તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Farmers' General Assembly And Left Activists Marching Towards Raj Bhavan In Support Of Farmers, Police Baton Charge

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પટનામાં બબાલ:ખેડૂતોના સમર્થનમાં રાજભવન તરફ વધી રહેલા ખેડૂત મહાસાભા અને ડાબેરી કાર્યકર્તાઓ, પોલીસનો લાઠીચાર્જ

પટના2 મહિનો પહેલા
ગાંધી મેદાન પર ભેગા થયેલા દેખાવકારો રાજભવન તરફ જવાની કોશિશ કરી રહ્યાં હતા. - Divya Bhaskar
ગાંધી મેદાન પર ભેગા થયેલા દેખાવકારો રાજભવન તરફ જવાની કોશિશ કરી રહ્યાં હતા.

ેખેડૂત આંદોલનના સમર્થનમાં પટનામાં કિસાન મહાસભા અને ડાબેરીઓ સાથે જોડાયેલા 10 હજાર કાર્યકર્તાઓ માર્ચ કાઢી રહ્યાં હતા. ગાંધી મેદાનથી રાજભવન તરફ નીકળેલા કાર્યકર્તાઓને પોલીસ ડાકબંગલા ચાર રસ્તાએ રોકી દીધા. અહીંથી રાજભવનનું અંતર લગભગ 4 કિમી છે. દેખાવકારોએ બેરીકેડ તોડીને રાજભવન તરફ આગળ વધવાની કોશિશ કરી રહ્યાં હતા. પોલીસે તેમને સમજાવ્યા પરંતુ ન માન્યા. એટલામાં પોલીસે અને તેમની વચ્ચે ધક્કામુક્કી થઈ હતી અને પોલીસે લાઠીચાર્જ કર્યો.

રાજભવન જવાની જિદ્દ પર અડ્યા
દેખાવકારો ડાકબંગલા ચાર રસ્તા પર જ ધારણા પર બેસી ગયા છે અને રાજભવન જવાની જિદ્દ પર અડ્યા છે. કૃષિ કાયદાની વિરુદ્ધ સતત નારેબાજી કરી રહ્યાં છે. અખિલ ભારતીય કિસાન મહાસભાના બિહાર પ્રદેશ સચિવ રામાધાર સિંહએ કહ્યું કે સરકાર વિરોધ પ્રદર્શનને ખત્મ કરવા માંગે છે. રાજભવન સુધી માર્ચ ન કરવા દેવી તે ખેડૂતો પર કરતો અન્યાય છે. અમે લોકો રાજભવન જઈને રાજ્યપાલને આવેદનપત્ર આપવા માંગીએ છીએ.

10 નંબર ગેટથી માર્ચ કાઢવાની હતી, પ્રશાસને ત્યાં લોક લગાવી દીધું
અખિલ ભારતીય કિસાન મહાસભાએ પહેલા કહ્યું હતું કે માર્ચ ગાંધી મેદાનના 1 નંબરના ગેટ પરથી કાઢવામાં આવશે, જોકે 10 નવેમ્બરે ગેટ પર પ્રશાસને તાળુ લગાવી દીધું. પ્રશાસનનું કહેવું છે કે ભીડ વધવાથી લોકોને અવર-જવરમાં મુશ્કેલી થઈ રહી હતી. આ વાતથી ગુસ્સે થઈ ગયેલા લોકો 6 નંબરના ગેટનું તાળું તોડીને ડાક બંગલ તરફ આગળ વધી ગયા.

નવો કૃષિ કાયદો રદ કરવાની માંગ
દેખાવકારો નવા કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ કર રહ્યાં છે. દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં તે માર્ચ કાઢવા માંગતા હતા. બબાલના કારણે ડાકબંગલા ચાર સસ્તા અને આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો. તેમાં લોકો ખૂબ હેરાન થયા.

બાકીઓ જિલ્લાઓમાંથી પણ ખેડૂતો પટના પહોંચ્યા
અખિલ ભારતીય કિસાન મહાસભાના બિહાર પ્રદેશ સચિવ રામાધાર સિંહે સોમવારે કહ્યું હતું કે રાજભવન માર્ચમાં ભાગલા પાડનાર ખેડૂતોનો પણ મોટો હિસ્સો સામેલ રહેશે. પૂર્ણિયા, અરરિયા, સીમાંચલના અન્ય જિલ્લા, ચંપારણ, સીવાન, ગોપાલગંજ સહિતના ઘણા જિલ્લાના ખેડૂતો સોમવારે જ પટના રવાના થઈ ગયા હતા. ભગત સિંહના પંજાબ અને સ્વામી સહજાનંદની ખેડૂત આંદોલનની ધરતી બિહારમાં ખેડૂતોની એકતા વધવા લાગે છે. આ કારણે ભાજપવાળા ખૂબ જ ડરી ગયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો