• Gujarati News
 • National
 • Farmers Protest: Farmers Block Today National And State Highways Haryana Punjab Farmers Delhi Chalo March Latest News Today 6 February

ચક્કાજામ અંગે ખેડૂત નેતાઓમાં ફૂટ:ખેડૂતો ગાંધી જયંતી સુધી દિલ્હીમાં જ અડિંગો જમાવી રાખશે, રાકેશ ટિકૈતે કહ્યું, ‘દિલ્હીમાં 40 લાખ ટ્રેક્ટરની રેલી કાઢીશું’

2 વર્ષ પહેલા
 • જયપુરમાં તડકાથી પરેશાન કોંગ્રેસના કાર્યકરો અડધો કલાકમાં પરત ફર્યાં; ટિકૈતે કહ્યું- સરકારને 2 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો
 • દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે થયેલી હિંસા અંગે ત્રણ રાજ્યોમાં દરોડા

નવા કૃષિકાયદા વિરુદ્ધ સમગ્ર દેશમાં ખેડૂતોએ શનિવારે નેશનલ અને સ્ટેટ હાઈવે જામ કર્યા હતા. તેની અસર ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીરથી લઈ દક્ષિણ ભારતમાં તમિલનાડુ સુધી જોવા મળી હતી. દિલ્હી, યુપી અને ઉત્તરાખંડ બાકાત રહ્યા હતા. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે કાયદા પાછા ખેંચવા માટે સરકારને 2 ઓક્ટોબર (ગાંધી જયંતી) સુધીનો સમય અપાયો છે. અમે સરકારના દબાણ હેઠળ વાટાઘાટો કરવા માંગતા નથી. દેખાવો કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી ચાલશે.

ટિકૈતે કહ્યું કે જે દેખાવકાર પાસે આધારકાર્ડ ના હોય અને જેને દેખાવના સ્થળે 5 લોકો પણ ઓળખતા નથી તેઓ સ્વંય પાછા જતા રહે. તેમણે કહ્યું કે હવે 40 લાખ ટ્રેક્ટર સાથે દિલ્હીમાં રેલી કાઢવાનું લક્ષ્ય છે. ખેડૂત ટ્રેક્ટર પર ખેડૂત ક્રાંતિ 2021 લખે. દેખાવો દરમિયાન દિલ્હીમાં 10 મેટ્રો સ્ટેશન બંધ રહ્યા હતા. દેશમાં અનેક સ્થળે હાઈવે પર વાહનોની લાંબી-લાંબી લાઈનો જોવા મળી હતી.

યુએનએ કહ્યું- ન્યાયસંગત સમાધાન ચકાસવું જરૂરી
યુએન માનવાધિકાર ઓફિસે ભારતને કહ્યું છે કે માનવાધિકારોના સન્માનમાં ન્યાયસંગત સમાધાન ચકાસવું જરૂરી છે. અભિવ્યક્તિના અધિકારનું રક્ષણ થવું જોઈએ.

40 ખેડૂત સંગઠનોના સંયુકત કિસાન મોરચાના નેતા દર્શનપાલે રાત્રે 9 વાગે એક નિવેદન આપ્યું છે કે રાકેશ ટિકૈતને વ્યક્તિગત રીતે લાગું હશે કે UP અને ઉત્તરાખંડમાં હિંસા થઈ શકે છે. મને લાગે છે કે આ નિવેદન અગાઉ તેમણે (ટિકૈતે) અમારી સાથે વાત કરવાની જરૂર હતી. તેમણે આ નિવેદન ઉતાવળમાં આપ્યું છે.

દર્શનપાલે આ એટલા માટે કહ્યું કારણ કે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને ચક્કાજામથી અલગ રાખવાની જાહેરાત ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે જ કરી હતી.

ચક્કાજામને કોંગ્રેસે સમર્થન આપવા ઉપરાંત અનેક જગ્યા પર પ્રદર્શનમાં સામેલ પણ થયા.એ અલગ વાત છે કે જયપુરમાં અજમેર અને ટોંક બાઈપાસ પર ચક્કાજામમાં સામેલ કોંગ્રેસ કાર્યકર્તા તડકો સહન કરી શક્યા નહીં અને અડધો કલાકમાં પરત ફર્યાં.

બીજી બાજુપંજાબના અમૃતસર અને મોહાલીમાં ખેડૂતો વાહનોને રોકવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. બીજી બાજુ, જમ્મુ-પઠાણકોટ હાઈવે પર પણ ખેડૂતોએ વાહનોની અવરજવર બંધ કરી દીધી છે.

આજે બપોરે 12 વાગ્યાથી શરૂ થયેલો ચક્કાજામ 3 વાગ્યા સુધી ચાલ્યો હતો. આ પહેલાં જ દિલ્હીમાં અસર થઈ શકે એવાં 10 મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યાં હતા. એમાં મંડી હાઉસ, ITO, દિલ્હી ગેટ, વિશ્વવિદ્યાલય, ખાન માર્કેટ, નેહરુ પ્લેસ, લાલકિલ્લા, જામા મસ્જિદ, જનપથ અને કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશન બંધ છે. અહીં કુલ 285 મેટ્રો સ્ટેશન છે.

ટિકૈતે કહ્યું- સકકારને 2 ઓક્ટોબર સુધી સમય આપ્યો
કાયદો પાછો લેવાની માંગને લઈ અડગ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે દબાવમાં સરકાર સાથે વાતચીત નહીં કરીએ. સરકારને કાયદો પાછો લેવા માટે 2 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવશે. જ્યાં સુધી કાયદો પાછોં લેવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો ઘરે પરત ફરશે નહીં.

જયપુર શહેરની અંદર પ્રદર્શનકારીઓએ ટ્રેક્ટર ઉભા રાખી માર્ગો અટકાવ્યા હતા. જામનો સમય 3 વાગ્યા સુધી નક્કી હતો, પણ 4 વાગ્યા સુધી પણ ટ્રાફિક નોર્મલ થઈ શકયો નહીં
જયપુર શહેરની અંદર પ્રદર્શનકારીઓએ ટ્રેક્ટર ઉભા રાખી માર્ગો અટકાવ્યા હતા. જામનો સમય 3 વાગ્યા સુધી નક્કી હતો, પણ 4 વાગ્યા સુધી પણ ટ્રાફિક નોર્મલ થઈ શકયો નહીં

ખેડૂતોએ કહ્યું હતું કે પ્રદર્શન શાંતિપૂર્ણ કરવામાં આવશે. બીજી બાજુ, ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે દિલ્હી-એનસીઆર, યુપી અને ઉત્તરાખંડમાં રસ્તાઓ જામ કરવામાં નહીં આવે. દિલ્હીમાં તો રોજ ચક્કાજામ જેવી સ્થિતિ હોય છે, તેથી ત્યાં જામ કરવાની કોઈ જરૂર નથી. જોકે યુપી અને ઉત્તરાખંડને આ આંદોલનથી અલગ રાખવાનું કારણ વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમણે એ વિશે કહ્યું છે કે આ બંને રાજ્યોના ખેડૂતોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે અને તેમને કોઈપણ સમયે બોલાવવામાં આવી શકે છે.

અપડેટ્સ...

 • જોઇન્ટ સી.પી.,દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે પોલીસ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
 • રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું- અન્નદાતાનો શાંતિપૂર્ણ સત્યાગ્રહ દેશના હિતમાં છે- આ ત્રણ કાયદા ફક્ત ખેડૂત-મજૂર માટે જ નહીં, પરંતુ જાહેર જનતા અને દેશ માટે પણ ઘાતક છે. સંપૂર્ણ સમર્થન!
 • અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે કહ્યું કે કેન્દ્ર સરકારની એક ગેરસમજ છે કે કૃષિ કાયદાઓનો વિરોધ માત્ર પંજાબમાં જ થઈ રહ્યો છે. દેશના તમામ ખેડુતો આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. જો તેમ છતાં પણ તે (કેન્દ્ર સરકાર) આંખો બંધ કરીને તેને ફક્ત પંજાબનો વિરોધ જણાવી રહ્યા છો, તો તેના માટે કોઈ કંઈ કરી શકશે નહીં.
 • રાજસ્થાન: સત્તાધારી કોંગ્રેસે ખેડૂતોના આ આંદોલનને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. કોટામાં ટ્રેક્ટર રેલી કાઢી, અલવરમાં ખેડૂતોએ 10થી 12 જગ્યાએ પથ્થર અને કાંટાળા ઝાંખરા નાખીને નેશનલ અને સ્ટેટ હાઈવે જામ કરી દીધા.
 • હરિયાણા-પંજાબ: સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે. રોડવેઝ બસો બંધ છે. ભિવાની, જિંદમાં 15, યમુનાનગરમાં 12, કરનાલમાં 10 અને કૈથલ 5 જગ્યાઓ પર ચક્કાજામ કરવામાં આવ્યા છે. હિસાર અને પાનીપતમાં નેશનલ અને સ્ટેટ હાઈવે જામ કરવામાં આવ્યા છે. બીજી બાજુ પંદાબમાં ભાજપને બાદ કરતાં દરેક રાજકીય પાર્ટી જામના સમર્થનમાં છે. સંગરુર, બઠિંડા, અમૃતસર, પટિયાલા, ફતેહગઢ સાહિબ, ફાજિલ્કા, મુક્તસર, કપૂરથલા, ગુરદાસપુર અને જાલંધરના અલગ અલગ વિસ્તારોમાં ચક્કાજામ કરવામાં આવ્યા છે.
 • તેલંગાણા: હૈદરાબાદમાં હાઈવે પર ચક્કાજામ કરાવવા ભેગા થયેલા પ્રદર્શનકારીઓએ પોલીસને હટાવી દીધી છે.
 • ખેડૂતોએ રાજસ્થાન-હરિયાણા વચ્ચે શાહજહાપુર બોર્ડર પર ચક્કાજામ કર્યા
 • પંજાબમાં અમૃતસર અને મોહાલીમાં ખેડૂતો ગાડીઓ રોકવા માટે રસ્તા પર બેસી ગયા છે.
 • જમ્મુ-પઠાણકોટ હાઈવે પર ખેડૂતોએ રસ્તા પર આવતાં-જતાં વાહનો રોક્યાં.
 • રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે અન્નદાતાનો શાંતિપૂર્ણ સત્યાગ્રહ દેશહિતમાં છે. આ ત્રણ કાયદા માત્ર ખેડૂતો અને મજૂરો માટે જ નહીં, પરંતુ જનતા અને દેશ માટે પણ ઘાતક છે. પૂર્ણ સમર્થન.
 • અકાલીદળના સાંસદ હરસિમરત કૌર બાદલે કહ્યું હતું કે કેન્દ્ર સરકારને ગેરસમજ છે કે કાયદાનો વિરોધ માત્ર પંજાબમાં થઈ રહ્યો છે. દેશના દરેક ખેડૂત આ કાયદાના વિરોધમાં છે. તેમ છતાં જો કેન્દ્ર સરકાર આખો બંધ કરીને એને માત્ર પંજાબનો વિરોધ ગણતા હોય તો તે એ માટે કઈ થઈ શકે એમ નથી.
 • ચક્કાજામ દરમિયાન ખેડૂતોને દિલ્હીમાં ઘૂસતા રોકવા માટે રોડ નંબર 56, NH-24, વિકાસ માર્ગ, જીટી રોડ, જાયરાબાદ રોડ પર પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં બેરિકેડ્સ પણ લગાવી દેવામાં આવ્યાં છે.
 • દિલ્હીમાં ટીકરી બોર્ડર પર પોલીસ આંદોલનકારીઓ પર ડ્રોનથી નજર રાખી રહી છે.
 • જોઈન્ટ સીપી, દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ તૈયાર છે. અંતિસંવેદનશીલ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના થાણેમાં ખેડૂતોના સમર્થનમાં ભારતીય જયહિંદ પાર્ટીના કાર્યકરોએ ભિવંડી-નાસિક હાઈવે ચક્કાજામ કર્યો.
મહારાષ્ટ્રના થાણેમાં ખેડૂતોના સમર્થનમાં ભારતીય જયહિંદ પાર્ટીના કાર્યકરોએ ભિવંડી-નાસિક હાઈવે ચક્કાજામ કર્યો.

ભૂલથી સબક લઈ સુરક્ષા વધારાઈ
26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસાને કારણે વહીવટ વધુ સજાગ છે. દિલ્હી-NCRમાં પોલીસ, અર્ધસૈનિક અને રિઝર્વ ફોર્સના 50 હજારો સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે. દિલ્હીમાં તહેનાત CRPFની તમામ ટીમને કહેવામાં આવ્યું છે કે તેમની બસોમાં લોખંડની જાળી લગાવી લે, જેથી પથ્થરમારા જેવી પરિસ્થિતિમાં બચાવ કરી શકાય. દિલ્હીનાં 12 મેટ્રો સ્ટેશનને પોલીસે અલર્ટ જાહેર કર્યું છે. અહીં પ્રવેશ અને એક્ઝિટ પોઇન્ટ પર સુરક્ષાદળો તહેનાત છે. જો હિંસા થાય તો કેટલાંક મેટ્રો સ્ટેશનો પણ બંધ થઈ શકે છે. દિલ્હીમાં કુલ 285 મેટ્રો સ્ટેશન છે.

ચક્કાજામ કેમ રાખવામાં આવ્યો છે?
એક ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા બજેટમાં ખેડૂતોની માગને આંખ આડા કાન કરવામાં આવી અને દિલ્હીની સીમા પર થઈ રહેલા આંદોલનની જગ્યાએ ઈન્ટરનેટ બંધ કરવાના વિરોધમાં આ ચક્કાજામ રાખવામાં આવ્યા છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી પછી ઘણાખેડૂતોનાં ટ્રેક્ટર જપ્ત કરી લેવામાં આવ્યાં છે. દિલ્હી બોર્ડરની આસપાસ ઘણી જગ્યા સંપૂર્ણ રીતે બ્લોક કરવામાં આવી છે; એના વિરુદ્ધ આ ચક્કાજામ કરવામાં આવશે.

ફોટો સિંધુ બોર્ડરનો છે. અહીં સિમેન્ટના બેરિકેડ્સ પર કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે, જેથી ભારે વાહનો એને ક્રોસ ન કરી શકે અને ચાલતા આંદોલનકારો પણ એને ક્રોસ ન કરી શકે.
ફોટો સિંધુ બોર્ડરનો છે. અહીં સિમેન્ટના બેરિકેડ્સ પર કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે, જેથી ભારે વાહનો એને ક્રોસ ન કરી શકે અને ચાલતા આંદોલનકારો પણ એને ક્રોસ ન કરી શકે.

દિલ્હી-એનસીઆરમાં CRPFની 31 કંપની તહેનાત
ખેડૂતોના ચક્કાજામને ધ્યાનમાં રાખીને દિલ્હી-એનસીઆરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસદળો (CRPF)ની 31 કંપનીની તહેનાતી વધુ બે સપ્તાહ વધારી દેવામાં આવી છે. દિલ્હીમાં તહેનાત CRPFના યુનિટ્સને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમની બસો પર લોખંડની જાળ લગાવી દે. દિલ્હી પોલીસને પણ અલર્ટ કરવામાં આવી છે. પોલીસ 26 જાન્યુઆરીએ થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને વધારે સાવચેતી રાખી રહી છે. મેટ્રો સ્ટેશનના અધિકારીઓનો પણ દિલ્હી પોલીસે સંપર્ક કર્યો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને અમુક મેટ્રો સ્ટેશન આજે બંધ રાખવામાં આવી શકે છે.

સેનાએ અહીં ખિલ્લા પાથર્યા હતા, ઘણો વિવાદ થયા પછી એને હટાવાયા હતા.
સેનાએ અહીં ખિલ્લા પાથર્યા હતા, ઘણો વિવાદ થયા પછી એને હટાવાયા હતા.

ચક્કાજામ માટે ખેડૂત સંયુક્ત મોરચાના 5 સંદેશ
1. નેશનલ અને સ્ટેટ હાઈવે બપોરે 12-3 વાગ્યા સુધી જામ કરી દેવામાં આવશે.
2. જરૂરી સેવાઓ, જેવી કે એમ્બ્યુલન્સ, સ્કૂલ-બસને રોકવામાં નહીં આવે.
3. ચક્કાજામ સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ કરાશે અને એ અહિંસક હશે. પ્રદર્શનકારો કોઈપણ મોટી અથડામણ નહીં થવા દે.
4. દિલ્હીની સીમાની અંદર ચક્કાજામનો કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી.
5. 3 વાગે 1 મિનિટ સુધી હોર્ન વગાડીને ખેડૂતો એકતાનો સંદેશો આપી ચક્કાજામનો કાર્યક્રમ સમાપ્ત કરશે.

ખેડૂતનેતાઓની શાંતિની અપીલ
રાકેશ ટિકૈત:
અમુક તાકાતો આંદોલનને બદનામ કરવા માગે છે. 26 જાન્યુઆરીએ પણ એવું થયું હતું. તેથી આ વખતે વધારે સજાગ રહેવાની જરૂર છે. નજર રાખજો અને કાવતરા કરનારથી બચજો.
દર્શનપાલ: આંદોલન લાંબું ચલાવવા માટે યુવાઓનો સાથ જરૂરી છે. યુવાનો તેમના ગુસ્સા પર કાબૂરાખે. કોઈપણ પોલીસ અથવા અધિકારી સાથે વિવાદમાં ન ઊતરે.
બલબીર સિંહ રાજેવાલ: શાંતિથી જ જીત મળશે. અમુક લોકો ઈચ્છે છે કે હિંસા થાય, તેથી વધારે સતર્ક રહેવું.
ગુરનામ સિંહ ચઢૂની: પોતાના લોકોને મેસેજ અને ફોન કરીને શાંતિ જાળવવાનું કહેવામાં આવે. દરેકને એવું જ જણાવ્યું કે સંયમ રાખશો તો શાંતિ રહેશે.

