તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Fake TRP Case: ED Also Starts Investigation, Filed Case In Prevention Of Money Laundering Act

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેક TRP કેસ:હવે EDએ પણ મની-લોન્ડરિંગની તપાસ શરૂ કરી, 12 લોકોની ધરપકડ થઈ ગઈ છે

5 દિવસ પહેલા
રિપબ્લિક ટીવીના 12થી વધારે લોકોની પૂછપરછ થઈ ચૂકી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ફેક TRP મામલે પ્રિવેન્શન ઓફ મની-લોન્ડરિંગ એક્ટ (PMLA) અંતર્ગત કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુંબઈ પોલીસે જ ઈડીને કેસની તપાસ કરવાનો આગ્રહ કર્યો હતો. મુંબઈ પોલીસે ઘણી ચેનલો સાથેની લેણ-દેણ સાથે જોડાયેલા દસ્તાવેજો ઈડીને સોંપ્યા છે. મુંબઈ પોલીસની ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટે (CIU) અત્યારસુધી આ મામલે 12 લોકોની ધરપકડ કરી છે. એમાં રિપબ્લિક ટીવી ચેનલના ડિસ્ટ્રિબ્યુશન હેડ ઘનશ્યામ સિંહ પણ સામેલ છે.

આ કેસ બોમ્બે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. બે સપ્તાહ પહેલાં જ બોમ્બે હાઈકોર્ટે આ જ કેસમાં મહારાષ્ટ્ર સરકાર, મુંબઈના પોલીસ કમિશનર પરમવીર સિંહ અને અન્ય પોલીસ અધિકારીઓ પાસેથી પણ એક અરજી સંબંધિત જવાબ માગ્યો હતો.

રિપબ્લિક ટીવીના 12થી વધારે લોકો સાથે પૂછપરછ થઈ ચૂકી છે
ઘનશ્યામ સિંહ સાથે આ પહેલાં પણ ઘણી વખત પૂછપરછ કરી લેવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિંહ રિપબ્લિક મીડિયા નેટવર્કના ડિસ્ટ્રિબ્યુશન હેડ હોવાની સાથે સાથે આસિસ્ટન્ટ વાઈસ-પ્રેસિડેન્ટ પણ છે. માત્ર ઘનશ્યામ સિંહની જ નહીં, પરંતુ TRP કેસમાં CIU રિપબ્લિક ટીવી ચેનલમાં ટોપ રેન્કના 6થી વધારે લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

અમુક અન્ય ચેનલના કર્મચારીઓની પણ તપાસ કરાશે
ગયા મહિને CIUના અમુક આરોપીઓની રિમાન્ડ એપ્લિકેશનમાં જે ચેનલમાલિકોને વોન્ટેડ દર્શાવવામાં આવ્યા હતા તેમાં રિપબ્લિક ચેનલનું પણ નામ હતું. રિપબ્લિક સિવાય ન્યૂઝ નેશન, WOW, ફખ્ત મરાઠી, બોક્સ સિનેમા અને મહામૂવી ચેનલ સાથે જોડાયેલા લોકો પણ હતા.

બે લોકો અત્યારસુધી બની ચૂક્યા છે અપ્રૂવર
આ કેસમાં અત્યારસુધીમાં કુલ 12 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. એમાંથી બે આરોપી ઉમેશ મિશ્રા અને આશિષ ચૌધરી, CIUના અપ્રૂવર પણ બની ચૂક્યા છે. CIUએ અત્યારસુધી ઘણા સાક્ષીઓના નિવેદન લઈ લીધા છે. ઘણા સાક્ષીઓના CrPC સેક્શન 164 અંતર્ગત મેજિસ્ટ્રેટ સામે નિવેદન લેવામાં આવ્યા છે, જેથી કેસ દરમિયાન તેઓ કોર્ટમાં ફરી ન જાય. જેમના ઘરે TRP મીટર લગાવવામાં આવ્યા હતા એમાંથી અમુક લોકોનાં નિવેદન લઈ લેવામાં આવ્યાં છે.

કેવી રીતે ચાલતી હતી ફેક TRP ગેમ
મુંબઈ પોલીસના કમિશનર પરમબીર સિંહે થોડા દિવસ પહેલાં આ મામલે સ્પષ્ટ કરીને જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ઘણાં એવાં ઘર મળ્યાં છે, જ્યાં TRPનું મીટર લગાવવામાં આવ્યું હતું. આ ઘરના લોકોને પૈસા આપીને આખો દિવસ એક જ ચેનલ ચલાવવાનું કહેવામાં આવતું હતું, જેથી ચેનલની ટીઆરપીમાં વધારો થઈ શકે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે અમુક ઘરો તો બંધ હતાં તેમ છતાં તે ઘરનાં અંદર ટીવી ચાલતાં હતાં. એક સવાલના જવાબમાં કમિશનરે એવું પણ કહ્યું હતું કે આ ઘરના લોકોને ચેનલ અથવા એજન્સી તરફથી રોજના 500 રૂપિયા મળતા હતા.
મુંબઈમાં પીપલ્સ મીટર લગાવવાનું કામ હંસા નામની એજન્સીને આપવામાં આવ્યું હતું. આ એજન્સીના અમુક લોકોએ ચેનલ સાથે મળીને આ રમત રમી હતી. તપાસ દરમિયાન હંસાના પૂર્વ કર્મચારીઓને ખાનગી ડેટા શેર કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો