જે પિતાનો હાથ પકડીને દીકરીઓ ચાલતા શીખી, પ્રેમથી તે દીકરીઓને મોટી કરી. સમાજમાં પોતાના પગ પર ઊભા રહેતા શિખવાડ્યું. તે જ પિતાની અર્થીને જ્યારે 7 દીકરીઓએ કાંધ આપીને વિદાય કર્યા તો લોકોની આંખો ભીની થઈ ગઈ. દીકરીઓએ પિતાના મૃતદેહને કાંધ તો આપી સાથે જ સ્મશાનમાં મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કાર પણ કર્યા. આ સમગ્ર ઘટના રાજસ્થાનના બુંદી જિલ્લાની છે.
બુંદી જિલ્લાના બાબાજીના મોટા નિવાસી 95 વર્ષીય રામદેવ કલાલનું મંગળવારે સવારે બીમારીના કારણે અવસાન થયું. તેઓ વ્યવસાયે ખેડૂત હતા. તેમને એક પણ પુત્ર નહોતો, 7 પુત્રીઓ નહોતી. પિતાના અવસાનના સમાચાર સાંભળતા જ પુત્રી સુવાલકા કાછોલા, કમલા દેવી, મોહિની દેવી, ગીતા દેવી, મૂર્તિ દેવી, પૂજા દેવી, શ્યામાં દેવી અને મમતા દેવી પિતાને કાંધ આપવા પહોંચી. હિંડોલી વિસ્તારથી થઈને કલાલ સમાજના મુક્તિધામમાં રીતિ-રિવાજ મુજબ અંતમિ સંસ્કાર કરવામાં આવ્યાં.
જ્યારે અંતિમ યાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી નીકળી ત્યારે દિકરીઓને પિતાને કાંધ આપતી જોઈ હૃદયદ્રાવક દ્રશ્ય ઉભા થયા હતા. મોટી દીકરી કમલા દેવીએ કહ્યું કે અમારો કોઈ ભાઈ નહોતો, પિતાએ બધી દીકરીઓને ભાઈની કમી ન થવા દીધી અને બરાબરી કરવાનું શીખવ્યું. માતા બુરીબાઈનું 5 વર્ષ પહેલા અવસાન થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.