ગાઝીપુર બોર્ડર જ્યાં પોલીસે ખિલ્લા લગાવ્યા છે ત્યાં ખેડૂતોએ શુક્રવારે સાંજે માટી નખાવડાવી હતી અને કહ્યું, સરકાર ખિલ્લાના સ્વરૂપમાં કાંટા પાથરી રહી છે; અમે એ જ જગ્યાએ ફૂલ ઉગાડી રહ્યાં છીએ.
ગાઝીપુર બોર્ડર જ્યાં પોલીસે ખિલ્લા લગાવ્યા છે ત્યાં ખેડૂતોએ શુક્રવારે સાંજે માટી નખાવડાવી હતી અને કહ્યું, સરકાર ખિલ્લાના સ્વરૂપમાં કાંટા પાથરી રહી છે; અમે એ જ જગ્યાએ ફૂલ ઉગાડી રહ્યાં છીએ.

UP, રાજસ્થાનમાં કિસાન પંચાયતો યોજાઈ, હજારો ખેડૂત શામલીમાં એકઠા થયા
આંદોલનને મજબૂત બનાવવા માટે શુક્રવારથી ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં કિસાન પંચાયતો શરૂ કરવામાં આવી હતી, જે ફેબ્રુઆરીના અંત સુધી ચાલશે. રાષ્ટ્રીય લોક દળ (RLD) દ્વારા એનું આયોજન કરવામાં આવી રહ્યું છે. RLDએ ગત સપ્તાહે ખેડૂત આંદોલનને ટેકો આપવાની જાહેરાત કરી હતી.

RLDના ઉપાધ્યક્ષ જયંત ચૌધરીએ ગુરુવારે કહ્યું હતું કે કિસાન પંચાયતોનો હેતુ સરકારને જણાવવાનો છે કે આ એક મોટું આંદોલન છે. એમાં રાજકીય દળોની જવાબદારી બને છે કે તે ખેડૂતો સુધી પહોંચે અને મુદ્દાની સંવેદનશીલતા વિશે અન્ય લોકોને પણ જાણ કરે. જયંત ચૌધરીએ શામલીમાં ખાપ પંચાયત યોજી હતી, આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ ખાપમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ નરેશ ટિકૈત પણ ઉપસ્થિત રહ્યા હતા. શામલીમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ખાપમાં જોડાયા હતા.

ખેડૂતોના મુદ્દે લોકસભામાં હોબાળો, બેવાર સ્થગિત કરવામાં આવી
લોકસભામાં વિપક્ષી પાર્ટીઓએ શુક્રવારે નવો કૃષિ કાયદો પાછો ખેંચવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. હંગામો થવાને કારણે દિવસમાં બે વખત ગૃહ કાર્યવાહી મોકૂફ રાખવી પડી. ગુરુવારે પણ 9 વિપક્ષી પાર્ટીઓના 12 સાંસદોએ લોકસભા-અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને કૃષિ કાયદા પર ગૃહમાં અલગ ચર્ચા કરવાની માગ કરી હતી.

26 જાન્યુઆરીની હિંસાના આરોપી સિધાના સિંધુ બોર્ડર પર પાછો ફર્યો
પ્રજાસત્તાક દિવસ પર ટ્રેક્ટર પરેડમાં હિંસા ભડકાવવાનો આરોપી લક્ખા સિધાના ખેડૂતોના દેશવ્યાપી ચક્કાજામ પહેલાં પંજાબથી દિલ્હી પરત ફર્યો છે. શુક્રવારે સાંજે લક્ખા સિંધુ બોર્ડરથી સોશિયલ મીડિયા પર લાઇવ થયો હતો. તેણે કહ્યું હતું કે પંજાબે આ ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરવું જોઈએ. તેણે ખેડૂત નેતાઓને પણ અપીલ કરી છે કે 32 જાટબંધીઓની સમિતિમાંથી કોઈને પણ બાકાત ન કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...