તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હવે દેશની અંદર હવાઈ યાત્રા માટે 30% સુધી વધારે ખર્ચ કરવો પડશે. સરકારે અલગ-અલગ રૂટ માટે નક્કી કરેલા હવાઈ ભાડાની પ્રાઈઝ બેન્ડ વધારી દિધી છે. તે સાથે જ એરલાઈન્સ કંપનીઓ પર પ્રી-કોવિડ લેવલની તુલનાએ અધિકતમ 80% ક્ષમતાની સાથે ફ્લાઈટ ઓપરેટ કરવા માટે લગાડવામાં આવેલી સમય મર્યાદાને 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવી છે.
ન્યૂનતમ ભાડામાં 10% અને અધિકતમ ભાડામાં 30%નો વધારો કરવામાં આવ્યો છે. નવા પ્રાઈઝ બેન્ડ મુજબ દિલ્હી-મુંબઈ રૂટ પર ઈકોનોમી ક્લાસમાં હવે એક સાઈડનું ભાડું 3,900-13,000 રૂપિયાના રેન્જમાં રહેશે. પહેલાં આ 3,500-10,000 રૂપિયાની રેન્જમાં હતા. જેમાં એરપોર્ટનો યુઝર ડેવલપમેન્ટ શુલ્ક, યાત્રી સુરક્ષા શુલ્ક (ઘરેલુ માર્ગ પર 150 રૂપિયા) અને GST સામેલ નથી.
લોકડાઉન પછી શિડ્યૂલ્ડ ડોમેસ્ટિક ઓપરેશન 25 મેથી ખુલ્યું
કોરોનાની મહામારીના પ્રકોપ બાદ શિડ્યૂલ્ડ ડોમેસ્ટિક ઓપરેશન 25 માર્ચ 2020થી પ્રતિબંધ મૂકી દેવાયો હતો. 25 મે 2020થી તેને કેટલીક શરતો અને પ્રી-કોવિડ લેવલની તુલનાએ એક-તૃતિયાંશ ક્ષમતાની સાથે ધીમે-ધીમે ખોલવાનું શરૂ કર્યું, કે જેથી વિમાની કંપનીઓ અને એરપોર્ટ્સ તમામ કોવિડ નિયમોનું પાલન કરી શકે. હવાઈ ભાડા પર ન્યૂનતમ અને અધિકતમ સીમા લગાવવામાં આવી હતી, કે જેથી વિમાની કંપનીઓ વધુ પ્રમાણમાં ભાડું ન વસૂલે અને માત્ર જરૂરી કાર્યો માટે જ હવાઈ યાત્રાઓ થાય. 3 ડિસેમ્બર 2020નાં રોજ ફ્લાઈટ કેપિસિટીને વધારીને પ્રી-કોવિડ સ્તરના 80% સુધી કરી દેવાયો હતો. આ પહેલાં તે 70% હતો.
કેટલી કંપનીઓ હજુ પણ 80% કેપિસિટી સીમાને વધારવા નથી માગતી
હાલમાં જ વિમાની કંપનીઓની ક્ષમતા વધારવાને લઈને સલાહ લેવામાં આવી હતી. એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ બુધવારે સંસદમાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે હાલ કેટલીક કંપનીઓ ઈચ્છે છે કે ફ્લાઈટ્સને 100% કેપિસિટીની સાથે ખોલી દેવામાં આવે, જ્યારે કેટલીક અન્ય કંપનીઓ ઉતાવળ કરવા નથી માગતી. 80%થી વધુ કેપિસિટીને ખોલવાનું તે વાત પર નિર્ભર કરશે કે વાયરસ કયા પ્રકારે ફેલાઈ રહ્યો છે અને વિમાનની કંપનીઓના SOPને લઈને અમે કેટલાં સહજ છીએ.
પ્રાઈઝ બેન્ડને પરમેનેન્ટ રાખવાનો કોઈ ઈરાદો નથી
હરદિપ સિંહે કહ્યું કે ન્યૂનતમ અને અધિકતમ ભાડું એક અસાધારણ પગલું હતું, જે અસાધારણ પરિસ્થિતિઓમાં ઉઠાવવામાં આવ્યું હતું. એવું એટલા માટે કરાયું હતું કે જેથી સીમિત ઉપલબ્ધતાના કારણે હવાઈ ભાડામાં આડેધડ વધારો ન થાય. તેઓએ કહ્યું હતું કે પ્રાઈઝ બેન્ડને પરમેનેન્ટ રાખવાનો અમારો કોઈ જ ઈરાદો નથી. આશા છે કે સમર શિડ્યૂલમાં જ્યારે ફ્લાઈટ્સ પ્રી-કોવિડ લેવલ પર ખુલશે તો અમે ભાડા પર મર્યાદા રાખવાની કોઈ જરૂર નહીં પડે.
માર્ચના અંતિમ રવિવારથી શરૂ થશે સમર શિડ્યૂલ
દેશમાં ફ્લાઈટ શિડ્યૂલ બે ભાગમાં વેચાયેલી છે. વિન્ટર શિડ્યૂલ ઓક્ટોબરના અંતિમ રવિવારથી માર્ચના અંતિમ શનિવાર સુધી હોય છે. સમર શિડ્યૂલ માર્ચના અંતિમ રવિવારથી ઓક્ટોબરના છેલ્લા શનિવાર સુધી હોય છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.