તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કિસાન આંદોલન અને કૃષિ કાયદાને લઈને વિપક્ષના નેતાઓએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે ગુરૂવારે મુલાકાત કરી. વિપક્ષી દળોમાં કોંગ્રેસ, DMK, NCP પણ સામેલ હતા. વિપક્ષના નેતાઓએ સ્પીકરને કહ્યું કે ખેડૂત આંદોલન અને કૃષિ કાયદા પર ગૃહમાં અલગથી ચર્ચા થવી જોઈએ. તેઓએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન આ મુદ્દે ચર્ચા નથી ઈચ્છતા. વિપક્ષના નેતાઓએ કહ્યું કે જો સરકાર અમારા પ્રસ્તાવ પર તૈયાર થાય છે, તો અમે ચર્ચામાં ભાગ લઈશું.
કૃષિ કાયદાના સમર્થનમાં 20 પૂર્વ IFSનો પત્ર
આ વચ્ચે 20 પૂર્વ ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારીઓએ કૃષિ કાયદાના સમર્થનમાં એક ખુલ્લો પત્ર લખ્યો છે. અજય સ્વરૂપ, મોહન કુમાર, વીના સીકરી સહિત 20 પૂર્વ IFSએ કહ્યું કે માર્કેટની શક્તિઓ અને ખેડૂતની ઉપજની સુરક્ષા તેમજ તેના ફાયદા વચ્ચે સંતુલન નાજુક છે. એવામાં એક જ સમયે કોઈ એકના બંને હાથમાં લાડુ ન હોય શકે.
પૂર્વ IFSએ ખુલ્લા પત્રમાં લખ્યું કે, 'આજે કૃષિ ક્ષેત્રની માગ છે કે ખેડૂત પોતાના ઉત્પાદનમાં વિવિધતા લાવવા માટે નવી ટેક્નિકનો ઉપયોગ કરે. સરકારના ત્રણ કૃષિ કાયદા આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં છે.' આ અધિકારીઓએ ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)ની જોગવાઈનું પણ સમર્થન કર્યું છે. તેઓએ વિકસિત દેશો દ્વારા આ મુદ્દે સવાલ ઉઠાવવાની વાતને પણ અયોગ્ય ગણાવી છે.
લાલ કિલ્લા પર હિંસા ભડકાવનાર હરમનની ધરપકડ
ખેડૂત આંદોલનના 71માં દિવસે દિલ્હી પોલીસ અને લાલ કિલ્લા પર હિંસા ભડકાવવામાં સામેલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે ગુરૂવારે જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલો ધર્મેન્દ્રસિંહ હરમન 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરડે દરમિયાન પોતાની કારમાં બેસી ખેડૂતોને ઉશ્કેરી રહ્યો હતો. તે દિલ્હીના અર્જુન નગરનો રહેવાસી છે અને શાહીન બાગના પ્રદર્શન સમયે પણ ઘણો જ સક્રિય હતો.
કિસાન આંદોલનને લઈને પોલીસની સાથે કેન્દ્ર સરકાર પણ સક્રિય છે. ગાજીપુર બોર્ડર હલચલ વધ્યા બાદ એક બેઠક બોલાવવામાં આવી હતી. ગૃહ મંત્રી અમિત શાહે સ્થિતિ પર ચર્ચા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને દિલ્હી પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્તવ વચ્ચે હાઈલેવલની મીટિંગ થઈ.ગાજીપુર બોર્ડર પર શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલ સહિત 10 વિપક્ષ દળોના 15 નેતા ખેડૂતોને મળવા પહોંચ્યા હતા. પોલીસે તેમને રોક્યા હતા.
પોલીસે રસ્તા પરથી ખિલ્લા હટાવ્યા, જે બાદ સ્પષ્ટતા કરી
આ દરમિયાન ગાઝીપુર બોર્ડ પર આજે પણ કડક સુરક્ષા વ્યવસ્થા છે. જોકે દિલ્હી પોલીસે ખિલ્લા અને કાંટાળી તારની લાઈનો ઢીલી કરવાની શરૂઆત કરી દીધી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, આ ફરીથી લગાવવામાં આવશે. એટલે કે હવે સ્પષ્ટ નથી કે ગાજીપુર બોર્ડરની સુરક્ષા વ્યવસ્થા ઓછી કરવામાં આવશે કે નહીં. જોકે દિલ્હી પોલીસ સૂત્રોનું કહેવું છે કે, અમુક જગ્યા પર ખિલ્લાની રિ-પોઝીશનિંગ કરવામાં આવશે.
ખેડૂત નેતા બોલ્યા- હવે મંત્રીઓ સાથે વાત નહીં કરીએ, PM આગળ આવે
કિસાન આંદોલન તેજ કરવા માટે બુધવારે હરિયાણાના જીંદ જિલ્લાના કંડેલા ગામમાં બુધવારે કિસાન મહાપંચાયત મળી હતી. જેમાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકેતે કહ્યું હતું, 'હવે કૃષિ મંત્રી કે પછી કોઈ અન્ય મંત્રી સાથે વાતચીત નહીં કરીએ. હવે વડાપ્રધાન અને ગૃહ મંત્રીને વાતચીત માટે આગળ આવવું પડશે. હાલ તો કિસાન કાયદાને પરત કરવાની માગ કરી રહ્યાં છે, જ્યારે ગાદી પરતની માગ કરશે તો સરકાર શું કરશે? જ્યારે કોઈ રાજા ડરે છે તો કિલ્લાબંધીનો સહારો લે છે. ઠીક એવી જ રીતે બોર્ડર પર જે કિલ્લાબંધી કરવામાં આવી છે, એવી તો દુશ્મન માટે પણ નથી કરવામાં આવતી.'
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમે ગાઝીપુર બોર્ડરથી ખિલ્લા હટાવી નથી રહ્યા પરંતુ જે જગ્યાએ પબ્લિકને આવવા-જવામાં તકલીફ પડે છે ત્યાંથી અમે ખિલ્લાની રી-પોઝીશનિંગ કરી રહ્યા છે. જ્યારે ગાઝીપુર બોર્ડર પર એક પોલીસકર્મીએ જણાવ્યું છે કે, હાલ તો અમે ખિલ્લા કાઢી રહ્યા છીએ, ક્યાં અને કેવી રીતે ફરી લગાવાશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.
#WATCH | Nails that were fixed near barricades at Ghazipur border (Delhi-UP border) are being removed. pic.twitter.com/YWCQxxyNsH
— ANI (@ANI) February 4, 2021
નોંધનીય છે કે, 26 જાન્યુઆરીએ હિંસા પછી સંસદ સત્રની શરૂઆત થતાં જ ગાઝીપુર બોર્ડર પર સિક્યુરિટી વધારી દેવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓએ મુખ્ય રસ્તાઓને બેરિકેડિંગ અને કાંટાળા તારથી રોકી લીધા હતા. તે ઉપરાંત આસપાસના જંગલ વિસ્તારમાં પણ કાંટાળા તાર લગાવી દેવામાં આવ્યા હતા. તેના કારણે સામાન્ય જનતાને ઘણી મુશ્કેલી સહન કરવી પડતી હતી.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.