તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત બંધ:અમૃતસરમાં રેલવે ટ્રેક પર ખેડૂતોના ધરણા, દિલ્હીમાં ઘણા મેટ્રો સ્ટેશન બંધ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમૃતસરમાં રેલવે ટ્રેક પર ખેડૂતોના ધરણા - Divya Bhaskar
અમૃતસરમાં રેલવે ટ્રેક પર ખેડૂતોના ધરણા
  • નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ આજે ખેડૂત સંગઠનોનું ભારત બંધ
  • 12 કલાકના આ ભારત બંધ દરમિયાન સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દિલ્હીના ખુલ્લા વૈકલ્પિક રસ્તાઓ બંધ રહેશે

નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ આજે ખેડૂત સંગઠનોનું ભારત બંધ છે. 12 કલાકના આ ભારત બંધ દરમિયાન સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દિલ્હીના ખુલ્લા વૈકલ્પિક રસ્તાઓ બંધ રહેશે. ખેડૂત આંદોલનના 4 મહીના પુરા થવા પર ભારત બંધની જાેહારાત કરવામાં આવી છે. ખેડૂતો તરફથી દેખાવોને શાંતિપૂર્ણ રાખવાની અપીલ કરવામાં આવી છે.

ભારત બંધના કારણે ચાર મેટ્રો સ્ટેશન બંધ
ખેડીતોના ભારત બંધને જોતા દિલ્હી મેટ્રોએ ઘણા સ્ટેશનોને બંધ કરી દીધા છે. ટિકરી બોર્ડર, પંડિત શ્રીરામ શર્મા, બહાદુરગઢ સિટી અને બ્રિગેડિયર હોશિયાર સિંહ મેટ્રો સ્ટેશને બંધ કરવામાં આવ્યું છે.

અમૃતસરમાં ખેડૂતોએ જામ કર્યો રેલવે ટ્રેક
અમૃતસરમાં ખેડૂતોએ રેલવે ટ્રેક જામ કર્યો છે. અમૃતસરથી દિલ્હી રેલવે ટ્રેક પર કુલ 88 જગ્યાઓએ ખેડૂતો ધરણા પર બેઠે છે. સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કૃષિ કાયદાઓની વિરુદ્ધ આજે ખેડૂતોએ ભારત બંધ આપ્યું છે.

પંજાબમાં પણ દિવસ નીકળતાની સાથે જ ખેડૂતોએ તમામ નાના-મોટા રસ્તાઓ અને હાઈવે બંધ કરી દીધા.
પંજાબમાં પણ દિવસ નીકળતાની સાથે જ ખેડૂતોએ તમામ નાના-મોટા રસ્તાઓ અને હાઈવે બંધ કરી દીધા.

ભારત બંધની પંજાબ અને હરિયાણામાં જોવા મળી અસર
કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત સંગઠનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધની અસર હરિયાણા અને પંજાબમા સવારથી જોવા મળી રહી છે. હરિયાણામાં તમામ મોટા રસ્તાઓ પર ખેડૂતોએ સવારથી જ પોતાના ટ્રેક્ટર જગ્યાએ જગ્યાએ ઉભા કરીને વિવિધ જગ્યાઓને જામ કરી દીધી છે. બીજી તરફ પંજાબમાં પણ દિવસ નીકળતાની સાથે જ ખેડૂતોએ તમામ નાના-મોટા રસ્તાઓ અને હાઈવે બંધ કરી દીધા છે. મોહાલીમાં પોલીસે પણ ઘણી જગ્યાએ બેરેકેડિંગ કરીને ટ્રાફિકને ડાઈવર્ટ કરવાની કોશિશ કરી છે કારણ કે અહીં ખેડૂતો ધરણા પર બેસી ગયા છે.

હોળીના ગીતો પર ડાન્સ કરી રહ્યાં છે ખેડૂતો
ગાજીપુર બોર્ડર પર ભારત બંધ દરમિયાન ખેડૂતોના દેખાવો ચાલુ છે. બીજી તરફ રસ્તાઓ પર ખેડૂતો હોળીના ગીતો પર ડાન્સ કરી રહ્યાં છે. ગાજીપુર બોર્ડર સિવાય દિલ્હીની અલગ-અલગ બોર્ડર પર ખેડૂતોના દેખાવો ચાલુ છે. ખેડૂત આંદોલનને આજે ચાર મહિના પુરા થયા છે.

ભારત બંધની દિલ્હી પર થશે આ અસર
દિલ્હીની જે સીમાઓ પર ખેડૂતોના ધરણા ચાલુ છે, તે રસ્તાઓ પહેલેથી જ બંધ છે. આ દરમિયાન વૈકલ્પિક રસ્તાઓ ખોલવામાં આવ્યા હતા. આજના ભારત બંધ દરમિયાન સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આ વૈકલ્પિક રસ્તાઓને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. કિસાન સંયુક્ત મોર્ચાના નેતા બલબીર સિંહ રાજવાલે કહ્યું કે રોડ અને રેલ ટ્રાન્સપોર્ટને બ્લોક કરવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે બજાર પણ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો