તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Farmers In Nashik Throw Road Tomatoes In Protest; Farmers Are Upset That Tomatoes Are Not Getting The Right Price

ખેડૂતોનો વિરોધ:કિલોનો ભાવ 2થી 3 રૂપિયા થઈ જતા નાસિકમાં ખેડૂતોએ ટામેટા રસ્તા ફેંકી દીધા; વાઈરલ થયો વીડિયો

નાસિક23 દિવસ પહેલા
ટામેટાના યોગ્ય ભાવ ન મળતા મહારાષ્ટ્રના ખેડૂતોએ ટામેટાની માળા પહેરીને રસ્તા પર ટામેટાં ફેંકીને વિરોધ પ્રદર્શન કર્યું .
  • ટામેટાનો પ્રતિ કિલો 2-3 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતો નારાજ
  • નાગપુર-મુંબઈ હાઇવે પર મોટા પ્રમાણમાં ટામેટા રસ્તા પર ફેંકી વિરોધ વ્યક્ત કર્યો

નાસિકમાં ટામેટા પ્રતિ કિલો 2-3 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતોએ નારાજ થઈને રસ્તા પર ટામેટા ફેંકી દીધા હતા. જ્યારે, ઔરંગાબાદ જિલ્લાના ખેડૂતોએ જથ્થાબંધ વેપારીઓ દ્વારા ટામેટાની નીચા દરે ખરીદીના વિરોધમાં નાગપુર-મુંબઈ હાઇવે પર મોટા પ્રમાણમાં ટામેટા રસ્તા પર ફેંકી વિરોધ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ જથ્થાબંધ વેપારીઓ પાસેથી વધુ ખરીદ કિંમતની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકીને કર્યો વિરોધ
ટામેટાનો યોગ્ય ભાવ ન મળવાને કારણે ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોનો આં રોષ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના ખેડૂતોએ ટામેટાની માળા પહેરીને રસ્તા પર ટામેટાં ફેંકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે રાજ્ય સરકારે આ બાબત પર ધ્યાન આપવું જોઈએ અને જો ભાવ વધુ નીચે આવે તો સરકારે નુકસાનની ભરપાઈ કરવી જોઈએ.

મહારાષ્ટ્રમાં ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. અહીં ખેડૂતોને શાકભાજીનો યોગ્ય ભાવ મળતો નથી. ઔરંગાબાદ બાદ હવે નાસિકમાં ટામેટાના ભાવ બાબતે ખેડૂતોની પીડા સામે આવી છે. યોગ્ય ભાવ ન મળવાને કારણે પરેશાન ખેડૂતે ટામેટાંથી ભરેલા કેરેટને રસ્તા પર ફેંકી દીધા હતા.નાસિકમાં યુવાન ખેડૂત આદિત્ય જાધવે ટામેટાના યોગ્ય ભાવ ન મળવાને કારણે નારાજ થઈને ટામેટા રસ્તાની વચ્ચે ફેંકી દીધા હતા.

ટામેટાનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની નારાજગી
નાસિકમાં રસ્તા પર ટામેટા ફેંકી દેનાર ખેડૂત આદિત્ય જાદવ કહે છે કે તેમણે ટામેટાના પાકનું ઉત્પાદન કરવા માટે એક લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જ્યારે બજારમાં કિલો દીઠ ટામેટાનો ભાવ માત્ર 2 થી 3 રૂપિયા જ મળી રહ્યો છે. હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે ટામેટાના પાકના ખર્ચના રૂપિયા પણ મળી રહ્યા નથી. બધો જ નફો વચેટિયાઓ મેળવી રહ્યા છે. જ્યારે માર્કેટમાં આ જ ટામેટા ગ્રાહકોને 15 થી લઈને 20 રૂપિયા સુધીના ભાવે વેચવામાં આવી રહ્યા હોય છે.

યોગ્ય ભાવ ન મળવાને કારણે પરેશાન ખેડૂતે ટામેટાંથી ભરેલા કેરેટને રસ્તા પર ફેંકી દીધા હતા.
યોગ્ય ભાવ ન મળવાને કારણે પરેશાન ખેડૂતે ટામેટાંથી ભરેલા કેરેટને રસ્તા પર ફેંકી દીધા હતા.

લાખો રૂપિયાના ખર્ચે ટામેટાના પાકનું વાવેતર કરતાં ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળી રહ્યા નથી અને જથ્થાબંધ વેપારી અને રિટેલર ખેડૂતોની મહેનત પર માલામાલ થઈ રહ્યા છે. ખેડૂતોને ટામેટાનો એટલો નીચો ભાવ મળી રહ્યો છે કે તે ટામેટાને બજારમાં લઈ જવાને બદલે તેને રસ્તા પર ફેંકવાનું યોગ્ય સમજી રહ્યાં છે.

ટામેટાનો ભાવ મળતા ખેડૂતોએ નારાજ થઈને રસ્તા પર ટામેટા ફેંકી દીધા હતા.
ટામેટાનો ભાવ મળતા ખેડૂતોએ નારાજ થઈને રસ્તા પર ટામેટા ફેંકી દીધા હતા.

ખેડૂત નેતાએ શું કહ્યું?
મહારાષ્ટ્રના ખેડૂત નેતા અજિત નવલેએ જણાવ્યુ હતું કે મહારાષ્ટ્રના ટામેટાનો પાક લેતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ટામેટાના ભાવ આટલા નીચે આવી ગયા છે કે ખેડૂતે તેને બજારમાં લઈ જવા માટેની પણ મુશ્કેલીઓ પડી રહી છે. રાજ્ય સરકાર અને વિપક્ષને ચેતવણી આપતા નવલેએ કહ્યું હતું કે સરકાર અને વિપક્ષ બંને ખેડૂતોની મુશ્કેલીઓ પર ધ્યાન આપી રહ્યા નથી. જો પાકના નીચા ભાવ મળવાથી ખેડૂતોની મુશ્કેલીઓ પર ધ્યાન આપવામાં આવશે નહીં તો ખેડૂત મહાસભા ઉગ્ર આંદોલન કરશે

આ વર્ષે રાજયમાં ટામેટાના પાકનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થયેલું જોવા મળ્યું છે, પરંતુ બજારમાં ખેડૂતોને ટામેટાના યોગ્ય ભાવ મળી રહ્યા નથી. વેપારીઓ ખેડૂતો પાસેથી ટામેટાની ખરીદી પ્રતિ કિલો માત્ર 2-3 રૂપિયાના ભાવે ખરીદી કરી રહ્યા છે. જ્યારે વેપારીઓ પોતાના ગ્રાહકોને ઊંચા ભાવે વેચે છે. આં કારણે ખેડૂતો અને ગ્રાહકો બંનેને નુકશાન થઈ રહ્યું છે.