નવા કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં જંતર-મંતર પર દેખાવો કરવાની પરવાનગી મળી ગઈ છે. આ પરવાનગી 22 જુલાઈથી લઈને 9 ઓગસ્ટ સુધી છે. દેખાવનો સમય સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ શરતોની સાથે દેખાવોની મજૂરી આપવામાં આવી છે. હાલ ખેડૂૂતોની સાથે રાકેશ ટિકૈત જંતર-મંતર પહોંચ્યા છે.
ભારતીય કિસાન યુનિયન(BKU)ના લીડર રાકેશ ટિકૈત સિંધુ બોર્ડર પહોંચી ચુક્યા છે. અહીંથી 200 ખેડૂતોને જંતર-મંતર લઈ જવામાં આવશે, જ્યાં આ ખેડૂતો સાંસદ લગાવશે. રાકેશ ટિકૈતે કહ્યું કે અમે મોનસૂન સત્રની કાર્યવાહી પર પણ નજર રાખીશું.
કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની બોર્ડર પર જગ્યાએ જગ્યાએ દેખાવો કરી રહેલા ખેડૂતો સિંધુ બોર્ડર પર પહોંચી રહ્યાં છે. દિલ્હીમાં જંતર-મંતર અને બોર્ડર પર સિક્યોરટી વધારવામાં આવી છે. પોલીસે ખેડૂતોને એ શરત પર મંજૂરી આપી છે કે તે સાંસદ સુધી કોઈ માર્ચ નહિ કાઢે.
26 જાન્યુઆરીએ રેલીમાં થઈ હતી હિંસા
આ વર્ષે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા સુધી ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા પછી તેમને પ્રથમ વખત દિલ્હીમાં દેખાવો કરવાની છૂટ મળી છે. 26 જાન્યુઆરીની રેલી દરમિયાન દેખાવકારો ઉગ્ર થઈ ગયા હતા અને એમાંના ઘણાએ લાલ કિસ્સામાં ઘૂસીને પોલીસ સાથે મારામારી કરી હતી અને કિલ્લા પર ધાર્મિક ઝંડો પણ ફરકાવ્યો હતો.
ખેડૂતો ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માગ પર અડગ
દેશના ખેડૂતો નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ ગત વર્ષેના ડિસેમ્બરથી દિલ્હીની સીમાઓ પર દેખાવો કરી રહ્યા છે. આ દરમિયાન ખેડૂતોનાં સંગઠનોની કેન્દ્ર સરકાર સાથે 10 વખત વાતચીત પણ થઈ ચૂકી છે. જોકે કોઈપણ સમાધાન નીકળી શક્યું નથી. ખેડૂતો ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માગ પર અડ્યા છે, જ્યારે કેન્દ્ર સરકારનું કહેવું છે કે તે ખેડૂતોની માગ મુજબ કાયદાઓમાં ફેરફાર કરી શકે છે, જોકે કાયદો પરત લેવામાં આવશે નહિ.
ખેડૂત અને સરકારની વચ્ચે 12 વખત વાતચીત
પ્રથમ બેઠકઃ 14 ઓક્ટોબર
શું થયુંઃ બેઠકમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરની જગ્યાએ કૃષિ સચિવ આવ્યા. ખેડૂત સંગઠનોએ મીટિંગને બાયકોટ કરી દીધી. તે કૃષિ મંત્રી સાથે જ વાત કરવા માંગતા હતા.
બીજી બેઠકઃ 13 નવેમ્બર
શું થયુંઃ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલ મંત્રી પીયૂષ ગોયલે ખેડૂત સંગોઠનોની સાથે બેઠક કરી. 7 કલાક સુધી વાતચીત ચાલી. જોકે કોઈ પરિણામ આવ્યું નથી.
ત્રીજી બેઠકઃ 1 ડિસેમ્બર
શું થયુંઃ ત્રણ કલાક વાત ચાલી. સરકારે એક્સપર્ટ કમિટી બનાવવા સુચન કર્યું. જોકે ખેડૂત સંગઠન ત્રણે કાયદાને રદ કરવાની માંગ પર અડગ રહ્યાં.
ચોથી બેઠકઃ 3 ડિસેમ્બર
શું થયુંઃ સાડા 7 કલાક સુધી વાતચીત ચાલી. સરકારે વાયદો કર્યો કે MSP સાથે છેડછાડ થશે નહિ. ખેડૂતોનું કહેવું હતું કે સરકાર ત્રણે કાયદાઓને પણ રદ કર્યા.
પાંચમી બેઠકઃ 5 ડિસેમ્બર
શું થયુંઃ સરકાર MSP પર લેખિત ગેરન્ટી આપવા તૈયાર થઈ. જોકે ખેડૂતોને સ્પષ્ટ કહ્યું કે કાયદો રદ કરવા પર સરકાર હા કે નામાં જવાબ આપે.
છઠ્ઠી બેઠકઃ 8 ડિસેમ્બર
શું થયુંઃ ભારત બંધના દિવસે જ ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી. આગામી દિવસે સરકારે 22 પેજનો પ્રસ્તાવ આપ્યો, જોકે ખેડૂતે સંગઠનોએ તેને ઠુકરાવી દીધો.
સાતમી બેઠકઃ 30 ડિસેમ્બર
શું થયુંઃ નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલે ખેડૂત સંગઠનોના 40 પ્રતિનિધિઓની સાથે બેઠક કરી. બે મુદ્દાઓ પર મતભેદ કાયમ, જોકે બે પર સહમતી.
આઠમી બેઠકઃ 4 જાન્યુઆરી
શું થયુંઃ 4 કલાક સુધી ચાલેલી બેઠકમાં ખેડૂતો કાયદાને પરત લેવાની માંગ પર અડગ રહ્યાં. મીટિંગ પૂર્ણ થયા પછી કૃષિ મંત્રીએ ક્યું કે તાળી બંને હાથથી વાગે છે.
નવમી બેઠકઃ 8 જાન્યુઆરી
શું થયુંઃ બેઠક નિષ્ફળ રહી. બેઠકમાં ખેડૂત નેતાઓએ પોસ્ટર લગાવ્યા. જેની પર લખવામાં આવ્યું હતું- મરીશું કે જીતીશું.
દસમી બેઠકઃ 15 જાન્યુઆરી
શું થયુંઃ મીટિંગ લગભગ 4 કલાક સુધી ચાલી. ખેડૂતો કાયદો પરત લેવાની માંગ પર અડગ રહ્યાં. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે તમારે પણ સરકારની કેટલીક વાત માનવી જોઈએ.
11મી બેઠકઃ 20 જાન્યુઆરી
શું થયુંઃ કેન્દ્રએ ખેડૂતો સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે દોઢ વર્ષ સુધી કાયદો લાગુ કરાશે નહિ. આ સિવાય MSP પર વાતચીત માટે કમિટી બનાવીશું.
12મી બેઠકઃ 22 જાન્યુઆરી
શું થયુંઃ 5 કલાક બેઠક ચાલી, જોકે સામ-સામે 30 મિનિટ સુધી પણ વાતચીત થઈ નથી. સરકારે ખેડૂતોને કહ્યું કે નવા કાયદાઓમાં કોઈ ખામી નથી. જો તમે કોઈ નિર્ણય પર પહોંચો છો તો જણાવો. આ અંગે અમે ફરી ચર્ચા કરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.