તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેક્ટર પરેડ હિંસા પર એક્શન:દિલ્હી પોલીસે લાલ કિલ્લા હિંસા મામલામાં આરોપી ઈકબાલ સિંહને અરેસ્ટ કર્યા, બે દિવસમાં બીજી ધરપકડ

નવી દિલ્હીએક મહિનો પહેલા
ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ઈકબાલ સિંહ પર 26 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાયેલી ટ્રેક્ટર પરેડ દરમિયાન ઉપદ્રવીઓને ઉશ્કેરવાનો આરોપ છે(ફાઈલ તસવીર). - Divya Bhaskar
ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ઈકબાલ સિંહ પર 26 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાયેલી ટ્રેક્ટર પરેડ દરમિયાન ઉપદ્રવીઓને ઉશ્કેરવાનો આરોપ છે(ફાઈલ તસવીર).

26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાના મામલામાં બુધવારે સતત બીજા દિવસે દિલ્હી પોલીસે કાર્યવાહી કરી. પોલીસે લાલ કિલ્લા અને અન્ય સ્થળ પર થયેલી હિંસાના એક આરોપી ઈકબાલ સિંહને અરેસ્ટ કર્યા છે. તેમની પર 50 હજાર રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. આ પહેલાં પોલીસે પંજાબી સિંગર દીપ સિદ્ધુની પણ ધરપકડ કરી હતી.

દીપ સિદ્ધુની પોલીસે કરનાલ બાયપાસથી ધરપકડ કરી હતી અને મંગળવાર સવારે ધરપકડની માહિતી આપી હતી. સિદ્ધુ પર લાલ કિલ્લામાં ઉપદ્રવીઓને ઉશ્કેરવાનો આરોપ છે. ઉપદ્રવીઓએ કિલ્લાના પ્રાચીર પર ધાર્મિક ધ્વજ લગાવ્યો હતો અને હિંસા પણ કરી હતી.

સિદ્ધુ અમેરિકાથી વીડિયો અપલોડ કરાવડાવી રહ્યો હતો
સિદ્ધુ લાલ કિલ્લાની ઘટના પછી ફરાર હતો, પણ તેમના ફેસબુક અકાઉન્ટ પર સતત વીડિયો અપલોડ થઈ રહ્યા હતા. ન્યૂઝ એજન્સીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિદ્ધુ કેલિફોર્નિયામાં પોતાની એક મહિલા મિત્રના કોન્ટેક્ટમાં હતા, જે એક અભિનેત્રી છે. આ ફ્રેન્ડ દ્વારા સિદ્ધુ ફેસબુક પર વીડિયો અપલોડ કરાવડાવી રહ્યા હતા, સાથે જ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે વારંવાર લોકેશન બદલી રહ્યા હતા. એટલા માટે સિદ્ધુની ભાળ આપવા માટે પોલીસે 1 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

સિદ્ધને કોર્ટે 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો. દિલ્હી પોલીસે 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પોલીસની દલીલ હતી કે સિદ્ધુ લાલ કિલ્લામાં હિંસા ઉશ્કેરવાના મુખ્ય આરોપીઓમાં સામેલ છે, પણ કોર્ટે એક સપ્તાહના જ રિમાન્ડ આપ્યા છે.

ખેડૂત આંદોલન 77 દિવસમાં 70 જીવ ગયા
સિંધુ બોર્ડર પર મંગળવારે એક ખેડૂતનું મોત થયું હતું. મૃતકનું નામ હરિંદર અને ઉંમર લગભગ 50 વર્ષ હતી. કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત 26 નવેમ્બરથી દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન અલગ અલગ કારણોથી 70 ખેડૂતનાં મોત થઈ ચૂક્યાં છે. અમુકે આપઘાત કરી લીધો તો અમુકનાં મોત બીમારીથી કે પછી ઠંડીને કારણે થયાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો