તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • False Claim Of Hardoi Administration We Are Giving Ration And Nutrition Too, But The Picture Of The Girl Is Telling The Truth

ભૂખને કારણે દીકરીને જીવતી દફન કરવાનો મામલો:તંત્રના દાવાઓ- અમે રાશન અને પોષણ બંને આપી રહ્યા છીએ; પરંતુ બાળકીની તસવીરો કંઈક અલગ જ હકીકત જણાવી રહી છે

લખનઉ(ઉત્તરપ્રદેશ)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીએમએ કહ્યું- દોષીઓને છોડવામાં નહી આવે, કાર્યવાહી થશે

ઉત્તરપ્રદેશના લખનઉના હરદોઈ જિલ્લામાં એક માતા પોતાની 2 વર્ષની બાળકીને ખોરાક ના આપી શકતાં તેને જીવતી જમીનમાં દાટવાની કોશિશ કરી હતી. આ મામલે તંત્ર દ્વારા હવે પોકળ દાવાઓ થઈ રહ્યા છે. તંત્રએ દાવો કર્યો છે કે તે મહિલા માનસિક રીતે બીમાર છે અને આ જ કારણથી તેણે આ પગલું ભર્યું છે, પરંતુ બાળકીની તસવીરો સ્પષ્ટ રીતે જણાવી રહી છે કે તેને પોષણ તો દૂર પણ સરખો ખોરાક પણ મળ્યો નથી.

તંત્રનો દાવો- તે મહિલા માનસિકરૂપે બીમાર છે
જિલ્લા પ્રોબેશન અધિકારી સુશીલ કુમાર સિંહે દાવો કર્યો છે કે મહિલાના પતિના મૃત્યુ બાદ મહિલા માનસિકરૂપે બીમાર હતી, આ કારણસર તેણે આ પગલું ભર્યું. ઓફિસરે કહ્યું હતું કે દરેક બાળકને આંગનવાડીમાં રાશન તેમજ પોષકતત્ત્વો પણ આપવામાં આવે છે, પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે આટલા સારા પ્રમાણમાં પોષકતત્ત્વો મળતાં હોવા છતાં બાળકી કુપોષણનો શિકાર કેમની બની અને એક મા પોતાની બાળકીને દાટવા મજબૂર કેમની બની?

આ મામલાને નિરાધાર દર્શાવવા તંત્રએ પ્રયત્નો શરૂ કર્યા
લોનારના સકરૌલી ગામમાં એક માતાએ બાળકીને જીવતી દાટવાની ઘટનામાં તંત્ર ઝડપથી કાર્યવાહી કરવાના મૂડમાં આવી ગયું છે. થોડાક જ કલાકોમાં એક નહીં, પરંતુ 3-3 વિભાગોના આંકડા જાહેર કરી દીધા છે. આ એ જ તંત્ર છે કે જે એક માતા દ્વારા પોતાની બાળકીને જીવતી દાટવાની રાહ જોતું હતું, કારણ કે જો તંત્રએ પહેલાં કામમાં આવી ઝડપ બતાવી હોત તો એક મા દ્વારા આવું પગલું લેવાની પરિસ્થિતિ ના ઊભી થાત.

મહિલાની દરેક મદદ કરશે તંત્ર
જિલ્લા પ્રોબેશન અધિકારી સુશીલ કુમાર સિંહે જણાવ્યું હતું કે લોનાર પોલીસ સ્ટેશન હેઠળ આવતા સકરૌલી ગામમાં એક મહિલાએ પોતાની બાળકીને જીવતી દાટી દેવાની કોશિશ કરી હતી. ચાઇલ્ડ લાઇનને સૂચના મળી છે કે ગામ સકરૌલીમાં એક મહિલા દ્વારા પોતાની બાળકીને જીવતી દાટી દેવાની કોશિશ કરી હતી. આ સંબંધમાં ટીમ દ્વારા સ્થળ પર પહોંચી બાળકીને રેસ્ક્યૂ કરી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. માતા અને બાળકી બંને હાલ સ્વસ્થ છે અને જલદી જ વન સ્ટોપ સેન્ટરમાં મહિલાનું કાઉન્સેલિંગ ચાલુ કરવામાં આવશે અને તેને તંત્ર શક્ય તમામ મદદ કરશે.

ડી.એમ.એ કહ્યું, દોષીઓને છોડવામાં નહી આવે, કાર્યવાહી થશે
જિલ્લાધિકારી અવિનાશકુમાર સાથે આ બાબતે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું, સી.ડી.પી.ઓને કારણ જણાવો નોટિસ આપવામાં આવી છે.રાશન કાર્ડમાં મહિલાનું એક યુનિટ દાખલ છે, તેઓ જાતે જ આ બાબતે નજર રાખી રહ્યા છે. જો કોઇ દોષી સાબિત થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઘણા દિવસોથી ખોરાક મળ્યો નહોતો
હરદોઈના લોનાર પોલીસ સ્ટેશનના સકરૌલી ગામમાં બે વર્ષ પહેલાં ભગવાન દિનનું મોત નીપજ્યું હતું. ભગવાન દીનનાં ત્રણ બાળકો અને પત્ની છે. ભગવાન દીનના મૃત્યુ પછી તેની પત્નીએ ગામમાં ખોરાક માગીને એક પુત્ર અને બે પુત્રીનું ગુજરાન ચલાવ્યું. ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા ન જોઈને ભગવાન દીનની બહેન પુત્રને પોતાની સાથે લઈ ગઈ, ત્યાર બાદ ભગવાન દિનની પત્ની, સાત વર્ષની પુત્રી નંદિની અને 2 વર્ષની પુત્રી મધુ રહી હતી, તે ત્રણેયનું ગુજરાન ધીમે-ધીમે ચાલતું હતું,પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમના ભોજન માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. મહિલાએ પોતાની સમસ્યા ગામલોકોને પણ જણાવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...