તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો 12 દિવસથી વિરોધ કરી રહ્યા છે. દરેકમાં એક સરખો ગુસ્સો છે, પણ તેને અલગ-અલગ રીતે વ્યક્ત કરી રહ્યા છે. સોમવારે અનેક જગ્યાએ ખેડૂતોએ તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો. UPના નોઈડામાં ખેડૂતોએ ભેંસ આગળ બીન વગાડ્યું તો દિલ્હી બોર્ડર પર એક ટાવર પર PM મોદીનું પુતળુ લગાવ્યું. પંજાબના જાલંધરમાં છોકરીઓએ માર્ચ કાઢી ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPC)એ ખેડૂતો માટે અમૃતસરમાં અકાલ તખ્ત પર અરદાસ કરી.
#WATCH | नोएडा: कृषि कानूनों के खिलाफ विरोध प्रदर्शन करते हुए एक व्यक्ति ने भैंस के आगे बीन बजाई। #FarmersProtest pic.twitter.com/h8PdluagHj
— ANI_HindiNews (@AHindinews) December 7, 2020
'જેથી PM અમારો સંઘર્ષ જોઈ શકે'
અમૃતસરથી સિંઘુ બોર્ડર પહોંચેલા વિરોધ પ્રદર્શનકારી અમરિંદર ગિલે એક ટાવર પર પ્રધાનમંત્રી મોદીનું પુતળુ લગાવ્યુ હતું. ગિલનું કહેવું છે કે વૃદ્ધો ઠંડીમાં બેસી તેમનો અવાજ સંભળાવવા ઈચ્છે છે. PMને આટલા બધા દિવસોથી અમારું પ્રદર્શન નજર આવી રહ્યું નથી. હવે તેમા પુતળાને લગાવ્યુ છે,જેથી તે જોઈ શકે કે ખેડૂત કેવી રીતે સંઘર્ષ કરી રહ્યા છે. અહીં ભાજપના સાંસદ હંસ રાજ હંસનું પુતળુ પણ લગાવવામાં આવ્યુ છે.
સિંધુ બોર્ડર પર કેટલાક યુવકો વિરોધ કરતા દેખાય છે. તેમણે પોતાના ટીશર્ટ પર લખ્યુ હતું કે અમે ખેડૂતો છીએ, આતંકવાદી નથી
જલંધરમાં છોકરીઓએ માર્ચ કાઢી હતી
જાલંધરના લાયલપુર ખાલસા વુમેન કોલેજની વિદ્યાર્થીઓએ ખેડૂતોના સમર્થનમાં એક માર્ચ કાઢી હતી. તેમણે હાથમાં બેનરો લઈ કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો.
સિંધુ બોર્ડર પર 400થી વધારે લોકોની તબિયત બગડી
સિંધુ બોર્ડર પર અત્યાર સુધીમાં 400 થી વધારે ખેડૂતોની તબિયત બગડી છે. તેમને તાવ, ઉધરસ, માથું દુખવાની ફરિયાદ કરી છે. અહીં અમૃતસરના શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ ત્રણ એમ્બ્યુલન્સ લગાવી છે. તેમાં ડોક્ટર અને અન્ય સ્ટાફ પણ ઉપસ્થિત છે. એક એમ્બ્યુલન્સ સિંધુ બોર્ડરથી બે કિલોમીટર દૂર લગાવવામાં આવી છે.
અત્યાર સુધીમાં તેના મારફતે આશરે 1000 ખેડૂતોની સારવાર કરવામાં આવી છે. જોકે, ડોક્ટરનું કહેવું છે કે તેમની તબિયત નજીવા પ્રમાણમાં ખરાબ હતી. કોરોનાના કોઈ લક્ષણ નથી. બોર્ડર પર દુકાનો લાગી
ખેડૂતોના આંદોલનને લીધે બોર્ડર પર કારોબાર પણ વધી રહ્યો છે. અહીં અનેક દુકાનો લગાવવામાં આવી રહી છે. અહીં ગ્લોવ્ઝ, માસ્ક અને ઠંડીથી બચવાની સામગ્રીનું વેચાણ થાય છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.