તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કૃષિ કાયદા વિરૂદ્ધ 69 દિવસથી પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની નારાજગી ઓછી થવાનું નામ નથી લઈ રહી. ત્યારે હવે પોપ સ્ટાર રિહાનાએ પણ આ આંદોલનને સમર્થન આપતું ટ્વીટ કર્યું છે. રિહાનાએ એક ન્યૂઝ આર્ટિકલને શેર કરતાં સવાલ કર્યો છે કે આ મુદ્દે કેમ કોઈ ચર્ચા થતી નથી.
ખેડૂત આંદોલનના સમર્થનમાં પોપ સ્ટાર
પોપ સ્ટાર રિહાનાએ ખેડૂત પ્રદર્શનના સમર્થનમાં ટ્વીટ કર્યું છે. તેઓએ એક ન્યૂઝ આર્ટિકલને હેશટેગ #FarmersProtestની સાથે શેર કરતાં લખ્યું કે, 'આપણે આ અંગે વાત કેમ નથી કરી રહ્યાં.' વિશ્વભરમાં પ્રખ્યાત રિહાનાના 10 કરોડથી વધુ ટ્વિટર ફોલોઅર્સ છે.
જે ન્યૂઝ આર્ટિકલને રિહાનાએ શેર કર્યો તેની હેડલાઈને છે- 'પ્રદર્શનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ પછી દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ પર રોક.'
why aren’t we talking about this?! #FarmersProtest https://t.co/obmIlXhK9S
— Rihanna (@rihanna) February 2, 2021
પ્રદર્શનકારી દિલ્હીમાં ઘુસી ન જાય તે માટે પોલીસે અનેક પગલાંઓ ભર્યા છે. સિંધુ, ટીકરી બોર્ડર પર બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી-હરિયાણાને જોડતા સિંધુમાં 4 લેયરની બેરીકેડિંગની સાથે સિમેન્ટના અવરોધકો વચ્ચે લોખંડના સળિયા નાંખવામા આવ્યા છે.
કૃષિ કાયદા પર સંસદમાં જોરદાર હોબાળા બાદ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે સરકાર ગૃહની અંદર કે બહાર ખેડૂતો સાથે જોડાયેલાં મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર છે. તો ગાજીપુર બોર્ડર પર બેઠેલા ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકેતે કહ્યું કે આ આંદોલન જલદીથી ખતમ થવાનું નથી. ઓક્ટોબરથી પહેલાં આ સમસ્યાનું સમાધાન નહીં નીકળે. અમારું એક જ સૂત્ર છે- કાયદો પરત નહીં ખેંચાય ત્યાં સુધી ઘરે પરત નહીં ફરીએ.
ટીકરી પર 4 લેયરનું બેરિકેડિંગ
ટીકરી પર પહેલાં 4 ફુટ મોટી સિમેન્ટની દીવાલ બનાવીને 4 લેયરની બેરિકેડિંગ કરવામાં આવી છે, હવે રસ્તાઓ ખોદીને તેમાં ખીલ્લાવાળા સળીયા લગાડવામાં આવ્યા છે. માર્ગ પર રોડ રોલર પર ગોઠવી દેવામાં આવ્યા છે. ટ્રેક્ટર પર સવાર ખેડૂત જો સળિયા પાર કરીને દિલ્હીમાં ઘુસવાનો પ્રયાસ કરશે તો ખીલ્લાને કારણે ગાડી પંકચર થઈ જશે.
6 ફેબ્રુઆરીએ હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી
બીજી બાજુ, ખેડૂત સંગઠને જાહેરાત કરી દીધી છે કે 6 ફેબ્રુઆરીએ નેશનલ અને સ્ટેટ હાઈવેને જામ કરવામાં આવશે. ભારતીય કિસાન મોર્ચાના નેતા બલવીર સિંહ રાજેવાલે કહ્યું છે કે શનિવારે બપોરે 12થી 3 વાગ્યા સુધીમાં નેશનલ અને સ્ટેટ હાઈવેને બ્લોક કરવામાં આવશે. આ દરમિયાન સંયુક્ત કિસાન મોર્ચા (SMU)એ કહ્યું છે કે 128 લોકોની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે, તેમની કાયદાકીય મદદ માટે કમિટી બનાવવામાં આવી છે.
દિલ્હી સીમા: રસ્તાઓ પર ખિલ્લા પાથર્યા, સિમેન્ટની દીવાલો ઊભી કરી
કૃષિ કાયદાના વિરોધમાં અલગ-અલગ રાજ્યોથી ખેડૂતો રોજ દિલ્હી સીમાઓ પર પહોંચી રહ્યા છે. પ્રદર્શનકારીઓ દિલ્હીમાં ઘૂસી ન શકે એ માટે પોલીસ ઘણી વ્યવસ્થા કરી રહી છે. સિંધુ, ટીકરી બોર્ડર પર બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી-હરિયાણાને જોડતા સિંધુમાં 4 લેયર બેરિકેડિંગ સાથે સિમેન્ટની દીવાલો વચ્ચે લોખંડના સળિયા પણ લગાવવામાં આવ્યા છે.
ટીકરી પર પહેલાં 4 ફૂટ મોટી સિમેન્ટની દીવાલ બનાવીને 4 લેયરમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ત્યાર પછી રસ્તા ખોદીને તેમાં ધારદાર સળિયા લગાવી દેવામાં આવ્યા છે. રસ્તા પર રોડ રોલર પણ ઊભા કરી દેવામાં આવ્યા છે. આમ, હવે પ્રદર્શનકારીઓ ધારદાર સળિયા ક્રોસ કરીને દિલ્હીમાં ઘૂસવાનો પ્રયત્ન કરશે તો તેમની ગાડી પંચર થઈ જશે.
કોંગ્રેસે સરકાર સામે કર્યા સવાલ
કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ દિલ્હી સીમાઓ પર દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવતી તસવીરો શેર કરીને લખ્યું છે કે ભારત સરકાર પુલ બનાવો- દીવાલો નહીં. રાહુલ ગાંધી સિવાય પ્રિયંકા ગાંધીએ પણ એક વીડિયો ટ્વીટ કર્યો છે અને લખ્યું છે કે વડાપ્રધાન જી, આપણા ખેડૂતો સાથે જ યુદ્ધ?
GOI,
— Rahul Gandhi (@RahulGandhi) February 2, 2021
Build bridges, not walls! pic.twitter.com/C7gXKsUJAi
प्रधानमंत्री जी, अपने किसानों से ही युद्ध? pic.twitter.com/gn2P90danm
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 2, 2021
હરિયાણામાં સાંજે 5 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ
હરિયાણાની ખટ્ટર સરકારે 2 ફેબ્રુઆરીએ કોઈ ગરબડ થવાની શક્યતાએ 7 જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધી ઈન્ટરનેટ, SMS અને ડોંગલ સર્વિસ બંધ રાખવાની જાહેરાત કરી છે. જે જિલ્લામાં ઈન્ટરનેટ બંધ હશે તેમાં કૈથલ, પાનીપત, જિંદ, રોહતક, ચરખી દાદરી, સોનીપત અને જઝ્ઝર સામેલ છે.
250 ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ, 4 મેટ્રો સ્ટેશન બંધ, સીમાઓ પર ઈન્ટરનેટ પ્રતિબંધ એક દિવસ વધ્યો
26 જાન્યુઆરીએ હિંસા ભડકી હતી
ખેડૂતોએ 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢી હતી. એમાં હિંસા ભડકી હતી. ખેડૂતો સાથે ઝપાઝપીમાં 80થી વધારે પોલીસકર્મી ઘાયલ થયા હતા. એક વ્યક્તિએ લાલકિલ્લા પર ધાર્મિક ઝંડો લહેરાવ્યો હતો. ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા પછી 100થી વધારે ખેડૂતો ગુમ જણાવવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.