તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Farmer Protest Maharashtra; Anil Deshmukh On Tweet Inquiry Of Sachin Tendulkar, Virat Kohli, Lata Mangeshkar, Akshay Kumar, Given Orders To Intelligence Dept To Probe

ટ્વીટ પર રાજકારણ:લતા મંગેશકર, સચિન, કોહલી અને અક્ષય કુમાર સહિતના સેલિબ્રિટીએ કોના કહેવાથી ખેડૂત આંદોલન પર ટ્વીટ કર્યાં? મહારાષ્ટ્ર સરકાર તપાસ કરશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડૂત આંદોલન વિશે સેલિબ્રિટીઝની સોશિયલ મીડિયા કમેન્ટ પર મહારાષ્ટ્ર સરકાર કડક પગલાં લે એવી શક્યતા છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે દરેક કોમેન્ટ્સની તપાસના આદેશ આપ્યા છે. આ દાવો મુંબઈ કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંત તરફથી કરવામાં આવ્યો છે. ખેડૂત આંદોલન વિશે ક્રિકેટર સચિન તેંડુલકર, વિરાટ કોહલી, એક્ટ્રેસ કંગના રનૌત, સ્વર કોકિલા લતા મંગેશકર, અભિનેતા અક્ષય કુમાર, અજય દેવગણ સહિત ઘણી સેલિબ્રિટીએ ટિપ્પણી કરી હતી.

ગૃહમંત્રીને સોંપવામાં આવ્યા સ્ક્રીનશોટ
સોમવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતની ઓનલાઈન મીટિંગ થઈ હતી. એમાં સાવંતે શંકા વ્યક્ત કરી હતી કે સેલેબ્સે કોમેન્ટ્સ કેન્દ્ર સરકારના દબાણમાં આવીને કરી છે. સાવંતે સેલેબ્સની એ સોશિયલ મીડિયા કોમેન્ટ્સ પણ દેખાડી ,જે લગભગ એકસરખી જ હતી. ત્યાર પછી દેશમુખે આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. ઘટનાની તપાસ ઈન્ટેલિજન્સ વિભાગ સાથે કરાવવામાં આવશે. આવું પહેલીવાર થશે કે આ સેલિબ્રિટીની કોમેન્ટની મહારાષ્ટ્રમાં તપાસ કરવામાં આવશે. ગૃહમંત્રી દેશમુખ કોરોના સંક્રમિત થયા પછી નાગપુરમાં આવેલા ઘરે છે અને ઓનલાઈન કામકાજ જોઈ રહ્યા છે.

દરેક ટ્વીટમાં એક જેવા જ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે
આ વિશે સચિન સાવંતે કહ્યું છે કે રિહાનાની કમેન્ટ્સ પછી વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા પછી કોમેન્ટ્સની એક યાદી જોવા મળી છે. કોઈપણ વ્યક્તિ, ભલેને તે પછી કોઈ સેલિબ્રિટી કેમ ના હોય, પરંતુ તે પોતાની રીતે કોમેન્ટ કરે તો એમાં ખરાબ કશું નથી, પણ અમને શંકા છે કે આ કોમેન્ટ્સની પાછળ બીજેપીનો હાથ છે, કારણ કે દરેક ટ્વીટ્સમાં 'सौहार्दपूर्ण' જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સેલિબ્રિટીને મળવી જોઈએ સુરક્ષા
સાવંતે કહ્યું છે કે જો ભાજપ આપણા રાષ્ટ્રીય સેલિબ્રિટીને ડરાવતી હોય તો તેમને સુરક્ષા આપવી જોઈએ. અમે આ વિશે ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે પણ વાત કરી છે. તેમણે આ વાતને ગંભીર ગણાવી છે. એ સાથે આ વિશે ઈન્ટેલિજન્સ એજન્સીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

આ રીતે જાહેર થઈ મીટિંગની વાતો
આ મીટિંગમાં થયેલી વાતોને જાહેર કરતાં સચિન જોગ નામની વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ઝૂમ કોલ દ્વારા થયેલી મીટિંગોમાં આ તથ્યો સામે આવ્યાં છે કે ઘણી સેલિબ્રિટીએ કેન્દ્રના દબાણમાં આવીને ખેડૂત આંદોલન વિશે કમેન્ટ કરી છે. તેની તપાસ સ્ટેટ ઈન્ટેલિજન્સ વિભાગ કરશે. આ ટ્વીટને કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતે રિટ્વીટ કર્યું છે. એના આધારે જ માનવામાં આવે છે કે આ કમેન્ટમાં લખેલી વાત સાચી છે.

અમુક સેલિબ્રિટીનાં ટ્વીટ

મહારાષ્ટ્ર સરકાર કેવી રીતે તપાસ કરશે?
ખેડૂત આંદોલન પર સેલિબ્રિટીએ કરેલાં ટ્વીટની તપાસ કરીશું એવી વાત મહારાષ્ટ્ર સરકારે કરી છે. ટ્વીટ પર સરકાર કેવી રીતે તપાસ કરશે એ પણ ચર્ચાનો વિષય બન્યો છે. શું સરકાર સેલિબ્રિટીના ફોન ચેક કરશે? રૂબરૂ બોલાવીને પૂછપરછ કરશે? કે પછી સાઇબર સેલની મદદથી ડેટાની તપાસ કરશે?

અન્ય સમાચારો પણ છે...