તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Farmers' Organization Reaches Bengal Behind BJP, To Hold Mahapanchayats In Singur And Asansol Today

બંગાળના રાજકારણમાં ખેડૂત આંદોલન:ભાજપની પાછળ-પાછળ બંગાળ પહોંચ્યું ખેડૂત સંગઠન, આજે સિંગુર અને આસનસોલમાં મહાપંચાયત કરશે

કોલકાતા3 મહિનો પહેલા
ખેડૂત નેતા રાકેશ ટિકૈત શનિવારે ભવાનીપોરામાં કહ્યું હતું કે આપ કોઈપણ પાર્ટીને મત આપજો પણ ભાજપને મત ન આપો.
  • ખેડૂતોએ સિંગુર અને આસનસોલમાં મહાપંચાયતનું આયોજન કર્યું છે

ભાજપની પાછળ-પાછળ ખેડૂત આંદોલન પણ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પહોંચી ગયું છે. આ જોતા રવિવારે ખેડૂતોએ સિંગુર અને આસનસોલમાં મહાપંચાયતનું આયોજન કર્યું છે. તેમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત તેમાં સામેલ થશે. આ પહેલા શનિવારે ભવાનીપોરા અને નંદીગ્રામમાં ખેડૂત મહાપંચાયત યોજાઇ હતી. ટિકૈત ઉપરાંત યોગેન્દ્ર યાદવ અને બલવીર રાજેવાલા સહિતના અનેક ખેડૂત નેતાઓ આ મહાપંચાયતોમાં હાજર રહ્યા હતા.

ભાજપને મત ન આપો : ટિકૈત
ભવાનીપુરાની મહાપંચાયતમાં ટિકૈતે કહ્યું હતું કે તમે કોઈ પણ પક્ષને મત આપો પણ ભાજપને મત ન આપો. આખી સરકાર દિલ્હી છોડીને બંગાળમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. એટલા માટે અમારા બધા નેતાઓ પણ અહીં પહોંચ્યા છે. સરકાર ખેડૂતો સાથે વાત કરી રહી નથી. અમે વધુ 8 મહિના આંદોલન ચલાવવા માટે તૈયાર છીએ. કૃષિ કાયદા પાછા નહીં લેવામાં આવે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું.

અમારો હેતુ ભાજપને પાઠ ભણાવવાનો છે: યોગેન્દ્ર
સંયુક્ત કિસાન મોરચાના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે અમે કોઈ પાર્ટીને સમર્થન આપી રહ્યા નથી કે લોકોને કોઈ પણ ખાસ પક્ષને મત આપવા કહી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ ભાજપને પાઠ ભણાવવાનો છે. અમારી વાત સરકારના કાન સુધી પહોંચાડવા માટે આગામી ચૂંટણીઓમાં તેમને નુકસાન પહોંચાડવામાં આવે તે જરૂરી છે. રવિવારે પણ સિંગુર અને આસનસોલમાં ખેડૂતોએ મહાપંચાયતનું આયોજન કર્યું છે.

તામિલનાડુ : ડીએમકેનો મેનિફેસ્ટો, 75% નોકરીઓ સ્થાનિક લોકોને
તામિલનાડુની મુખ્ય વિપક્ષી પાર્ટી ડીએમકેએ શનિવારે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. મેનિફેસ્ટોમાં 75% નોકરીઓ રાજ્યના લોકોને આપવા માટેનું વચન આપવામાં આવ્યું હતું. આ સાથે જ, વિદ્યાર્થીઓને ડેટા કાર્ડ સાથે ફ્રી કમ્પ્યુટર ટેબલેટ આપવાની પણ વાત કરી હતી. એક લાખ લોકો માટે મોટા હિન્દુ મંદિરોના દર્શન કરવા માટે 25 હજાર રૂપિયાની સહાયતા આપવામાં આવશે. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડા સાથે નીટ પર પ્રતિબંધ લગાવવાનું વચન આપવામાં આવ્યું છે. અન્નાદ્રમુકની ગોલ્ડ લોન માફીથી દબાણમાં આવેલી ડીએમકે એ હવે સ્થાનિકતાનો દાવ રમ્યો છે. પાર્ટી સ્થાનિક મહિલાઓ માટે રૂ.1000 આપવાની વાત પણ કરી ચૂકી છે.

આસામ : ભાજપમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય શિલાદિત્ય પરત આવ્યા
આસામ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળવા બાબતને લઈને નારાજ થઈને ભાજપ છોડનાર ધારાસભ્ય શિલાદિત્ય દેવને પાર્ટીના નેતાઓએ મનાવી લીધા છે. જો કે હજી અન્ય એક ધારાસભ્ય દિલીપકુમાર પોલ અપક્ષમાથી ચૂંટણી લડવાના પોતાના નિર્ણય પર કાયમ છે. હજોઈ બેઠક પરથી ભાજપ ધારાસભ્ય શિલાદિત્ય દેવ સાથે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ દિલીપ સૈકિયા અને આસામના મંત્રી હિમંત બિશ્વશર્માએ મુલાકાત કરી હતી. ત્યાર બાદ દેવે ચૂંટણી નહીં લડવા નિર્ણય લીધો હતો. દેવ અને પોલ તે 12 ધારાસભ્યોમાં સામેલ છે, જેમને પાર્ટીએ નવા ચહેરાઓને તક આપવા માટે ટિકિટ આપી નથી.

ઇજાગ્રસ્ત મમતા 15 માર્ચથી ફરી શરૂ કરશે જાહેરસભાઓ

  • સૂત્રો મુજબ મમતા 15 માર્ચથી જાહેરસભાની શરૂઆત કરશે. તેઓ 15 માર્ચથી પુરુલિયા, 16 માર્ચે બાંકુડા અને 17 માર્ચે ઝારગ્રામમાં રેલી કરશે. ગૃહ મંત્રી અમિત શાહ રવિવારથી બે દિવસના પ્રવાસે આસામ અનેપશ્ચિમ બંગાળ જશે.
  • કોંગ્રેસે ત્રણેય તબક્કાની વિધાનસભાની ચૂંટણી માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. બંગાળની જેમ, યાદીમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, સાંસદ મનીષ તિવારી અને આનંદ શર્માનું નામ સામેલ નથી.