• Gujarati News
  • National
  • Farmers Protest: Andolan Delhi Burari LIVE Update | Haryana Punjab Farmers Delhi Chalo March Latest News Today 24 January

ખેડૂત આંદોલનનો 60મો દિવસ:ખેડૂત નેતાએ કહ્યું- હાલ 26 જાન્યુઆરીની ટ્રેક્ટર પરેડ પર ફોકસ, ત્યારપછી સ્ટ્રેટજી નક્કી કરીશું

નવી દિલ્હી9 મહિનો પહેલા
કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો 26 નવેમ્બરથી દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહ્યાં છે. ગાજીપુર બોર્ડરની આ તસવીર શનિવારે લેવાઈ હતી. - Divya Bhaskar
કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો 26 નવેમ્બરથી દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહ્યાં છે. ગાજીપુર બોર્ડરની આ તસવીર શનિવારે લેવાઈ હતી.

કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનને 2 મહિના થઈ ગયા છે. સરકાર સાથે 12મી વખતની વાતચીતમાં પણ કોઈ નિવેડો ન નીકળ્યા પછી ખેડૂત હવે 26 જાન્યુઆરીની ટ્રેક્ટર પરેડની તૈયારીઓમાં લાગી ગયા છે. ખેડૂત નેતા કાયદાની વાપસીની માંગ પર અડગ છે. તેમનું કહેવું છે કે હવે ટ્રેક્ટર પરેડ પછી આગામી સ્ટ્રેટજી નક્કી કરશે.

ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ નકાર્યો
સરકારે બુધવારે 11માં વખતની મીટિંગ ખેડૂતો સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો કે કૃષિ કાયદાને દોઢ વર્ષ સુધી હોલ્ડ કરી શકાય છે, પણ ખેડૂતો ન માન્યા. તેમણે શુક્રવારની મીટિંગમાં સરકારને પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે, કાયદા પાછા લેવા જોઈએ. સરકારે પણ કહી દીધું કે, અમારા પ્રસ્તાવ પર તમે નિર્ણય ન લઈ શકો. જ્યારે નિર્ણય કરી લો તો જણાવી દેજો, વાત કરી લેશું. પરંતુ હવે મીટિંગની કોઈ તારીખ નથી આપી રહ્યાં.

સરકારના પ્રસ્તાવ પર ફરીથી વિચાર, પણ સહમતી નહીં
સરકારના પ્રસ્તાવ પર ફરીથી વિચાર કરવા માટે ખેડૂત નેતાઓએ શનિવારે બેઠકો કરી, પણ એકમત ન થયો. ભારતીય ખેડૂત યૂનિયનના પ્રમુખ ગુરનામ સિંહ ચંઢૂનીએ કહ્યું કે, આંદોલનની શરૂઆતથી જ અમારી માંગ સ્પષ્ટ છે. અમે તો ત્રણેય કાયદાની વાપસી ઈચ્છીએ છીએ આનાથી ઓછા માટે અમે સમજૂતી નહીં કરીએ.

અન્ય સમાચારો પણ છે...