તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Fake News Exposes: Did Modi Government Sacking 3.5 Lakh Employees Of Railway By Selling 7 Factories ? This Claim Is Fake

ફેક ન્યૂઝ એક્સપોઝ:શું મોદી સરકાર રેલવેની 7 ફેક્ટરી વેચીને 3.5 લાખ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી છે? તપાસમાં આ દાવો ખોટો નીકળ્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શું વાઈરલ થઈ રહ્યુ છે- સોશિયલ મીડિયા પર એક વાઈરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રેલવેની સાત ફેક્ટરીઓને વેચવાની તૈયારી પુરી થઈ ચુકી છે. આ ફેક્ટરીઓમાં કામ કરી રહેલા 3.5 સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકાશે. દાવો છે કે આ કર્મચારીઓની જગ્યા કોન્ટ્રાક્ટ લેબર્સને નોકરી પર રાખવામાં આવશે.

અને સાચું શું છે?

  • તપાસની શરૂઆતમાં અમને શોધવાનો પ્રયાસ કર્યો કે રેલવેની 7 ફેક્ટરીઓના વેચવાનો દાવો સૌથી પહેલા આવ્યો ક્યાંથી? Deshabhimani વેબસાઈટના એક લેખમાં આ દાવો કરવામાં આવ્યો છે.
  • જે લેખમાં રેલવેની ફેક્ટરીઓ વેચાવાનો દાવો છે.તેમાં કોઈ પણ સત્તાવાર સોર્સનો ઉલ્લેખ નથી. ન કોઈ સૂત્રનો હવાલો આપવામાં આવ્યો છે. આ સમાચારની વાસ્તવિકતા પર સવાલ ઊભા થાય છે.
  • અલગ અલગ કીવર્ડ સર્ચ કર્યા છતા કોઈ પણ ન્યૂઝ વેબસાઈટ પર આવા સમાચાર નથી મળ્યા, જેનાથી ફેક્ટરીઓ વેચાવાના દાવાની પુષ્ટી થતી હોય.

રેલવેના ખાનગીકરણ અંગે ભાસ્કરે એક રિસર્ચ સ્ટોરી કરી છે. જેના પ્રમાણે, રેલવેના 5% હિસ્સાના ખાનગીકરણની મંજૂરી મળી છે. ભાસ્કરની આ સ્ટોરીમાં 7 ફેક્ટરીઓના વેચાવાનો કોઈ ઉલ્લેખ નથી.

કેન્દ્ર સરકારની એજન્સી PIB ફેક્ટ ચેકે આ દાવાને ફેક ગણાવ્યો છે. સ્પષ્ટ છે કે રેલવેનું પુરી રીતે ખાનગીકરણ થવા અને 3.5 લોકોની નોકરી જવાનો દાવો પણ ખોટો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો