વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિવારવાદ અને વંશવાદ પર નિશાન સાધતા કહ્યું હતું કે આ બંનેથી દેશની લોકશાહીને નુકસાન પહોંચ્યું છે. તેનાથી ભ્રષ્ટાચાર વધ્યો છે. જયપુરમાં આયોજીત ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકને પીએમ મોદીએ સંબોધિત કરી હતી.
પીએમ મોદીએ પરિવારવાદી પાર્ટીઓ પર શાબ્દિક નિશાન સાધતા કહ્યું હતું કે, આ પાર્ટીઓનું જાહેર જીવન પરિવારથી શરૂ થઇને પરિવાર સુધી જ સીમિત રહે છે. કોંગ્રેસ પર આડકતરી રીતે નિશાન સાધતા કહ્યું હતું કે, આજે કેટલીક પાર્ટીઓ દેશને પાછળ લઇ જવા માંગે છે. દેશમાં મહાત્મા ગાંધીના સિંદ્વાતોની માત્ર વાતો જ કરવામાં આવી છે જ્યારે કામગીરી તેનાથી વિરુદ્વ જ કરાઇ છે.
પક્ષના સભ્યોએ વિકાસના લક્ષ્યને સિદ્વ કરવાનું છે
પીએમ મોદીએ પાર્ટીના નેતાઓને વિકાસના મુદ્દે અડગ રહીને તેના પર જ કામ કરવાનું આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોઇપણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે તો પણ તેની જાળમાં ફસાવવાથી દૂર રહેવાનું છે. વિકાસથી જોડાયેલા મુદ્દાઓથી ધ્યાન અન્ય તરફ દોરવા માટે પ્રયાસો કરાશે પરંતુ આપણે દરેકે વિકાસના લક્ષ્યને સિદ્વ કરવાનું છે.
આ દરમિયાન ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, રાજસ્થાનમાં પાર્ટી મજબૂત વિપક્ષની ભૂમિકા અદા કરશે તેમજ આગામી વિધાનસભા ચૂંટણીમાં ત્યાં કમળ ખીલશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.