-જુદા રાજ્યોના ખેડૂતો આંદોલનમાં જોડાયા
હવે ફરી એકવાર ખેડૂત સંગઠનો બેઠક માટે રાજી થયા છે. તેઓ આંદોલન તેજ બનાવવાની પણ વ્યૂહનીતિ ઘડી રહ્યા છે. તે અંતર્ગત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ખેડૂતોના વિવિધ જૂથ દિલ્હીની વિવિધ સરહદે પહોંચ્યા છે, જ્યારે અનેક રસ્તામાં છે. ખેડૂતો પોતાની સાથે એક મહિનાનું રાશન લઈને ચાલી રહ્યા છે. આ આંદોલનમાં સામેલ થવા પંજાબના 15 હજાર ખેડૂતોનો કાફલો સંગરૂર અને ખનૌરી બોર્ડરથી રવાના થયો છે. તેઓ 27 ડિસેમ્બરે ડબવાલી બોર્ડરથી દિલ્હીમાં પ્રવેશશે. ખેડૂતો 30 ડિસેમ્બરે કુંડલી, માનેસર, પલવલ હાઈ-વે પર ટ્રેક્ટર રેલી નીકાળવાની પણ તૈયારી કરી રહ્યા છે.

અપડેટ્સ

  • દિલ્હીના બુરારીમાં દેખાવ કરી રહેલા ખેડૂતોએ કહ્યું કે, અમને અહીં પ્રદર્શન કરતા કરતા આજે એક મહિનો થઈ ગયો. સરકારે ત્રણેય કાયદા પાછા લેવા જોઈએ. જેટલી જલદી આવું થશે, અમે એટલી ઝડપથી ઘરે પાછા જઈ શકીશું.
  • ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ શુક્રવારે ખેડૂત આંદોલનના સમર્થનમાં દિલ્હી ચલો અભિયાનની જાહેરાત કરી.

આ પહેલાં સરકારની ચિઠ્ઠી અંગે શુક્રવારે ખેડૂતો વચ્ચે ચર્ચા થઈ હતી. મીટિંગમાં અમુક ખેડૂતોએ મામલાનો નિવેડો લાવવા માટે સરકાર સાથે વાતચીત ફરી શરૂ કરવાના સંકેત આપ્યા. ખેડૂત સંગઠનોના જણાવ્યા પ્રમાણે, તે આજે ફરીથી મીટિંગ કરશે, જેમાં કેન્દ્ર સરકાર સાથે વાતચીતના નિમંત્રણ અંગે નિર્ણય લેવાશે.

રાજસ્થાનમાં 2 લાખ ખેડૂત દિલ્હી કૂચ કરશે
આંદોલનના સમર્થનમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી(RLP)ના સંયોજક અને નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલના નેતૃત્વમાં હજારો ખેડૂત અને RLPના કાર્યકર્તા આજે રાજસ્થાનથી દિલ્હી કૂચ કરશે, જેના માટે રાજસ્થાનના વિવિધ જિલ્લાથી આવી રહેલા ખેડૂત જયપુર જિલ્લામાં દિલ્હી હાઈવે પર કોટપૂતલીમાં ભેગા થશે. અહીં સવારે 11.30 વાગ્યે બેનીવાલ શાહજહાંપુર બોર્ડર તરફ રવાના થશે. હાલ અહીં પોલીસફોર્સ તહેનાત કરી દેવાઈ છે.

30 હજાર ખેડૂત દિલ્હી પહોંચશે
હરિયાણા અને પંજાબ સહિત ઘણાં રાજ્યોમાંથી ખેડૂતોનો દિલ્હી પહોંચવાનો સિલસિલો યથાવત્ છે. 26 ડિસેમ્બરે પંજાબના ખનૌરીથી અને 27 ડિસેમ્બરે હરિયાણાના ડબવાલીથી 15-15 હજાર ખેડૂત દિલ્હી માટે રવાના થશે.

ગુરુવારે કેન્દ્રએ ચિઠ્ઠી લખી હતી
સરકારે ગુરુવારે વધુ એક ચિઠ્ઠી લખીને ખેડૂતો સાથે વાતચીત કરવા માટે દિવસ અને સમય નક્કી કરવાની અપીલ કરી હતી. ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોના મુદ્દાઓનો નિવેડો લાવવા માટે સરકાર ગંભીર છે. સરકારે એવું પણ સ્પષ્ટ કરી દીધું છે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ સાથે જોડાયેલી કોઈ પણ નવી માગ જે નવા કૃષિ કાયદાના રડારથી બહાર છે, તેને વાતચીતમાં સામેલ કરવી તર્કસંગત નહીં હોય.

આ પહેલાં સરકારે 20 ડિસેમ્બરે પણ ખેડૂત નેતાઓને પત્ર લખીને વાતચીતનો સમય નક્કી કરવા માટે કહ્યું હતું, જેને ખેડૂતોએ ફગાવી દીધો હતો.

હરિયાણામાં 27 ડિસેમ્બર સુધી ટોલ ફ્રી
હરિયાણામાં ખેડૂતોએ શુક્રવારથી ટોલ ફ્રી કરી દીધા. આ સિલસિલો 27 ડિસેમ્બર સુધી યથાવત્ રહેશે. તો આ તરફ ભારતીય ખેડૂત યુનિયન(લોકશક્તિ)એ કાયદાને રદ કરવાની માગ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ભાકિયુ(ભાનુ)જૂથ પહેલાંથી જ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયું છે. બન્ને મામલાની સુનાવણી એકસાથે થઈ શકે છે.

ખેડૂતોના મુદ્દા પર 7 અમેરિકન સાંસદોએ લેટર લખ્યો
અમેરિકાના 7 સાંસદે વિદેશમંત્રી માઈક પોમ્પિયોને પત્ર લખ્યો છે, જેમાં ભારતીય મૂળનાં પ્રમિલા જયપાલ પણ સામેલ છે. પત્રમાં પોમ્પિયોને અપીલ કરવામાં આવી છે કે તે ખેડૂત આંદોલનના મુદ્દા પર ભારત સરકાર સાથે વાતચીત કરે. ચિઠ્ઠીમાં લખ્યું છે કે ખેડૂત આંદોલનના કારણે ઘણા ભારતીય- અમેરિકનને અસર થઈ રહી છે. તેમનાં સગાંવહાલાં પંજાબ અથવા ભારતના અન્ય કોઈ રાજ્યમાં રહે છે. એટલા માટે તમે તમારા ભારતીય સમકક્ષ(વિદેશમંત્રી એસ જયશંકર)સામે આ મુદ્દો ઉઠાવો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો