તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
26 જાન્યુઆરીના રોજ લાલ કિલ્લામાં સર્જાયેલી હિંસાના કેસમાં ધરપકડ કરવામાં આવેલા પંજાબી એક્ટર દીપ સિદ્ધુને કોર્ટે 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તેને મંગળવારે કોર્ટ સમક્ષ રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પોલીસે કોર્ટમાં કહ્યું કે સિદ્ધુ લાલ કિલ્લામાં હિંસા ભડકાવવનાર કેટલીક વ્યક્તિઓ પૈકી એક છે.
આશરે 15 દિવસથી ફરાર દીપ સિદ્ધુની પોલીસે સોમવારે રાત્રે 10.40 વાગે કરનાલ બાયપાસથી ધરપકડ કરી હતી અને મંગળવારે સવારે આ અંગે જાણકારી આપવામાં આવી હતી. સિદ્ધુ પર લાલ કિલ્લામાં ઉપદ્રવ ફેલાવવાનો આરોપ છે. તોફાની તત્વોએ લાલ કિલ્લાની પ્રાચીર પર ધાર્મિક ઝંડો લહેરાવ્યો હતો અને હિંસા પણ કરી હતી.
ખેડૂત આંદોલનમાં વધુ એક ખેડૂતનું મૃત્યુ
આ અગાઉ કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરતાં વધુ એક ખેડૂતનું મંગળવારે સવારે મોત થઈ ગયું હતું. મોતનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું છે. ઘટના દિલ્હી-હરિયાણા વચ્ચે આવેલા સિંધુ બોર્ડરની છે. મૃતકનું નામ હરિંદર અને ઉંમર 50 વર્ષ છે. તેઓ પાનીપત જિલ્લાના સેવા ગામમાં રહેચા હતા. આ પહેલાં સોમવારે પીજીઆઈ રોહતકમાં એક વૃદ્ધ જવાનનું મોત થયું હતું. તેમને 16 જાન્યુઆરીએ ઠંડી લાગવાના કારણે ટીકરી બોર્ડરથી લાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ટીકરી બોર્ડર પર રવિવારે એક ખેડૂતનો મૃતદેહ બગીચામાં ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો. તેમનું નામ કર્મવિર સિંહ હતું. તેમણે સુસાઈડ નોટમાં લખ્યું હતું, ભારતીય કિસાન યુનિયન જિંદાબાદ. મોદી સરકાર બસ તારીખ પર તારીખ આપી રહી છે. કોઈ નથી કહેતું કે કાળો કાયદો ક્યારે પરત લેવામાં આવશે. સોનીપતની સિંધુ બોર્ડર પર અત્યાર સુધી 17 ખેડૂતો જીવ ગુમાવી બેઠા છે.
આરોપી સિદ્ધુની ધરપકડ, તેના પર એક લાખનું ઈનામ હતું
દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન લાલકિલ્લા પર હિંસા ભડકાવવાના આરોપી દીપ સિદ્ધુની પોલીસે મંગળવારે ધરપકડ કરી લીધી છે. પંજાબી સિંગર દીપ સિદ્ધુ પર લાલકિલ્લા પર ધાર્મિક ઝંડો લહેરાવવાનો અને લોકોને ઉશ્કેરવાનો આરોપ છે. તેના પર દિલ્હી પોલીસે એક લાખનું ઈનામ રાખ્યું હતું.
દિલ્હી પોલીસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપ સિદ્ધુ અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી એક મિત્રના સંપર્કમાં હતો. તે એક્ટ્રેસ પણ છે. દીપ આ મિત્રને વીડિયો મોકલતો હતો અને તે એને દીપ સિદ્ધુના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અપલોડ કરતી હતી.
કુરુક્ષેત્રમાં આજે મહાપંચાયત, પરંતુ વિવાદ પહેલાં થયો
કુરુક્ષેત્રની અનાજ મંડીમાં થનારી મહાપંચાયત પહેલાં જ એક વિવાદ ઊભો થઈ ગયો છે. અહીં ખેડૂતનેતા ગુરનામ સિંહ ચઢૂનીને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું, જ્યારે કુરુક્ષેત્ર ચઢૂનીનો વિસ્તાર છે. ચઢૂનીએ કહ્યું છે કે તેમને મહાપંચાયતની માહિતી આપવામાં આવી નથી અને તેથી તેમણે બીજી જગ્યાના કાર્યક્રમ નક્કી કરી દીધા હતા. આ કારણે હવે તેઓ મહાપંચાયતમાં નહીં જઈ શકે. જોકે મહાપંચાયતના જસતેજ સંધીએ કહ્યું હતું કે ચઢૂનીને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમણે સમય કાઢીને મહાપંચાયત આવવાની વાત કરી હતી.
કાલે લોકસભામાં ખેડૂતોના મુદ્દા પર બોલી શકે છે મોદી
સૂત્રોના જણાવ્યા મુજબ, મોદી બુધવારે લોકસભામાં પણ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પેશ કરી શકે છે. આ દરમિયાન એક વખત ફરી ખેડૂતોના આંદોલન અને કૃષિ કાયદાઓ પર બોલી શકે છે. મોદીએ સોમવારે રાજ્યસભામાં ખેડૂત આંદોલન પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ખેડૂતોએ વાતચીત માટે આગળ આવવું જોઈએ.
મોદીએ કહ્યું હતું કે ખેડૂત આંદોલન પર ખૂબ ખર્ચો થયો. મુખ્ય વાત પર ચર્ચા થઈ હોત તો સારું થાત. કૃષિમંત્રીએ સારી રીતે સવાલ પૂછ્યા, પરંતુ એના જવાબ નહિ મળે. જરા ગ્રીન રિવોલ્યુશનની વાત વિચારો. સખત નિર્ણય લેવા માટે લાલબહાદુર શાસ્ત્રીએ પણ વિચારવું પડ્યું હતું. ત્યારે પણ કોઈ કૃષિમંત્રી બનવા માગતું ન હતું, કારણ કે તેમને લાગે છે કે ક્યાંક કડક નિર્ણય લેવાને પગલે રાજકારણ સમાપ્ત ન થઈ જાય. આજે જે ભાષા મારા માટે બોલવામાં આવી રહી છે ત્યારે એ તેમના માટે બોલવામાં આવતી હતી કે અમેરિકાના ઈશારે ચાલી રહ્યા છે.
મોદીની અપીલથી ખેડૂતો ફરી વાતચીત કરવા તૈયાર
રાજ્યસભામાં મોદીની સ્પીચના અમુક કલાકો પછી સંયુક્ત કિસાન મોરચાના સભ્ય શિવ કુમાર કક્કાએ કહ્યું હતું કે તેઓ આગામી વાતચીત માટે તૈયાર છે. સરકાર તેમને મીટિંગનો દિવસ અને સમય જણાવી દે. જોકે કક્કાએ કહ્યું હતું કે લોકતંત્રમાં આંદોલનની મહત્ત્વની ભૂમિકા હોય છે. લોકોને સરકારની ખોટી નીતિનો વિરોધ કરવાનો અધિકાર છે.
મોદીના નિવેદન વિશે ટિકૈતે કહ્યું હતું કે વડાપ્રધાને એવું કહ્યું છે કે MSP હતા, છે અને રહેશે, પરંતુ એવું ના બોલ્યા કે MSP પર કાયદો બનાવવામાં આવશે. દેશ વિશ્વાસથી ના ચાલે. એ બંધારણ અને કાયદાથી ચાલે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.