તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Farmer Protest Greta Thanbarg Deesha Ravi Arrested Delhi Police Know Every Thing About Toolkit

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન:શું હોય છે ટૂલકિટ? કોણ છે દિશા રવિ? જાણો ખેડૂત આંદોલનમાં ગ્રેટા થનબર્ગથી લઈને દિશા રવિ કેમ લપેટાયા?

10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દિશા રવિ પર આરોપ છે કે તેણે ખેડૂત આંદોલનના સમર્થનમાં બનાવેલી ટૂલકિટને એડિટ કરી સોશિયલ મીડિયા પર શેર કરી

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં બેંગલુરુની જળવાયુ કાર્યકર્તા 22 વર્ષની દિશા રવિને દિલ્હી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી દીધી છે. તેની ટૂલકિટ મામલે શનિવારે રાતે ધરપકડ કરવામાં આવી છે. આ પહેલાં દિલ્હી પોલીસે ગુનાહિત કાવતરું ઘડવાના આરોપમાં ટૂલકિટ એડિટરો વિરુદ્ધ FIR નંબર 49/21 નોંધી લીધી છે. પોલીસે આરોપ લગાવ્યો છે કે ટૂલકિટ મુદ્દે ખાલિસ્તાની ગ્રુપને ફરી ઊભું કરવા અને ભારત સરકાર વિરુદ્ધ એક મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. પોલીસે 26 જાન્યુઆરીની હિંસામાં પણ ટૂલકિટના કાવતરાનો સંકેત આપ્યો છે.

દિશા રવિ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ખેડૂત આંદોલનના સમર્થનમાં બનાવવામાં આવેલી ટૂલકિટને એડિટ કરવામાં આવી છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. આ એ જ ટૂલકિટ છે, જે સ્વીડિશ જળવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે સોશિયલ મીડિયામાં બનાવી હતી. દિલ્હી પોલીસે ટ્વિટર પર કહ્યું છે કે દિશા રવિ એ ટૂલકિટની એડિટર છે અને તે દસ્તાવેજોને તૈયાર કરવાથી લઈને તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં મુખ્ય આરોપી છે.

શું હોય છે ટૂલકિટ?
ટૂલકિટ કોઈપણ મુદ્દાને સમજાવવા માટે બનાવવામાં આવેલું એક ગૂગલ ડોક્યુમેન્ટ છે. તે એ વિશેની માહિતી આપે છે કે કોઈ સમસ્યાના સમાધાન માટે શું-શું કરવું જોઈએ, એટલે કે એમાં એક્શન પોઈન્ટર્સ નોંધાયેલા હોય છે. એને જ ટૂલકિટ કહેવામાં આવે છે. એનો ઉપયોગ સોશિયલ મીડિયાના સંદર્ભમાં થાય છે, જેમાં સોશિયલ મીડિયા પર કેમ્પેન સ્ટ્રેટેજી સિવાય વાસ્તવિક રીતે સામૂહિક પ્રદર્શન અથવા આંદોલન વિશેની માહિતી આપવામાં આવે છે. એમાં કોઈપણ મુદ્દા પર નોંધાયેલી અરજીઓ, વિરોધ-પ્રદર્શ અને જનઆંદોલન વિશે માહિતી સામેલ હોય છે.

વર્તમાન સમયમાં દુનિયાના અલગ અલગ વિસ્તારોમાં પણ આંદોલનો ચાલી રહ્યાં છે. પછી ભલે એ બ્લેક વાઈવ્સ મેટર હોય અથવા અમેરિકાનું એન્ટી લોકડાઉન પ્રોટેસ્ટ હોય અથવા દુનિયામાં ક્લાઈમેટ સ્ટ્રાઈક કેમ્પેન હોય. દરેક મુદ્દે તે આંદોલન સાથે જોડાયેલા લોકો ટૂલકિટ દ્વારા જ એક્શન પોઈન્ટ તૈયાર કરે છે અને આંદોલનને આગળ વધારે છે.

ટૂલકિટથી ગ્રેટા થનબર્ગ કનેક્શન
આ મુદ્દે જળવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે સૌથી પહેલા ત્રણ ફેબ્રુઆરીએ ખેડૂત આંદોલન સાથે જોડાયેલી એક ટૂલકિટ ટ્વિટર પર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જોકે ત્યાર પછી તેણે એ ડિલિટ કરી દીધી હતી. એમાં ગ્રેટાએ લખ્યું હતું, જો તમે ખેડૂતોની મદદ કરવા માગતા હોવ તો તમે આ ટૂલકિટની મદદ લઈ શકો છો. ત્યાર પછી ચાર ફેબ્રુઆરીએ ગ્રેટાએ ફરી ટૂલકિટ શેર કરી અને લખ્યું, આ નવી ટૂલકિટ છે, જેને એ લોકોએ બનાવી છે, જે અત્યારે ભારતની જમીન પર કામ કરી રહ્યા છે. એના દ્વારા તમે ઈચ્છો તો તેમની મદદ કરી શકો છો.

દિલ્હી પોલીસે આ ટૂલકિટને વિદ્રોહ ઊભો કરતો દસ્તાવેજ ગણાવીને તેમનાં લખાણો વિરુદ્ધ આઈપીસી કલમ 124એ, 153એ, 153, 120બી અંતર્ગત કેસ નોંધી લીધો છે. જોકે એમાં કોઈના નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી, પરંતુ અફવા ઊડી હતી કે દિલ્હી પોલીસે ગ્રેટા થનબર્ગ સામે કેસ દાખલ કર્યો છે. જોકે દિલ્હી પોલીસે આ વાત નકારી દીધી હતી. આરોપ છે કે ટૂલકિટને બેંગલુરુની દિશા રવિએ એડિટ કરી છે.

કોણ છે દિશા રવિ
22 વર્ષની દિશા બેંગલુરુમાં એક જળવાયુ કાર્યકર્તા છે. તેણે બેંગલુરુમાં એક પ્રાઈવેટ કોલેજ- માઉન્ટ કાર્મેલ કોલેજમાંથી બીબીએની ડીગ્રી લીધી છે અને પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા ફ્રાઈડેઝ ફોર ફ્યુચરના સંસ્થાપક સભ્યોમાંની એક છે. દિશા ગુડ વેગન મિલ્ક નામની એક સંસ્થામાં પણ કામ કરે છે. આ સંસ્થાનો ઉદ્દેશ પ્લાન્ટ બેસ્ડ ફૂડને સસ્તું અને સરળ બનાવવાનું છે. આ સંસ્થા ખેતીમાં પશુઓનો ઉપયોગ બંધ કરીને તેમને પણ જીવવાનો અધિકાર આપવા મામલે કામ કરે છે.

ગ્રેટા થનબર્ગ સાથે કનેક્શન
દિશાએ ખેડૂત આંદોલન સાથે જોડાયેલી ટૂલકિટ એડિટ કરીને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. એને સૌ પહેલા સ્વીડિશ જળવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે 3 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જોકે ત્યાર પછી ગ્રેટાએ એને ડિલિટ કરી દીધી હતી. એના એક દિવસ પછી 4 ફેબ્રુઆરીએ ગ્રેટાએ અપડેટેડ ટૂલકિટ સોશિયલ મીડિયા પર શેર કરીને કહ્યું હતું કે જે ભારતની જમીન પર કામ કરી રહ્યા છે ત્યાંના લોકોએ આને અપડેટ કરી છે. આરોપ છે કે દિશાએ આ ટૂલકિટને એડિટ કરીને અપડેટ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો