તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Farmers Break Barricades In Haryana's Panchkula, Thousands March To Governor's House To Issue Memoranda Against Agricultural Laws

ખેડૂત આંદોલને ફરી જોર પકડ્યું:ચંડીગઢમાં 7 કિલોમીટર સુધી ઘૂસ્યા પંજાબ-હરિયાણાના હજારો ખેડૂતો, બેરિકેડ્સ તોડતાં પોલીસે વોટર કેનનનો મારો કર્યો

ચંડીગઢ3 મહિનો પહેલા

મહિનાઓથી દિલ્હીની બોર્ડરને ઘેરીને બેઠેલા ખેડૂતોએ શનિવારે આંદોલન વેગવંતું બનાવવાના પ્રયાસો કર્યા હતા. સમગ્ર પંજાબથી હજારો ખેડૂતો મોહાલીના રસ્તે ચંડીગઢ પહોંચ્યા તો હરિયાણાના ખેડૂતોએ પંચકૂલાના રસ્તેથી ચંડીગઢમાં પ્રવેશ કર્યો. એ બાદ આંદોલનની શરૂઆત થઈ. આંદોલન કરતા ખેડૂતો ચંડીગઢના લગભગ 6થી 7 કિલોમીટર અંદર ઘૂસી ગયા, જોકે રાજભવનની પાસે પોલીસે તેમને રોકી દીધા.

ખેડૂતોએ ગવર્નરના નામનું મેમોરેન્ડમ ડીસીને આપ્યું અને ત્યાંથી પરત ફરી ગયા. ખેડૂતોના સંયુક્ત મોરચાએ કહ્યું હતું કે તેમની કૂચ શાંતિપૂર્ણ રહેશે, પરંતુ અનેક જગ્યાએ ખેડૂતોએ બેરિકેડ્સ તોડ્યાં. ત્યારે આ ખેડૂતોને રોકવા પોલીસે તેમના પર વોટર કેનનનો મારો કર્યો. આ દરમિયાન પ્રદર્શન કરી રહેલા કેટલાક ખેડૂતો ઘાયલ પણ થયા હતા.

7 મહિનાથી વડાપ્રધાન અમારી વાત નથી સાંભળતાઃ કિસાન મોરચા
ખેડૂતોએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાને પાસ કરી દીધા છે. એને હટાવવા માટે વડાપ્રધાન અને મંત્રીઓને છેલ્લા 7 મહિનાથી વધુ સમયથી કહેવામાં આવે છે, પરંતુ કોઈ વાત સાંભળતું જ નથી. ખેડૂતોએ કહ્યું હતું કે સરકારે ઝડપથી આ ત્રણેય કાયદાઓને રદ કરવા જોઈએ, નહીંતર આ પ્રકારનાં જ પ્રદર્શનો યથાવત્ રહેશે.

દિલ્હી નજીક સિંધુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો.
દિલ્હી નજીક સિંધુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો.
ખેડૂતોનું પ્રદર્શન જોતાં મોટી સંખ્યામાં પોલીસ જવાન તહેનાત કરવામાં આવ્યા છે.
ખેડૂતોનું પ્રદર્શન જોતાં મોટી સંખ્યામાં પોલીસ જવાન તહેનાત કરવામાં આવ્યા છે.
  • ચંડીગઢમાં લૉ એન્ડ ઓર્ડર મેઈન્ટેન રાખવા માટે કેટલાક એન્ટ્રી પોઈન્ટ્સ પર સામાન્ય લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
  • ચંડીગઢ ટ્રાફિક-પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ ચંડીગઢ આવવા માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરે.
  • ખેડૂતોના પ્રદર્શનને કારણે શનિવાર સાંજે 5 વાગ્યા સુધી રસ્તા પર ટ્રાફિક પ્રભાવિત થઈ શકે છે.
  • પંચકૂલામાં સાંજે 5 વાગ્યા સુધી રસ્તા પર ટ્રાફિક પ્રભાવિત થઈ શકે છે.
  • ચંડીગઢ હાઉસિંગ બોર્ડ તેમજ પંચકૂલા બોર્ડરને સવારે 9 વાગ્યા બાદ સીલ કરી દેવાયાં છે.
ખેડૂતો પોતાની સાથે ટ્રેક્ટર-ટ્રોલી સાથે લઈને પ્રદર્શન સ્થળ સુધી પહોંચી શકે છે.
ખેડૂતો પોતાની સાથે ટ્રેક્ટર-ટ્રોલી સાથે લઈને પ્રદર્શન સ્થળ સુધી પહોંચી શકે છે.
મોહાલીમાં મોટી સંખ્યામાં પોલીસને ગોઠવવામાં આવી છે.
મોહાલીમાં મોટી સંખ્યામાં પોલીસને ગોઠવવામાં આવી છે.

આ ઓપ્શનલ રૂટનો ઉપયોગ કરવાની સલાહ
ચંડીગઢથી શિમલા જતા લોકો પંચકૂલા જવાને બદલે સિસવાં રોડથી નયાગાંવ, નાલાગઢ અને ત્યાંથી શિમલા તરફ જઈ શકે છે. શિમલાથી દિલ્હી આવતા લોકો નાલાગઢથી નયાગાંવ થઈને ચંડીગઢથી દિલ્હી તરફ આવી શકે છે. યમુનાનગરથી પંચકૂલા તરફ જતા લોકો બરવાલાથી ડેરાબસ્સી, જીરકપુર થઈને ચંડીગઢ તરફ જઈ શકે છે.

ચંડીગઢમાં હોબાળો વધ્યો તો આ રસ્તા બંધ થશે
મુલ્લાંપુર બેરિયર, જીરકપુર બેરિયર, સેક્ટર 5-9 ટર્ન, સેક્ટર 7-8 ટર્ન, સેક્ટર-7 પીઆરબી કટ, ગોલ્ફ ટર્ન, ગુરસાગર સાહિબ ટર્ન, મોલીજાગરાં બ્રિજ, હાઉસિંગ બોર્ડ બ્રિજની પાસે, કિશનગઢ ટર્ન અને મટોર બેરિયર.

અન્ય સમાચારો પણ છે...