• Gujarati News
  • National
  • Family Sent To Addiction Center For Drug Addiction, Returns To Kill Parents, Sister And Grandmother

હેવાન દીકરાએ પોતાના જ પરિવારની હત્યા કરી:પરિવારે ડ્રગ્સની લતને કારણે નશામુક્તિ કેન્દ્ર મોકલ્યો હતો, પરત આવીને માતા-પિતા, બહેન, દાદીની હત્યા કરી

10 દિવસ પહેલા

દિલ્હીના પાલમ વિસ્તારમાં એક વ્યક્તિએ તેના પરિવારના ચાર સભ્યની હત્યા કરી નાખી છે. આ ઘટના મંગળવાર રાતની છે. આરોપીનું નામ કેશવ છે અને તે ડ્રગ-એડિક્ટ છે. પરિવારે તેને વ્યસનમુક્તિ કેન્દ્રમાં મોકલી આપ્યો હતો. ત્યાંથી પાછા ફર્યા પછી પણ તેણે વ્યસન છોડ્યું નહોતું. તે પરિવાર પાસે ડ્રગ્સ માટે સતત પૈસા માગતો હતો.

મંગળવારે પણ તેણે ડ્રગ્સના પૈસા માગ્યા હતા. જ્યારે પરિવારે પૈસા આપવાની ના પાડી તો તેણે તેનાં માતા-પિતા, બહેન અને દાદીની હત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. ઘરના ચારેય સભ્યોને અલગ-અલગ રૂમમાં લઈ જઈને મારી નાખ્યા હતા. તે હત્યા કર્યા પછી ભાગી ગયો હતો, પરંતુ તેના પિતરાઈ ભાઈએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

પોલીસને વોશરૂમમાંથી બે મૃતદેહ મળ્યા હતા. આખા ફ્લોર પર લોહી દેખાતું હતું. મહિલાના પેટમાં મોટો ઘા દેખાય છે.
પોલીસને વોશરૂમમાંથી બે મૃતદેહ મળ્યા હતા. આખા ફ્લોર પર લોહી દેખાતું હતું. મહિલાના પેટમાં મોટો ઘા દેખાય છે.

બહેનની ચીસો સાંભળીને પિતરાઈ ભાઈ પહોંચ્યો
આરોપી કેશવને પકડનારા તેના પિતરાઈભાઈ જણાવ્યું હતું કે તેણે રાત્રે તેની બહેનની ચીસો સાંભળી હતી, જેમાં તે બચાવવાની બૂમો પાડતી હતી. જ્યારે તે અન્ય લોકોને લઈને તેમના ઘરે પહોંચ્યો તો દરવાજો બંધ હતો. જ્યારે તેણે દરવાજો ખખડાવ્યો હતો, તો આરોપી કેશવે કહ્યું કે આ અમારી ફેમિલી મેટર છે.

બેડરૂમમાંથી લોહીથી લથપથ લાશ મળી આવી હતી. એવું માનવામાં આવે છે કે આરોપીઓએ પરિવારના સભ્યોને અલગ-અલગ રૂમમાં લઈ જઈને મારી નાખ્યા હતા.
બેડરૂમમાંથી લોહીથી લથપથ લાશ મળી આવી હતી. એવું માનવામાં આવે છે કે આરોપીઓએ પરિવારના સભ્યોને અલગ-અલગ રૂમમાં લઈ જઈને મારી નાખ્યા હતા.

આ પછી લોકોએ થોડીવાર રાહ જોઈ, પરંતુ અચાનક આરોપી ભાગવા લાગ્યો હતો. પછી લોકોએ તેને પકડી લીધો હતો. જ્યારે લોકો ઘરની અંદર ગયા તો જોયું કે ઘરનો ફ્લોર લોહીથી લથપથ હતો. ચારેય લાશો આસપાસ પડી હતી. આ મૃતદેહો આરોપીનાં માતા-પિતા, બહેન અને દાદીના હતા.

માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

એક મહિના પહેલાં નોકરી છોડી દીધી
કેશવ પાસે સલામત નોકરી નહોતી. પોલીસે જણાવ્યું હતું કે તે ગુડગાંવ સ્થિત કંપનીમાં કામ કરતો હતો. તેણે એક મહિના પહેલાં જ નોકરી છોડી દીધી હતી. ત્યારથી તે તેના પરિવારના સભ્યો સાથે પૈસાને લઈને ઝઘડો કરતો હતો. આ મામલે પાલમ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

પોતાના પરિવારના લોકોને આવેશમાં આવીને તેમની હત્યા કરી નાખવાની ઘટના હવે છાશવારે બનતી જાય છે. આવો જ એક કિસ્સો હાલમાં જ બન્યો હતો, જેમાં પિતાએ આવેશમાં આવીને પોતાની જ દીકરીની હત્યા કરી દીધી હતી. તે છોકરીના પિતા છોકરીના પસંદગીના લગ્નથી નાખુશ હતા. જેથી આ બાબતે છોકરી સાથે બોલાચાલી થતાં તેના પિતાએ ગુસ્સામાં આવીને લાઇસન્સવાળી રિવોલ્વરથી પોતાની દીકરીની છાતીમાં ગોળીઓ વરસાવી દીધી હતી, જેમાં તે છોકરીનું કરુણ મૃત્યું નીપજ્યું હતું. આ પછી તેના પિતાએ તેની લાશને એક સૂટકેસમાં પેક કરીને યમુના એક્સપ્રેસ હાઈવે પર ફેંકી દીધી હતી. જોકે પોલીસે આ કેસ સોલ્વ કરીને આરોપી પિતાની ધરપકડ કરી દીધી છે.

મથુરાના આયુષી ચૌધરી હત્યાકાંડમાં પોલીસે કેસ સોલ્વ કરી દીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, તેના પિતાએ જ તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેની હત્યા બદરપુર સ્થિત તેના ઘરમાં જ કરવામાં આવી હતી. આ પછી લાશને લાલ સૂટકેસમાં પેક કરીને 150 કિમી દૂર મથુરા જિલ્લાના રાયા વિસ્તારમાં યમુના એક્સપ્રેસ-વે પર ફેંકી દીધી હતી. 18 નવેમ્બરે આયુષીની લાશ મળી હતી. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો