તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Farmers Installed Western Toilets And CCTV Cameras At The Border; Ready To Grow Vegetables Too, The Farmers Said We Will Live Well Now That We Have To Stay Here

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીકરી બોર્ડરથી રિપોર્ટ:ખેડૂતોએ બોર્ડર પર વેસ્ટર્ન ટોઇલેટ અને CCTV કેમેરા લગાવ્યાં; શાકભાજી પણ ઉગાડવાની તૈયારી, ખેડૂતોએ કહ્યું- જ્યારે હવે અહીં જ રહેવાનું છે તો સારી રીતે રહીશું

નવી દિલ્હી12 દિવસ પહેલાલેખક: પૂનમ કૌશલ
  • કૉપી લિંક
તસવીર ટીકરી સરહદની છે. ખેડૂતો હવે પાક્કાં નિર્માણની તૈયારી કરી રહ્યા છે. કેમ્પમાં ઘરની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. - Divya Bhaskar
તસવીર ટીકરી સરહદની છે. ખેડૂતો હવે પાક્કાં નિર્માણની તૈયારી કરી રહ્યા છે. કેમ્પમાં ઘરની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

ટીકરી બોર્ડર પરના કેમ્પમાં રોટલી બનાવી રહેલી શાંતિ, જે હવે તેની સલામતી અને સુવિધાને લઈને નિશ્ચિત થઈ છે. હવે તેઓ જે શિબિરમાં છે એમાં કાયમી શૌચાલય, ગિઝર લગાવેલું બાથરૂમ, CCTV કેમેરા અને સબમર્સિબલ પમ્પ છે. ત્રણે કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને અત્યારસુધીમાં અઢી મહિનાથી વધુનો સમય લાગ્યો છે. ન તો સરકાર પીછેહઠ કરવા તૈયાર છે કે ન તો આંદોલનકારી ખેડૂતો. બંને વચ્ચે રસાકશી ચાલી રહી છે. આ બધાની વચ્ચે હવે સરહદ પર ખેડૂતોનું પાક્કું નિર્માણકાર્ય જોવા મળી રહ્યું છે, જેમાં ઘરની તમામ સુવિધાઓ જોવા મળી રહી છે.

શાંતિ કહે છે, 'પહેલાં અમને વોશરૂમમાં જવામાં તકલીફ પડતી હતી, ટોઇલેટ જવું ન પડે એ માટે અમે દિવસભર પાણી પીતા નહોતા. હવે અમારા માટે એક પાક્કું શૌચાલય બનાવવામાં આવ્યું છે, હવે આપણને કોઈ ટેન્શન નથી. આ શિબિરનું સંચાલન કરી રહેલા જગરૂપ સિંહ કહે છે, 'અમે મહિલાઓને રહેવા માટે એક શેડ પણ બનાવ્યો છે. વોશરૂમની સુવિધા મળવાથી મહિલાઓ મુશ્કેલી વિના રહી શકશે. આ કેમ્પમાં પાણી માટે સબમર્સિબલ પમ્પ પણ લગાવવામાં આવ્યા છે અને શૌચાલય માટે પાકી ગટર પણ બનાવવામાં આવી છે. નજીકના ટ્રાન્સફોર્મરો પાસેથી વીજળી લેવામાં આવી રહી છે.

ખેડૂતોએ હવે તેમના કેમ્પમાં શૌચાલયની વ્યવસ્થા કરી છે. વોશરૂમમાં ગિઝર અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યાં છે.
ખેડૂતોએ હવે તેમના કેમ્પમાં શૌચાલયની વ્યવસ્થા કરી છે. વોશરૂમમાં ગિઝર અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યાં છે.

કેમ્પ-સંચાલક મનજોત સિંહ જણાવે છે, પંપ અને ટોઇલેટ પર લગભગ એક લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. હવે આગામી સમયમાં ગરમીને ધ્યાનમાં રાખીને અમે ટિમ શેડ લગાવવા અને કૂલર લગાવવાની પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ, જેમાં ત્રણથી ચાર લાખ રૂપિયા સુધીનો વધુ ખર્ચ આવી શકે છે. મનજોત કહે છે, 'અમે CCTV કેમેરા પણ લગાવ્યા છે, જેનું મોબાઈલથી મોનિટરિંગ થાય છે. જો ક્યારેક પોલીસ આવે છે તો અમારી પાસે વીડિયો ઉપલબ્ધ રહેશે. અમે બેકઅપ પણ સાચવી શકીએ છીએ.'

જગરૂપના જણાવ્યા મુજબ, એક લોન પણ બનાવવામાં આવી રહી છે, જેથી ખેડૂતો નિરાંતે બેસી શકે. આ ઉપરાંત પાણીને સાફ કરવા માટે ફિલ્ટર્સ પણ લગાવવામાં આવી રહ્યા છે. જગરૂપ કહે છે, 'અમે અહીં વધુ સમય સુધી ટકી રહેવાની તૈયારી કરી રહ્યા છીએ. અમારી પાસે બેસી રહેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અમારે ભલે અહીં ઘણાં વર્ષો સુધી બેસવું પડે, પણ અમે પીછેહઠ કરીશું નહીં. ઉપયોગમાં લેવામાં આવેલ ાપાણી માટે નજીકમાં વીસ ફૂટ ઊંડો ખાડો પણ ખોદવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં જ આવાં પાક્કાં શૌચાલયો પણ બનાવવામાં આવશે.

શૌચાલય બનાવવા માટે ખેડૂતો બધે ખાડા ખોદી રહ્યા છે. ગટર માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
શૌચાલય બનાવવા માટે ખેડૂતો બધે ખાડા ખોદી રહ્યા છે. ગટર માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

પરંતુ આ માટે રૂપિયા ક્યાંથી આવી રહ્યા છે? ખેડૂતનેતાઓએ આ પ્રશ્ને કહ્યું છે કે અમે હજી સુધી કોઈ યોજના હેઠળ આવાં નક્કર બાંધકામો કર્યાં નથી. આ નેતાઓ કહે છે કે સંયુક્ત મોરચામાં સામેલ વિવિધ સંસ્થાઓ તેમના સ્તરે કેટલાંક પાક્કાં બાંધકામોનું નિર્માણ કરાવી રહ્યા છે. કેટલાક લોકો ખાનગીમાં મદદ કરી રહ્યા છે. ટીકરી સિવાય સિંધુ સરહદ પર આ પ્રકારનાં પાક્કાં નિર્માણ પણ બનાવવામાં આવી રહ્યાં છે, પરંતુ હાલમાં એની સંખ્યા ઓછી છે અને મોટા ભાગના કોઈના અંગત પ્રયત્નો દ્વારા કરવામાં આવે છે.

અમે પણ અહીં રહીશું, ભલે વધુ રોકાવું પડે
નજીકમાં ચાના લંગર ચલાવનારા સતપાલસિંહના જૂથે હવે ટિન મૂકીને સિમેન્ટ ઇંટોથી દીવાલ પણ બનાવી લીધી છે. તેઓ કહે છે, 'વરસાદમાં લંગરનો સમાન પલળી ગયો હતો તો લોકોના સહકારથી અમે પાકકું નિર્માણ કરી લીધું. હવે તો શિયાળો પસાર થઈ ગયો છે, હવે અમે ઉનાળાની તૈયારી કરી રહ્યા છીએ. ઉનાળો અને વરસાદ બધું અહીં જ વીતશે. 'તેઓ કહે છે, 'અમે આ બાંધકામમાં એક લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. અમને આ પાકી ઈંટો દાનમાં મળી છે. અમને સમાજનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. આંદોલન હજી લાંબું ચાલવા બાબતે તેઓ કહે છે, 'અમે અહીંથી નિરાશ પાછા ફરીશું નહીં, સરકાર વિચારી હોઈ છે કે પાક કાપણીનો સમય નજીક આવે રહ્યો છે, ખેડૂતો પાછા ફરી જશે, પરંતુ અમે પરત ફરીશું નહીં. અમે અહીં જ રહીશું, ભલે ગમે એટલો સમય રહેવું પડે.

ખેડૂતોએ તેમના કેમ્પમાં ઘર જેવી બધી સુવિધાઓ વિકસાવી છે. તેમની પાસે CCTV પણ લગાવ્યા છે અને સતત દેખરેખ રાખી રહ્યા છે.
ખેડૂતોએ તેમના કેમ્પમાં ઘર જેવી બધી સુવિધાઓ વિકસાવી છે. તેમની પાસે CCTV પણ લગાવ્યા છે અને સતત દેખરેખ રાખી રહ્યા છે.

ટીકરી બોર્ડર પર ટ્રોલીઓ પહેલાં કરતાં વધુ વ્યવસ્થિત જોવા મળે છે. અહીં રોહતક બાયપાસ કિનારે ખાલી પડેલી જમીન પર ખેડૂતો પાર્ક બનાવી રહ્યા છે. જમીન સાફ કરીને માટી નાખવામાં આવી છે. ફૂલ છોડ, લીલું ઘાસ અને ખુરશીઓ લગાવી દેવામાં આવ્યાં છે. આરામદાયક ખુરશીઓ પર બેસીને ચર્ચા કરી રહેલા ખેડૂત કહે છે, હવે જ્યારે અહીં જ રહેવાનું છે તો સારી રીતે જ રહીશું. ખાલી જમીન પર શાકભાજી અને ફૂલો વાવીશું.

મોગાથી આવેલા ઘોલિયા ખુર્દ ગામના સરપંચે ટીકરી બોર્ડર પરની જમીન સાફ કરીને કિસાન હવેલી બનાવી છે, જે ખૂબ પ્રખ્યાત થઈ રહી છે. અહીં રસ્તાની બાજુની સીડીઓ બનાવીને ફૂલોના છોડનું કુંડાઓમાં વાવેતર કરવામાં આવે છે. લીલા ઘાસની લોન બનાવવામાં આવી છે અને એડવેન્ચર ટેન્ટ પણ લગાવવામાં આવ્યા છે. આંદોલનમાં સામેલ યુવાઓ અહીંથી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.

ખેડૂતોએ ટીકરી બોર્ડર પર લીલા ઘાસની લોન લગાવી છે. અહીં વિવિધ ફૂલોના કુંડાઓ પણ લગાવવામાં આવ્યા છે.
ખેડૂતોએ ટીકરી બોર્ડર પર લીલા ઘાસની લોન લગાવી છે. અહીં વિવિધ ફૂલોના કુંડાઓ પણ લગાવવામાં આવ્યા છે.

ગુરસેવક કહે છે, 'જરૂરિયાત ઊભી થતાં સુવિધાઓ વિકસિત થશે. જરૂરિયાત એ જ આવિષ્કારની માતા છે. ' તે કહે છે, 'ખેડૂતો માટીમાંથી સોનું ઉગાડવાની શક્તિ ધરાવે છે. હવે જો અમારે અહીં જ રહેવાનું છે, તો અમે સારી રીતે જ રહીશું. અમે એક પાર્ક બનાવી રહ્યા છીએ. વોલીબોલ કોર્ટ પણ બનાવી રહ્યા છીએ. તેઓ કહે છે, 'તેઓ ઉનાળા માટે કપડાંનો તંબુ મૂકી રહ્યા છે. સો કે બસો લોકો આવે છે તો તેમના રોકાવાની સંપૂર્ણ વ્યવસ્થા છે. ઘરમાં જે પણ સુવિધાઓ મળે છે એ બધી જ કિસાન હવેલીમાં મળશે.'

આંદોલન કેટલો સમય ચાલશે એ પ્રશ્નના મુદ્દે તેઓ કહે છે, 'જ્યાં સુધી સરકાર ઇચ્છે ત્યાં સુધી. અમારી પાસે અહીં બેસવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. સત્યની જીત માટે અમારે શાંતિ અને ધીરજથી બેસવું જ પડશે. અમે બસ અહીં જ બેસી રહીશું. આપણે કોઈપણ સંજોગોમાં નિરાશ થવાની જરૂર નથી. જો અહીં રોકાવાની વ્યવસ્થા સારી રહેશે તો લોકો ખુશ રહેશે.'

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો