ખેડૂત આંદોલન LIVE:ખેડૂતોએ કહ્યું - ‘બુરાડી ઓપન જેલ જેવું છે, ત્યાં નહીં જઈએ’, ખેડૂતોએ અડગ રહી કેન્દ્રીય ગૃહમંત્રીનો વાતચીતનો પ્રસ્તાવ ફગાવ્યો

નવી દિલ્હીએક વર્ષ પહેલા

કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી-હરિયાણા સરહદ એટલે કે સિંધુ અને ટિકરી સરહદે ખેડૂતોનું આંદોલન ચોથા દિવસે પણ યથાવત્ રહ્યું. હાઈવે પર ઠંડી રાત્રિ વીતાવ્યા બાદ આંદોલનકારી ખેડૂતોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વાતચીતનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. દિલ્હીના બુરાડી મેદાને જઈને ધરણાં કરવાનો પ્રસ્તાવ પણ ફરી ફગાવી દીધો હતો. ખેડૂતોના નેતાઓએ કહ્યું કે બુરાડી મેદાન ઓપન જેલ જેવું છે, ધરણાંસ્થળ નથી. અમે ત્યાં નહીં જઈએ.

આ પહેલા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ખેડૂત બુરાડી મેદાન પર ભેગા થાય. ત્યારપછી તેમની સાથે વાત કરવામાં આવશે. ખેડૂત સંગઠન પહેલાથી જ કહી ચુક્યા છે કે તે દિલ્હીને ઘેરવા આવ્યા છે, દિલ્હીમાં ઘેરાઈ જવા માટે નહીં.

આ પહેલા ખેડૂતોએ કહ્યું હતું કે, તે સિંધુ બોર્ડર પર જ પોતાનો વિરોધ ચાલું રાખશે અને ક્યાંય નહી જાય. પોલીસ અધિકારીઓએ તેમની સાથે વાતચીત કરી અને તેમને દિલ્હીના બુરાડી મેદાનમાં જવા માટે કહ્યું. બુરાડીમાં ખેડૂતોનું એક ગ્રુપ પહેલાથી ધામા નાખીને બેઠું છે.

માગ નહીં સ્વીકારે તો ચાર મહિના રોડ પર રહીશું: ખેડૂત યુનિયન
ભારતીય ખેડૂત યુનિયન ના ક્ષેત્રીય અધ્યક્ષ સુરજિત સિંહે સવાલ ઊઠાવ્યો કે ખેડૂત દિલ્હીથી બહાર બુરાડી કેમ જાય? આંદોલન તો રામલીલા મેદાને થવું જોઈએ. બુરાડી જઇ ચૂકેલા સાથીઓને પાછા બોલાવીશું. જે રોડ પર બેઠા છે તે ત્યાં જ રહેશે. અમારી માગો નહીં સ્વીકારાય તો ચાર મહિના પણ રોડ પર રહી શકીએ છીએ કેમ કે અમે તૈયારી સાથે આવ્યા છીએ.

સર્વોચ્ચ સ્તરે વાતચીત થાય
ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટીએ કહ્યું કે સર્વોચ્ચ રાજકીય સ્તરે વાતચીત થાય, ગૃહ મંત્રાલય અને ગુપ્તચર એજન્સીઓના માધ્યમથી નહીં. સમિતિએ કહ્યું કે બે મહિના અગાઉ જારી કરાયેલા તેમના દિલ્હી ચલો આહ્વાન બાદ દેશવ્યાપી વિરોધ કાર્યક્રમો પર સરકારે ધ્યાન ન આપ્યું.

ખેડૂતોની માગ

  • આંદોલન માટે રામલીલા મેદાન કે જંતર-મંતર જવાની મંજૂરી મળે.
  • કેન્દ્રના કૃષિ કાયદાને તાત્કાલિક રદ કરવામાં આવે.
  • એમએસપી અને બજાર પ્રણાલી અંગે આશ્વાસન મળે.
  • દિલ્હીના જંતર-મંતર પર દેખાવોની મંજૂરી અપાય.
દિલ્હી-હરિયાણા બોર્ડર પર હાજર ખેડૂતો
દિલ્હી-હરિયાણા બોર્ડર પર હાજર ખેડૂતો

સરકારની ‘મનની વાત’ - વડાપ્રધાને કહ્યું- કૃષિ કાયદાથી ખેડૂતોને હક અને તક મળે
ખેડૂત આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ના માધ્યમથી સરકારનો પક્ષ રજૂ કર્યો. તેમણે કહ્યું કે તાજેતરમાં થયેલા કૃષિ સુધારાએ ખેડૂતોને નવા અધિકાર અને નવી તકો આપી છે. વર્ષોથી ખેડૂતોની કેટલીક માગણીઓ હતી, જે સંતોષવા દરેક રાજકીય પક્ષે ક્યારેક ને ક્યારેક વચન આપ્યું પણ તે માગણીઓ પૂરી થઇ નહીં. અમે તે સંતોષવાની દિશામાં પગલું ભર્યું છે.

મહારાષ્ટ્રના ખેડૂતનું ઉદાહરણ આપ્યું
મોદીએ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના ખેડૂત જિતેન્દ્ર ભોઇજીનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે તેમની મકાઇની ખેતી હતી. યોગ્ય ભાવ માટે તેમણે વેપારી સાથે 3.32 લાખ રૂ.માં સોદો કર્યો. તેમને 25 હજાર રૂ. એડવાન્સ મળી ગયા હતા. બાકીના રૂપિયા 15 દિવસમાં મળવાના હતા પણ ન મળ્યા. તે પછી સપ્ટે.માં નવો કૃષિ કાયદો અસ્તિત્વમાં આવતા તેમને ફાયદો થયો છે.

તો આ તરફ ઉત્તર પ્રદેશના ખેડૂત પણ રવિવારે સવારે દિલ્હી-ગાજીપુર બોર્ડર પર ભેગા થયા. આ તમામ ભારતીય ખેડૂત યુનિયનના બેનર હેઠળ અહીંયા આવ્યા છે. તે કૃષિ કાયદા વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવવા માટે સંસદ ભવન જવા માટે જીદે ચડ્યાં છે.

આ બધાની વચ્ચે પૂર્વ દિલ્હીના એડિશનલ ડિસીપી મંજીત શ્યોરાણે ગાઝિયાબાદમાં ભેગા થયેલા લગભગ 200 ખેડૂતો સાથે વાત કરી. ડીસીપીએ જણાવ્યું કે, ખેડૂતો સાથે વાતચીત ચાલી રહી છે. ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે અમે તેમને બુરાડી મોકલવા માટે તૈયાર છીએ. તેમણે હજુ સુધી આની પર નિર્ણય નથી લીધો. જો તે તૈયાર છે તો અમે તેમને બુરાડી મેદાન સુધી લઈ જશું.

બોર્ડર પર કડર સિક્યોરિટી
ખેડૂતોના જમાવડાને ધ્યાનમાં રાખતા દિલ્હી-હરિયાણા બોર્ડર પર મોટી સંખ્યામાં સિક્યોરિટી ફોર્સ તહેનાત છે. શનિવાર સાંજે આંદોલનકારીઓએ હાઈવે પર તંબૂ લગાવવાનું શરૂ કર્યું. સાથે જ પંજાબ, હરિયાણા અને યુપીના ખેડૂતો પણ આવી રહ્યાં છે.

ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખતા દિલ્હી-હરિયાણા બોર્ડર પર સિક્યોરિટી ફોર્સ તહેનાત છે.
ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખતા દિલ્હી-હરિયાણા બોર્ડર પર સિક્યોરિટી ફોર્સ તહેનાત છે.

ખેડૂતોના જમાવડાને ધ્યાનમાં રાખતા દિલ્હી-હરિયાણા બોર્ડર પર મોટી સંખ્યામાં સિક્યોરિટી ફોર્સ તહેનાત છે. શનિવારે સાંજે આંદોલનકારીઓએ હાઈવે પર તંબૂ લગાવવાનું શરૂ કરી દીધું. સાથે જ પંજાબ, હરિયાણા અને યુપીના ખેડૂતોનું પણ આવવાનું ચાલું રહ્યું.

યુપીના ડેપ્યુટી સીએમએ કહ્યું- ખેડૂતોનું પ્રદર્શન કોંગ્રેસનું કાવતરુ
ઉત્તરપ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ શનિવારે ખેડૂતોને તેમનો વિરોધ પાછો લેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આ આંદોલન કોંગ્રેસનું રચેલું કાવતરું છે.
એક ખેડૂતનો દીકરો હોવાના સંબંધે, હું દેશ અને ઉત્તરપ્રદેશના ખેડૂતોને કહેવા માંગું છું કે કોંગ્રેસ તમારી ભાવનાઓ સાથે રમત કરી રહી છે.

વાતચીતના પ્રસ્તાવ અંગે આજે નિર્ણય લેશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે કહ્યું હતું કે, સરકાર વાતચીત માટે નક્કી દિવસ 3 ડિસેમ્બરથી પહેલા પણ ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે અપીલ કરી હતી કે ખેડૂત દિલ્હીના બહારના વિસ્તાર બુરાડીમાં નિરંકારી સમાગમ ગ્રાઉન્ડ પર પ્રદર્શન કરે. આ અંગે ખેડૂતોએ કહ્યું કે, સરકારને ખુલ્લા દિલે આગળ આવવું જોઈએ, શરતો સાથે નહીં.

ભારતીય કિસાન યૂનિયનના પંજાબ પ્રેસિડન્ટ જગજીત સિંહે કહ્યું કે, અમે રવિવારે સવારે મીટિંગ પછી આ પ્રસ્તાવ અંગે કોઈ નિર્ણય લેશું. અમિત શાહે શરત રાખીને ઝડપથી બેઠક કરવાની અપીલ કરી છે.આ સારુ નછી. તેમને કોઈ પણ પ્રકારની શરત વગર ખુલ્લા દિલથી વાતચીત રજુ કરવી જોઈએ. ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, વિરોધ રામલીલા મેદાન થાય છે. તો પછી અમારે ખાનગી જગ્યા નિરંકારી ભવનમાં શા માટે જવું જોઈએ? અમે આજે અહીંયા જ રહીશું

હાઈવે પર મિની પંજાબ વસ્યું

ખેડૂતોની માર્ચમાં સામેલ મહિલાઓએ જમવાનું બનાવવાની જવાબદારી લીધી છે
ખેડૂતોની માર્ચમાં સામેલ મહિલાઓએ જમવાનું બનાવવાની જવાબદારી લીધી છે

ખેડૂત આંદોલનનું કારણ હાઈવેનો નજારો મિની પંજાબ જેવો થઈ ગયો છે. ટ્રોલિઓનું જ ખેડૂતોએ ઘર બનાવી લીધું છે. અહીંયા જમવાનું બની રહ્યું છે તો અહીંયા જ નાહવા ધોવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઠેર ઠેર લંગર લાગ્યા છે. ઘરના લોકો ધરણા પર બેઠા છે. જમવાનું બનાવનાર જમવાનું બનાવી રહ્યાં છે. બધાને અલગ અલગ જવાબદારી સોંપી દેવાઈ છે.

આંદોલન કરનાર ખેડૂતો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આંદોલન કરનાર ખેડૂતો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ખેડૂતોને ટ્રેક્ટર-ટ્રોલીને જ પોતાનું ઘર બનાવી લીધું છે.
ખેડૂતોને ટ્રેક્ટર-ટ્રોલીને જ પોતાનું ઘર બનાવી લીધું છે.