તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Farmers' Agitation Raged In Some Places In The Capital Delhi, Farmers Hoisted Their Flag At Lala Fort

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન બન્યું ઉગ્ર:રાજધાની દિલ્હીમાં કેટલીક જગ્યાએ બેકાબૂ થયું ખેડૂત આંદોલન, લાલા કિલ્લા પર ખેડૂતોએ ફરકાવ્યો પોતાનો ધ્વજ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં ટ્રેકટર રેલી દરમિયાન ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું. ખેડૂતોએ લાલા કિલ્લા પર પોતાનો ધ્વજ ફરકાવ્યો હતો. - Divya Bhaskar
પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં ટ્રેકટર રેલી દરમિયાન ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું. ખેડૂતોએ લાલા કિલ્લા પર પોતાનો ધ્વજ ફરકાવ્યો હતો.

દેશની રાજધાની દિલ્હીની સરહદો પર નવા ખેડૂત કાયદા સામે બે મહીનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે ટ્રેકટર રેલી યોજી છે. ટ્રેકટર રેલી દરમિયાન કેટલીક જગ્યાએ ખેડૂત આંદોલન બેકાબૂ બન્યું હતું. ખેડૂતોએ પોલીસ દ્વારા લગાવાયેલા બેરીકેડ્સ તોડીને દિલ્હીમાં ઘૂસીને લાલા કિલ્લા પર પોતાનો ઝંડો ફરકાવ્યો હતો. રાજધાની દિલ્હીમાં કેટલીક જગ્યાએ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલી ઉગ્ર બની છે. આઇટીઓ પર બબાલ વચ્ચે ઘણા ખેડૂતો લાલા કિલ્લા પર પહોંચી ગયા હતા. જણાવવામાં આવી રહયું છે કે લગભગ બે ડઝન ટ્રેકટર પર સવાર અનેક ખેડૂતો લાલા કિલ્લા પરિસર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે હોબાળો મચાવ્યો હતો. આ સાથે ખેડૂતોએ સંગઠનનો ધ્વજ પણ ફરકાવ્યો હતો. આ ધ્વજ ત્યાં ફરકાવવામાં આવ્યો છે, જ્યાં 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન તિરંગો ફરકાવે છે. ઘટના સ્થળે દિલ્હી પોલીસના જવાનો પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે.

રાજધાની દિલ્હીમાં ખેડૂતોએ લાલા કિલ્લા પર પોતાનો ઝંડો ફરકાવ્યો હતો.
રાજધાની દિલ્હીમાં ખેડૂતોએ લાલા કિલ્લા પર પોતાનો ઝંડો ફરકાવ્યો હતો.
ટ્રેકટર પર સવાર અનેક ખેડૂતો લાલા કિલ્લા પરિસર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે હોબાળો મચાવ્યો હતો
ટ્રેકટર પર સવાર અનેક ખેડૂતો લાલા કિલ્લા પરિસર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે હોબાળો મચાવ્યો હતો

પોલીસે કર્યો લાઠીચાર્જ
પોલીસ મુખ્યમથકથી થોડે દૂર ખેડૂતો ઉગ્ર બન્યા હતા. ત્યાં પોલીસ વાનને પ્રદર્શંકારી ખેડૂતોએ ટ્રેકટર દ્વારા ટક્કર મારી હતી, જે કારણે પોલીસ વાનને રસ્તા પરથી દૂર કરવામાં આવે. પોલીસ ખેડૂતોને સમજાવતી રહી, પણ પરિસ્થિતી બેકાબૂ બનતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે કેટલાક પ્રદર્શંકારીઓની ધરપકડ પણ કરી છે. લાલા કિલ્લા પર ખેડૂતોના પ્રદર્શન દરમિયાન કેટલાક પ્રદર્શંકારીઓના હાથમાં સીપીએમના ઝંડા પણ નજરે પડ્યા હતા.

રાજધાની દિલ્હીમાં પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો.
રાજધાની દિલ્હીમાં પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો.
ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનતા લાઠીચાર્જ અને પથ્થરમારામાં અનેક ખેડૂતો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનતા લાઠીચાર્જ અને પથ્થરમારામાં અનેક ખેડૂતો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

આક્રોશમાં આવી ગયા ખેડૂતો
લાઠીચાર્જ પહેલા જ ખેડૂતો આક્રોશમાં હતા. પ્રદર્શંકારીઓએ પોલીસકર્મીઓને ઘેરી લીધા હતા. જેને કારણે અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ પણ થયું હતું. પ્રદર્શંકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતી પર કાબૂ મેળવવા માટે મોટો સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરવાની ફરજ પડી હતી. આખરે બેકાબૂ બનેલા પ્રદર્શંકારીઓને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

ખેડૂતોએ પોલીસ દ્વારા લગાવાયેલા બેરીકેડ્સ તોડીને દિલ્હીમાં લાલા કિલ્લા પર પોતાનો ઝંડો ફરકાવ્યો હતો
ખેડૂતોએ પોલીસ દ્વારા લગાવાયેલા બેરીકેડ્સ તોડીને દિલ્હીમાં લાલા કિલ્લા પર પોતાનો ઝંડો ફરકાવ્યો હતો

આપને જણાવી દઈએ કે છેલ્લા બે મહીનાથી નવા કૃષિ કાયદા સામે પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજયોના ખેડૂતો દિલ્હીની જુદી જુદી સરહદો પર પ્રદર્શન કરી રહયા છે. પ્રજાસત્તાક દિવસના અવસરે આજે ખેડૂતોએ ટ્રેકટર રેલી યોજવાનું એલાન કર્યું હતું. દિલ્હી પોલીસે ટ્રેકટર રેલી યોજવા માટે ત્રણ રુટ નક્કી કર્યા હતા, પરંતુ નક્કી કરેલા રુટથી અલગ થઈને ખેડૂતો ટ્રેકટર રેલી યોજવા લાગ્યા. બપોરે ખેડૂતો દિલ્હી બોર્ડરથી આઇટીઓ પહોંચ્યા હતા. આ સાથે ક આઇટીઓ પર ઘણો હોબાળો મચ્યો હતો. ખેડૂતોએ પથ્થરમારા કરતાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

ખેડૂત નેતા રાકેશ ટીકેતે ખેડૂતોને શાંતિ જાળવવા અપીલ કરી

ખેડૂત નેતા રાકેશ ટીકેતે નિવેદન આપતા જણાવ્યુ છે કે રાજનીતિ પાર્ટીઓના કેટલાક લોકો ખેડૂત આંદોલનમાં સામેલ થઈને ગડબડી કરી રહ્યા છે.
ખેડૂત નેતા રાકેશ ટીકેતે નિવેદન આપતા જણાવ્યુ છે કે રાજનીતિ પાર્ટીઓના કેટલાક લોકો ખેડૂત આંદોલનમાં સામેલ થઈને ગડબડી કરી રહ્યા છે.

પ્રજાસત્તાક દિવસે રાજધાની દિલ્હીમાં ટ્રેકટર રેલી યોજી રહેળા ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કરવાને લઈને હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. ખેડૂત નેતા રાકેશ ટીકેતે નિવેદન આપતા જણાવ્યુ છે કે રાજનીતિ પાર્ટીઓના કેટલાક લોકો ખેડૂત આંદોલનમાં સામેલ થઈને ગડબડી કરી રહ્યા છે. આ ઘટનાને લઈને રાજકીય પાર્ટીના આગેવાનોએ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. ભાજપના સંસદ ગૌતમ ગંભીરે ટ્વિટ કરીને કયું છે કે હિંસા અને તોડફોડ દ્વારા કોઈ સમસ્યાનું નિવારણ નહીં નીકળે. હું દરેકને અપીલ કરું છું કે શાંતિ અને સન્માન જાળવી રાખે. આજનો દિવસ અરાજકાતભરી ઘટનાઓ માટેનો નથી. આ તરફ રાજસ્થાના મુખ્યમંત્રી અશોક ગહલોતે પણ ટ્વીટ કરીને કહ્યું હતુ કે ખેડૂતોને અપીલ કરું છું કે શાંતિ જાળવી રાખે અને હિંસા ન ફેલાવવામાં આવે. લોકતંત્રના હિંસાન કોઈ સ્થાન નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો