• Gujarati News
  • National
  • "Farmers Are Being Killed, Criminals Have Been Released In Uttar Pradesh," The Congress Leader Said

રાહુલે કેન્દ્ર અને UP સરકારનો કર્યો ઘેરાવ:કોંગ્રેસ નેતાએ કહ્યું- ખેડૂતોની હત્યા કરવામાં આવી રહી, ઉત્તરપ્રદેશમાં ગુનેગારોને છૂટો દોર મળ્યો છે

નવી દિલ્હી22 દિવસ પહેલા
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે દેશભરના ખેડૂતો પર હુમલો કરવામાં આવી રહ્યો છે.
  • રાહુલ ગાંધીએ ભાજપ સરકાર સામે સાધ્યું નિશાન

UPના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. લખીમપુર ખીરીમાં ખેડૂતોના વિરોધ દરમિયાન થયેલી હિંસા પર તેમણે કહ્યું છે કે યુપીમાં ખેડૂતોને કચડી નાખવામાં આવી રહ્યા છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી નથી. રાહુલ ગાંધીએ કહ્યું, 'થોડા સમયથી ભારતના ખેડૂતો પર સરકાર દ્વારા આક્રમણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને જીપ નીચે કચડી નાખવામાં આવી રહ્યા છે. તેમની હત્યા કરવામાં આવી રહી છે. ભાજપના ગૃહ રાજ્યમંત્રીની વાત થઈ રહી છે, તેમના પુત્રની વાત થઈ રહી છે. છતાં પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

બીજી તરફ દેશભરના ખેડૂતો પર એક પછી એક હુમલા થઈ રહ્યા છે. પહેલા ત્રણ કૃષિ કાયદાનું બિલ લાવીને. હવે તેમના અધિકારો છીનવવામાં આવી રહ્યા છે. ગઈકાલે વડાપ્રધાન લખનઉમાં જ હતા, પણ લખીમપુર ખીરી જઈ શક્યા નહીં. મૃતક ખેડૂતોનું પોસ્ટમોર્ટમ યોગ્ય રીતે થઈ રહ્યું નથી. જે કોઈ યોગ્ય રીતે વાત કરે છે તેની ધરપકડ કરવામાં આવી રહી છે. આજે અમે લખનઉ જવાનો પ્રયત્ન કરીશું, લખીમપુર જવાનો પ્રયત્ન કરીશું.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ અને પંજાબના સીએમ ચરણજીત ચન્ની પણ રાહુલ ગાંધી સાથે મંચ પર હાજર હતા.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ અને પંજાબના સીએમ ચરણજીત ચન્ની પણ રાહુલ ગાંધી સાથે મંચ પર હાજર હતા.

મીડિયાના સવાલોના જવાબમાં રાહુલે કહ્યું કે યુપીમાં ગુનેગારોને છૂટો દોર મળ્યો છે. જેમ તમે હમણાં જ કહ્યું કે આ રાજનીતિ થઈ રહી છે. અમારા વિપક્ષનું કામ દબાણ બનાવવાનું હોય છે. ત્યારે કાર્યવાહી થાય છે. સરકાર નથી ઇચ્છતી કે અમે દબાણ ઉભું કરીએ. સાચું કહું તો, આ કામ તમારું છે, પણ તમે તમારી જવાબદારી નિભાવતા નથી, તમે તેને ભૂલી ગયા છો.

હિંદુસ્તાનના અવાજને દબાવવામાં આવી રહ્યો છે
રાહુલે કહ્યું કે દેશનું જે માળખું છે તેને ભાજપ અને આરએસએસ દ્વારા નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે. તે માત્ર મીડિયા વિશેની જ વાત નથી. તમે જાણો છો કે મીડિયાને પણ કેવી રીતે કંટ્રોલ કરવામાં આવે છે. તેવી જ રીતે દેશની તમામ સંસ્થાઓને નિયંત્રિત કરવામાં આવી છે. આજે દેશમાં સરમુખત્યારશાહી છે. રાજકારણીઓ ઉત્તર પ્રદેશમાં જઈ શકતા નથી. ગઈકાલથી જ અમને કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ, તમે જઈ શકશો નહીં.

હું UP જઈને પીડિત પરિવારો સાથે મુલાકાત કરીશ
કોંગ્રેસી નેતાએ કહ્યું કે ભલે તે પ્રિયંકા હોય, હું હોવ અથવા અમારા પરિવારમાં કોઈ પણ હોય, અમને મેન હેન્ડલિંગથી કોઈ ફરક પડતો નથી. અમને મારી નાખો, કાપી નાખો, અમને પરવા નથી. આ અમારી વર્ષો જૂની તાલીમ છે. આ અમારા પરિવારની તાલીમ છે. ભારતનો અવાજ કચડી નાખવામાં આવી રહ્યો છે. હું પીડિતોના પરિવારોની પીડાને ઓછી કરવા માંગુ છું. ત્યાં જઈને જ વાસ્તવિકતા જાણવા માંગુ છું. મારે સમજવું છે. અત્યારે સાચી વાસ્તવિકતા કોઈ જાણતું નથી.

અન્ય સમાચારો પણ છે...