તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન:ખેડૂતોએ ‘પઘડી સંભાલ દિવસ’ મનાવ્યો

કુંડલી7 દિવસ પહેલાલેખક: જિતેન્દ્ર બૂરા
 • કૉપી લિંક
 • કાર્યક્રમમાં ખેડૂતો વચ્ચે શહીદ ભગત સિંહના પરિવારજનો પણ હાજર રહ્યા
 • આજે દમનવિરોધી, 26મીએ યુવા ખેડૂત, 27મીએ શ્રમિક ખેડૂત દિવસ મનાવાશે
 • કુંડલી બોર્ડર પર વૃદ્ધોએ યુવાનોને પાઘડી, સફેદ ખંડકા બાંધતા શીખવ્યું

ખેડૂત આંદોલન વચ્ચે કુંડલી બોર્ડર પર મંગળવારે શહીદ ભગતસિંહના કાકા સરદાર અજિતસિંહનો જન્મદિન ‘પઘડી સંભાલ દિવસ’ તરીકે મનાવાયો. મંચ પર અજિતસિંહ તથા સ્વામી સહજાનંદ સરસ્વતીની તસવીરોને ખેડૂત નેતાઓએ પુષ્પાંજલિ આપી. દેખાવોમાં જોડાયેલા ખેડૂતોએ તેમના પ્રદેશ પ્રમાણે પાઘડી પહેરી. શહીદ ભગતસિંહના ભત્રીજા અભય સિંહ સંધૂને પણ પાઘડી બાંધવામાં આવી.

તેમને સંયુક્ત કિસાન મોરચાના મંચ પર સન્માનિત કરાયા. પઘડી સંભાલ દિવસ પર પંજાબના ખેડૂતો લાલ, લીલી અને પીળી પાઘડીમાં દેખાયા જ્યારે હરિયાણાના ખેડૂતોએ તેમની પ્રાચીન સંસ્કૃતિ મુજબ સફેદ રંગનો ‘ખંડકા’ બાંધ્યો. હરિયાણાના વૃદ્ધોએ યુવાનોને ખંડકા બાંધતા શીખવ્યું. યુવાનોએ પણ સફેદ ખંડકા બાંધીને દેખાવો કર્યા. પંજાબની મોટાભાગની મહિલાઓ લીલી ઓઢણીમાં દેખાઇ. ખેડૂત નેતા મંજીત રાયે કહ્યું કે અજિતસિંહ દેશના ખેડૂતો માટે લડ્યા, દેશ માટે શહીદ થયા. તેમની જયંતી પર પઘડી સંભાલ દિવસ મનાવાયો. ખેડૂતોએ આંદોલનના બીજા તબક્કાની રણનીતિ પણ ઘડી.
અંગ્રેજો વિરુદ્ધ અજિત સિંહે પઘડી સંભાલ જટ્ટા શરૂ કર્યું હતું
1907માં અંગ્રેજ સરકાર 3 ખેડૂતવિરોધી કાયદા લાવી હતી. તે વખતે ભગત સિંહના કાકા અજિતસિંહે પઘડી સંભાલ જટ્ટા આંદોલન શરૂ કર્યું. ભારે વિરોધના પગલે અંગ્રેજોએ તે કાયદા પાછા ખેંચવા પડ્યા હતા. એ સમયે બધા રંગબેરંગી પાઘડીમાં જોવા મળતા. મહિલાઓ પીળા દુપટ્ટા સાથે આંદોલનમાં જોડાઇ હતી. મંગળવારે 114 વર્ષ બાદ ફરી 3 કાયદા વિરુદ્ધ ખેડૂતો તે જ રંગમાં જોવા મળ્યા.

ગોવર્ધન પર્વત બચાવી રાખજો, ક્યાંક સરકાર વેચી ન દે : પ્રિયંકા
કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાએ મંગળવારે મથુરાના પાલીખેડા મેદાનમાં ખેડૂત મહાપંચાયતને સંબોધતાં કહ્યું કે, ‘ગોવર્ધન પર્વતનું ધ્યાન રાખજો, કાલનું કંઇ નક્કી નહીં. ક્યાંક તેને વેચવાનો પ્રયાસ ન થવા લાગે. મથુરાની ધરતી અહંકારને તોડે છે.’\

મુઝફ્ફરનગર: મહાપંચાયતથી માહોલ ગરમાયો, હવે પંચાયત નહીં
ખેડૂત આંદોલનના પગલે યુપીના મુઝફ્ફરનગરમાં જાટ રાજકારણ પણ ગરમાયું છે. ભાજપના અને બિનભાજપ સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ શરૂ થઇ ગયું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી સંજીવ બાલિયાનનો બે દિવસ અગાઉ ભૈંસવાલ ગામમાં વિરોધ થયો. બીજા દિવસે સૌરમ ગામમાં તેમની હાજરીમાં સમર્થકો અને વિરોધીઓ વચ્ચે મારામારી સ્થિતિની તંગદિલી દર્શાવવા માટે પૂરતી છે. તંગદિલી ઘટાડવા, ઘર્ષણ ટાળવા અને સમગ્ર ધ્યાન ખેડૂત આંદોલન પર કેન્દ્રિત કરવાના હેતુથી હવે કોઇ પંચાયત ન યોજવાનું નક્કી કરાયું છે. 26મીએ સોરમમાં મળનારી મહાપંચાયત પણ મોકૂફ રખાઇ છે.

જોકે, સતત જારી પંચાયતોમાંથી ઊઠતા સત્તાવિરોધી સૂરે ગામડાંમાં ભાજપ માટે પ્રતિકૂળ માહોલ બનાવી દીધો છે. ગયા અઠવાડિયે નરેશ ટિકૈતે પંચાયતમાં કહ્યું હતું કે, ‘ખેડૂતો ભાજપના નેતાઓનો બહિષ્કાર કરે. તેમને સારા-નરસા પ્રસંગોમાં ન બોલાવે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો