દેશમાં વેક્સિનેશન કાર્યક્રમ ઝડપથી ચલાવવામાં આવી રહ્યો છે. 1 મેથી 18 વર્ષથી 44 વર્ષના લોકો માટે પણ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યો છે. વધુમાં વધુ લોકોને વેક્સિન આપવામાં આવે તે માટે સરકાર સોશિયલ મીડિયાથી લઈને અલગ-અલગ રીતે જાગૃતતા ફેલાવાનો પ્રયત્ન કરી રહી છે. જ્યારે બીજી બાજુ અમુક લોકો વેક્સિન વિશે ભ્રમ ફેલાવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. દેશમાં વેક્સિન વિશે ડર ફેલાવવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, વેક્સિન લેવાના 2 વર્ષ પછી લોકોનું મોત થઈ જશે. સરકારી સંસ્થા પીઆઈબીના ફેક્ટ ચેકમાં આ દાવો સંપૂર્ણ રીતે ખોટો સાબીત કરવામાં આવ્યો છે. પીઆઈબીએ આ સંબંધિત એક ટ્વિટ કરીને આ મેસેજને ખોટો ગણાવ્યો છે. પીઆઈબીએ ટ્વિટ દ્વારા કહ્યું છે કે, અત્યારે જે પણ વેક્સિન આપવામાં આવી રહી છે તે સુરક્ષીત છે, તેનાથી કોઈ પણ પ્રકારનું જોખમ નથી.
તસવીરમાં ફેક દાવો કરાયો
પીઆઈબીએ લખ્યું છે કે, સોશિયલ મીડિયા પર કોવિડ-19 વેક્સિન વિશે એક ફ્રાંસીસ નોબેલ પુરસ્કાર વિજેતાના નિવેદનનું ઉદાહરણ આપીને એક તસવીર વાયરલ કરવામાં આવી રહી છે. તસવરીમાં જે દાવો કરવામાં આવ્યો છે તે ફેક છે. કોરોના વેક્સિન સુરક્ષીત છે. પીઆઈબીએ ટ્વિટ દ્વારા લોકોને આ વિશે અફવા ના ફેલાવાની અપીલ કરતાં કહ્યું છે કે, આ ઈમેજને ફોરવર્ડ ના કરો.
વાઈરલ પોસ્ટમાં શું દાવો કરાયો છે
સોશિયલ મીડિયા પર જે તસવીર છે તેમાં નોબેલ વિજેતા લુક મોનટાગનાયર તરફથી એક નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, વેક્સિન લેનાર દરેક લોકોના 2 વર્ષની અંદર મોત થઈ જશે. કોઈ પણ પ્રકારની વેક્સિન લેનારની બચવાની કોઈ શક્યતા નથી. આ નિવેદનમાં વાયરોલોજિસ્ટ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે, જે લોકોને વેક્સિન આપવામાં આવી છે તેમનો ઈલાજ હવે શક્ય નથી. આપણે મૃતદેહોને દફનાવા માટે તૈયાર રહેવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.