તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Are Muslim Candidates Getting More Than 3 Years Of Age Limit In UPSC Exams? The Investigation Turned Out To Be A Fake

ફેક ન્યૂઝ એક્સપોઝ:શું UPSC પરીક્ષામાં મુસ્લિમ ઉમેદવારોને ઉંમર મર્યાદામાં 3 વર્ષ વધુ છૂટ મળી રહી છે ? તપાસમાં આ દાવો ફેક નીકળ્યો

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

શું થઈ રહ્યું છે વાઇરલઃ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાઇરલ થઈ રહ્યો છે. એમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે UPSC દ્વારા લેવાતી IAS પરીક્ષામાં મુસ્લિમ ઉમેદવારોને હિન્દુ ઉમેદવારોની સરખામણીમાં ઘણી વધુ છૂટ મળે છે.

દાવો છે કે પરીક્ષામાં હિન્દુ ઉમેદવારોની ઉંમર મર્યાદા 32 વર્ષ છે. જ્યારે મુસ્લિમ ઉમેદવારો માટે 35 વર્ષ છે. મુસ્લિમ ઉમેદવારોને UPSCમાં 9 તક મળે છે, જ્યારે હિન્દુ ઉમેદવારને માત્ર 6 તક મળે છે. તક એટલે કે નિર્ધારિત સીમા, કેટલી વખત ઉમેદવાર યુપીએસસી પરીક્ષામાં સામેલ થઈ શકે છે. એની સામાન્ય રીતે Attempts કહેવામાં આવે છે. મેસેજની સાથે સુદર્શન ન્યૂઝના કાર્યક્રમનો એક સ્ક્રીનશોટ પણ વાઇરલ થઈ રહ્યો છે. આ કાર્યક્રમ યુટ્યૂબ પર પણ ઉપલબ્ધ છે.

સત્ય શું છે

  • આ અંગેની તપાસની શરૂઆત અમે ઉંમરને લઈને કરવામાં આવી રહેલા દાવાથી કરી. એના માટે અમે UPSC 2020નું ઓફિશિયલ નોટિફિકેશન ચેક કર્યું. નોટિફિકેશનમાં ઉંમરની મર્યાદા અને ઉંમરમાં મળનારી છૂટ વિશે વિગતે માહિતી આપવામાં આવી છે.
  • નોટિફિકેશન મુજબ 21થી 32 વર્ષના ઉમેદવાર UPSCની IAS પરીક્ષા માટે અરજી કરી શકે છે. ઉંમરમાં છૂટની વાત કરવામાં આવે તો SC/ST ઉમેદવારને 5 વર્ષ, OBC કેટેગરીના ઉંમેદવારને 3 વર્ષની છૂટ મળે છે. જે ઉમેદવાર પહેલેથી ડિફેન્સના ક્ષેત્રમાં કમિશન્ડ છે, તેમને અલગ અલગ નિયમો મુજબ 3 કે 5 વર્ષની છૂટ આપવામાં આવે છે. નોટિફિકેશનમાં ક્યાંય પણ મુસ્લિમ ઉમેદવારોને અલગથી ઉંમર મર્યાદામાં છૂટ આપવાનો ઉલ્લેખ નથી.
  • તપાસના અગામી તબક્કામાં અમે UPSCમાં મુસ્લિમ ઉમેદવારને મળનારી વધુ તકના દાવાની તપાસ કરી. એના જવાબ પણ અમને નોટિફિકેશનમાં જ મળી ગયો.
  • નોટિફિકેશન મુજબ, સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે 6 Attempts હોય છે. જ્યારે OBC ઉમેદવારને 9 તક મળે છે. SC/ST ઉમેદવારો માટે Attemptsની કોઈ મર્યાદા નથી. નોટિફિકેશનમાં મુસ્લિમ ઉમેદવારો માટે અલગથી કોઈ છૂટ આપવામાં આવી નથી. જોકે આ પ્રકારનો દાવો વાઇરલ મેસેજમાં કરવામાં આવી રહ્યો છે.
  • આ બધા પરથી સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો મુસ્લિમ ઉમેદવારોને UPSC પરીક્ષામાં વધુ છૂટ આપવાનો દાવો તથ્ય વગરનો છે. મુસ્લિમ ઉમેદવારોને એટલી જ તક મળે છે, જેટલી કોઈ અન્ય સમુદાયના ઉમેદવારોને મળે છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો