તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિહાર:મૃત્યુ પામી હોવાનું સમજીને પરિવારજનોએ મહિલાના કરી નાંખ્યા હતા અંતિમ સંસ્કાર, 3 વર્ષ બાદ પોલીસે મહિલાને પ્રેમી જીજાજી સાથે ઝડપી

3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પરિવારજનોએ પોતાની દીકરીનો મૃતદેહ માનીને કરી નાંખ્યા હતા અંતિમ સંસ્કાર, બાદમાં પોલીસે મહિલાને પ્રેમી સાથે જીવતી ઝડપી હતી. - Divya Bhaskar
પરિવારજનોએ પોતાની દીકરીનો મૃતદેહ માનીને કરી નાંખ્યા હતા અંતિમ સંસ્કાર, બાદમાં પોલીસે મહિલાને પ્રેમી સાથે જીવતી ઝડપી હતી.

બિહારના કૈમૂરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાના પોતાના પતિ સાથે કોઈ વાત પર વિવાદ થયો હતો અને મહિલા પોતાના પિયર ચાલી ગઈ હતી. થોડા દિવસ બાદ તે ત્યાંથી ગુમ થઈ ગઈ હતી. આ દરમિયાન દેવરાઢ કલાની બાજુમાં જ બસહી કેનાલ પાસે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની ઓળખ સાચી રીતે થઈ શકી ન હતી. પણ પિયરપક્ષના લોકોએ મહિલાના ચપ્પલ, કપડાં અને રૂમાલ દ્વારા તેની ઓળખ કરી હતી.

ત્યાર બાદ મૃતક મહિલાના પરિવારે સાસરિયાં પક્ષને જાણ કરતાં પતિ, સાસુ, સસરા અને નણંદ-નણદોઈ પર પિયરથી ભગાડીને હત્યા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે તપાસ કરતી પોલીસને પણ તે મહિલાની હત્યા કર્યાના કોઈ પુરાવા મળ્યા ન હતા. પરંતુ બાદમાં પોલીસને તે મહિલા જીવતી હોવાના પુરાવા હાથે લાગ્યા હતા.

પોલીસે પરિણીતાને યૂપીના સોનભદ્ર જિલ્લામાંથી તેના પ્રેમી સાથે ઝડપી પાડી હતી.
પોલીસે પરિણીતાને યૂપીના સોનભદ્ર જિલ્લામાંથી તેના પ્રેમી સાથે ઝડપી પાડી હતી.

પોલીસે પોતાની તપાસને આગળ વધારી હતી અને પરિણીતાને યૂપીના સોનભદ્ર જિલ્લામાંથી તેના પ્રેમી સાથે ઝડપી પાડી હતી. પ્રેમી સંબંધમાં મહિલાનો જીજાજી હોવાનું જાણવા મળ્યું છે. જેણે પહેલેથી જ લગ્ન કરેલા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું હતુ કે મહિલાના પોતાના જીજાજી સાથે પ્રેમ સંબંધ હતો માટે બંનેએ ભાગીને લગ્ન કરી લીધા હતા.

તેમને બે વર્ષનું બાળક પણ છે અને તેના પ્રેમીની પ્રથમ પત્નીથી પણ બે બાળકો છે જે સાથે જ રહે છે. મહિલાએ પોલીસને જણાવ્યુ હતુ કે તેમના લગ્ન કુદરા પોલીસ સ્ટેશન દેવરાઢ કલા વિસ્તારમાં થયા હતા અને તેનો પતિ તેની સાથે મારપીટ કરતો હતો, ત્યાર બાદ હું પિયર ગઈ તો ત્યાં મારા જીજાજી સાથે મને પ્રેમ થઈ ગયો હતો અમે અમે બંને ભાગી ગયા હતા. હવે હું તેની સાથે જ રહેવા માંગુ છું, મહિલાએ વધુમાં જણાવ્યુ હતુ કે મારે બે વર્ષનું બાળક પણ છે.

મહિલાના માતાએ જણાવ્યુ હતુ કે ચપ્પલ અને રૂમાલ પરથી દીકરીની ઓળખ કરી હતી.
મહિલાના માતાએ જણાવ્યુ હતુ કે ચપ્પલ અને રૂમાલ પરથી દીકરીની ઓળખ કરી હતી.

જ્યારે આ મામલામાં મહિલાના માતાનું કહેવું છે કે કુદરા પોલીસ સ્ટેશન પાસેની બસહી કેનાલ પાસે 2018માં મૃતદેહ મળ્યો હતો, જેના ચપ્પલ અને રૂમાલ પરથી ઓળખ કરતાં મને લાગ્યું કે તે મારી જ દીકરી છે, ત્યાર બાદ અમે તેના અંતિમ સંસ્કાર પણ કરી નાંખ્યા હતા. હવે પોલીસે તેને જીવતી ઝડપી છે, જેને લઈને અમે પણ હેરાન છીએ.

મોહનિયા ડીએસપી રઘુનાથ સિંહનું કહેવું છે કે વર્ષ 2018માં મહિલા ગુમ થઈ ગઈ હતી. બસહી કેનાલ પાસે મળેલા મૃતદેહની પરિણીતાને પિયરવાળાઓએ પોતાની દીકરીનો મૃતદેહ માની લીધો હતો, જેના અંતિમ સંસ્કાર પણ કરી નાંખ્યા હતા. સાસરિયા પક્ષના 5 લોકો વિરુદ્ધ હત્યાની એફઆઈઆર પણ નોંધાઈ હતી. તપાસ કરતાં યુપીના સોનભદ્ર જિલ્લામાંથી પરિણીતા જીવતી મળી હતી. તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી, અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો