તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Farmers Protest Delhi Police Files FIR Against Sweden Climate Change Activist Greta Thunberg, Climate Change Activist Greta Thunberg, Delhi Police Cyber Cell, Climate Activist Disha Ravi

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટૂલકિટ કેસમાં પોલીસના નવા ખુલાસા:એક્ટિવિસ્ટ દિશાએ ટેલિગ્રામ એપ મારફતે ગ્રેટા થનબર્ગ સુધી ટૂલકિટ પહોંચાડી, વકીલ નિકિતાએ પણ તેને એડિટ કરી હતી

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગણતંત્ર દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર હોબાળો કરવાનું પ્લાનિંગ હતું

ગ્રેટા થનબર્ગ ટૂલકિટ કેસમાં બેંગલુરુની 22 વર્ષની એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડના બીજા દિવસે દિલ્હી પોલીસ તેમના ખાસ લોકોને શોધી રહી છે. દિલ્હીની એક કોર્ટે સોમવારે દિસાના બે સાથી નિકિતા જૈકબ અને શાંતનું સામે બિનજામીન પાત્ર વોરન્ટ જાહેર કરી દીધું છે. નિકિતાએ તેની વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં ટ્રાન્ઝિટ બેલની અરજી દાખલ કરી છે, જે વિશે મંગળવારે સુનાવણી થવાની છે.

આ દરમિયાન પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બેંગ્લુરુની એક્ટિવિસ્ટ દિશા, મુંબઈની એક્ટિવિસ્ટ વકીલ નિકિતા અને શાંતનુંએ ખાલિસ્તાની સમર્થક માનવામાં આવતા પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનના સ્થાપક એમઓ ધાલીવાલ સાથે ઝૂમ એપ પર મીટિંગ કરી હતી. આ મીટિંગનો હેતુ 26 જાન્યુઆરી પહેલાં સોશિયલ મીડિયા પર હોબાળો ઉભો કરવાનો હતો. તો હવે પદ્ધતિવાર જાણીએ કે આ શુ મુદ્દો છે અને અત્યાર સુધી જે લોકોના નામ સામે આવ્યા છે તેમનો આ કેસ સાથે શું સંબંધ છે...

ગ્રેટા થનબર્ગે ખેડૂતોના સપોર્ટમાં ટૂલકિટ શેર કરી
આ મુદ્દો દેશના ખેડૂતો સાથે જોડાયેલો છે, જે દિલ્લીના દરવાજા પર 82 દિવસથી આંદોલન કરી રહ્યા છે. 3 ફેબ્રુઆરીએ 18 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે બે સોશિયલ મીડિયા પોસ્ટ લખી હતી. પહેલી પોસ્ટમાં તેમણે ખેડૂતોને સમર્થન કર્યું, બીજી પોસ્ટમાં એક ટૂલકિટ શેર કરી. આ ટૂલકિટ હકીકતમાં એક ગૂગલ ડોક્યુમેન્ટ હતી. તેમાં અર્જન્ટ અને ઓનગ્રાઉન્ડ એક્શન્સનો ઉલ્લેખ કર્યો હતો.

દિલ્હી પોલીસની સાઈબર સેલે આને સરકાર વિરોધી ટૂલકિટ ગણાવીને તેમની સામે 4 ફેબ્રુઆરીએ દેશદ્રોહ અને કાવતરું ઘડવાના આરોપમાં ફરિયાદ નોંધી લીધી હતી. દિલ્હી પોલીસે ગૂગલને આ ટૂલકિટ સાથે જોડાયેલી માહિતી શેર કરવા કહ્યું અને ત્યારપછી દિશાની ધરપકડ કરવામાં આવી હતી.

દિશાને રવિવારે કોર્ટે 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધી છે
દિશાને રવિવારે કોર્ટે 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધી છે

દિશા, નિકિતા, ધાલીવાલ અને શાંતનું પર શું આરોપ છે?
આ મામલે ગ્રેટા સિવાય અત્યાર સુધી વધુ 4 લોકો સામે આવ્યા છે....

1. દિશા રવિ પર ટૂલકિટ એડિટ કરવાનો આરોપ
દિલ્હી પોલીસે દિશા રવિની રવિવારે બેંગલુરુથી ધરપકડ કરી છે. આ ધરપકડથી 11 દિવસ જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. દિશાને રવિવારે કોર્ટે 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધી છે.
કોણ છે દિશા: 22 વર્ષની દિશા BBA સ્ટૂડન્ટ છે. તેણે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રૂપ ફ્રાઈડે ફોર ફ્યૂચર ઈન્ડિયા વિંગ 2019માં શરૂ કરી હતી. તે ઈન્ટરનેશનલ ગ્રૂપની ફાઉન્ડ ગ્રેટા થનબર્ગ છે.
આરોપ શું છે: દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે ખેડૂત આંદોલન સાથે જોડાયેલી ટૂલકિટ ગ્રેટાએ શેર કરી હતી તેને દિશાએ એડિટ કરીને વાઈરલ કરી ચે. તે માટે તેણે વોટ્સએપ ગ્રૂપ પણ બનાવ્યું હતું. દિશાએ આ ટૂલકિટ ગ્રેટા સુધી પહોંચાડી હતી, પરંચુ જ્યારે આ ટૂલકિટ પબ્લિક ડોમેનમાં આવી ત્યારે દિશાએ ગ્રેટાને તેને હટાવવા કહ્યું.
દિશાનું શું કહેવું છે: રવિવારે જ્યારે દિશાને દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે તે રડવા લાગી. દિશાએ જજને જણાવ્યું કે, તેણે આ ગૂગલ ડોક્યુમેન્ટમાં માત્ર 2 લાઈનનો ઉમેરો કર્યો છે. તેનો હેતુ માત્ર ખેડૂત આંદોલનને સપોર્ટ કરવાનો હતો.

2. એમઓ ધાલીવાર પર ટૂલકિટ બનાવવાનો આરોપ
ટૂલકિટમાં સૌથી મહત્વની કડી એમઓ ધાલીવાલ છે. દિલ્હી પોલીસની તપાસમાં ધાલીવાલના નામનો ખુલાસો થયો છે.
કોણ છે ધાલીવાલ: કેનેડામાં જનમેલા ધાલીવાલ ડિજિટલ બ્રાન્ડિંગ ક્રિએટિવ એજન્સી સ્કાયરોકેટમાં ડિરેક્ટર છે. તે પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનના ફાઉન્ડર પણ છે. તેણે ખેડૂત આંદોલન સાથે જોડાયેલા વિવાદિત ટૂલકિટ બનાવી છે. સપ્ટેમ્બર 2020માં ધાલીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, હું ખાલીસ્તાની છું.
આરોપ શું છે: દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે આ વિવાદિત ટૂલકિટ ધાલીવાલ સંગઠને જ બનાવી છે. તપાસમાં નવો ખુલાસો થયો છે કે, ગણતંત્ર દિવસ પહેલાં એક ઝૂમ મીટિંગ થઈ હતી. તેમાં ધાલીવાલ, નિકિતા અને દિશા સહિત બાકી લોકો સામેલ થયા હતા. આ મીટિંગમાં એક ખેડૂતોના મોત પર ચર્ચા થઈ હતી. મીટિંગનો હેતુ એવો હતો કે ગણતંત્ર દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર હોબાળો થયો હતો.
ધાલીવાલનું શું કહેવું છે? એમઓ ધાલીવાલનું કહેવું છે કે, પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન તેણે નહીં પરંતુ તેના મિત્ર અનિતા લાલે બનાવી છે.

22 વર્ષની દિશા BBA સ્ટૂડન્ટ છે. તેણે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રૂપ ફ્રાઈડે ફોર ફ્યૂચર ઈન્ડિયા વિંગ 2019માં શરૂ કરી હતી.
22 વર્ષની દિશા BBA સ્ટૂડન્ટ છે. તેણે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રૂપ ફ્રાઈડે ફોર ફ્યૂચર ઈન્ડિયા વિંગ 2019માં શરૂ કરી હતી.

3. નિકિતા જૈકબ
દિશા રવિની ધરપકડ પછી દિલ્હી પોલીસે ટૂલકિટ કેસમાં નિકિતા જૈકબને શોધી રહી છે.
કોણ છે નિકિતા: નિકિતા મુંબઈમાં રહે છે. તે મહારાષ્ટ્ર અને ગોવામાં સ્ટેટ બાર કાઉન્સિલમાં રજિસ્ટર્ડ છે. તે સોશિયલ જસ્ટિસ અને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ છે. તેની સોશિયલ મીડિયા પ્રોફાઈલ કહે છે કે, તે બોમ્બે હાઈકોર્ટમાં એડ્વોકેટ છે.
આરોપ શું છે? દિલ્હી પોલીસનું કહેવું છે કે, ધાલીવાલ સાથે થયેલી વર્ચ્યુલ મીટિંગમાં નિકિતા પણ સામેલ હતી. 4 દિવસ પહેલાં દિલ્હી પોલીસની સાઈબર સેલની એક ટીમ મુંબઈની ગોરેગાંવમાં નિકિતાના ઘરે ગઈ અને ત્યાં જે ગેઝેટ્સ હતા તેની તપાસ કરી.
નિકિતાનું શું કહેવું છે: નિકિતાએ બોમ્બે હાઈકોર્ટમાં ટ્રાન્ઝિટ બેલ માટે અરજી દાખલ કરી છે. તેમણે 4 સપ્તાહના આગોતરા જામીન માંગ્યા છે જેથી દિલ્હીની કોર્ટમાં અરજી દાખલ કરી શકે. નિકિતાનું કહેવું છે કે, તે તપાસમાં સહયોગ કરી રહી છે અને તેના પર લાગેલા આરોપ પાયાવિહોણા છે. મીડિયા ટ્રાયલ અને રાજકીય બદલાના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી શકે છે.

4 શાંતનુ
ટૂલકિટ મામાલે આ ચોથુ નામ છે. દિલ્હી પોલીસે હાલ અત્યારે એટલું જ જણાવ્યું છે કે, શાંતનુ પણ ટૂલકિટ સાથે જોડાયેલો છે. શાંતનુ વિશે હજી વધુ માહિતી સામે આવી નથી.

ધરપકડ અંગે કોંગ્રેસ નેતાઓના નિવેદન

 • પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, બંદૂક વાળા લોકો હથિયાર વગરની છોકરીથી ડરે છે, હિંમતનું અજવાળું ફેલાયું છે હથિયાર વગરની છોકરીથી.
 • ચિદમ્બરે કહ્યું હતું કે ભારત નકામી ચીજોનો મંચ બનતો જઈ રહ્યો છે. એ ખૂબ જ દુઃખની વાત છે કે દિલ્હી પોલીસ તાનાશાહોના હાથની કઠપૂતળી બની ગઈ છે.
 • પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસનેતા જયરામ રમેશે દિશાની ધરપકડ અંગે કહ્યું, આ ખરાબ હરકત છે. આ ધમકાવવાનું કામ છે.
 • કોંગ્રેસનેતા શશિ થરુરે કહ્યું, ભારતમાં ખેડૂત આંદોલનને દબાવવા માટે જે રીતે રાજકીય વિરોધ અને વૈચારિક આઝાદી પર હુમલાઓ થઈ રહ્યા છે, દિશા રવિની ધરપકડ એમાં નવું પગલું છે. શું ભારત સરકારને વિશ્વમાં પોતાની છબી ખરાબ થશે એની બિલકુલ પરવાહ નથી.

લેફ્ટ, સપા અને ખેડૂત નેતા પણ નારાજ

 • લેફ્ટ નેતા સીતારામ યેચુરીએ કહ્યું હતું કે આજે મોદીરાજ એ વિચારે છે કે ખેડૂતોની ધરપકડથી તેમનો સંધર્ષ નબળો પડી જશે, જોકે આ ધરપકડ યુવાઓને જગાડશે અને લોકશાહીને મજબૂત કરશે.
 • સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે સવાલ એ છે કે એ લોકોની ક્યારે ધરપકડ કરવામાં આવશે, જે પોતાના શબ્દોની ટૂલકિટથી સવાર અને સાંજે દેશ તથા સમાજની એકતાને તોડી રહ્યા છે, જેઓ નફરત અને ભાગલાને પ્રોત્સાહન આપી રહ્યા છે.
 • ખેડૂતનેતા દર્શનપાલ સિંહે કહ્યું, સંયુક્ત ખેડૂત મોરચા યુવા ક્લાઈમેટ એક્ટિવિસ્ટની ધરપકડનો વિરોધ કરે છે, જેમણે ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું. અમારી માગ છે કે તેમને ઝડપથી અને કોઈપણ પ્રકારની શરત વગર છોડવામાં આવે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો