તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • This Viral List Of Drugs Claims To Be A Panacea To Avoid Covid 19, Experts Say Taking This List As True Can Be Fatal.

ફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો દાવો, એક્સપર્ટે કહ્યું- આ લિસ્ટને સાચું માનીને દવાઓ લેવી તે જીવલેણ સાબિત થઈ શકે છે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

શું થઈ રહ્યું છે વાઈરલઃ સોશિયલ મીડિયા પર દવાઓનું એક લિસ્ટ વાઈરલ થઈ રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દવાઓ કોવિડ-19થી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવનારા લોકો માટે રામબાણ છે.

અમારી ફેક્ટ ચેક ટીમના વોટ્સઅપ નંબર પર પણ ઘણા રીડર્સે આ લિસ્ટ ચકાસણી માટે મોકલ્યું છે.

સત્ય શું છે ?

  • દેશની ટોપ રિસર્ચ સંસ્થા ICMRની ઓફિશિયલ વેબસાઈટ પર અમને આવું કોઈ લિસ્ટ મળ્યું નથી. અમે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પણ ચેક કરી. ત્યાં પણ કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવનારા દર્દીઓ માટેની દવાઓનું અલગથી કોઈ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી.
  • જ્યારે એ સ્પષ્ટ થયું કે વાઈરલ થઈ રહેલું લિસ્ટ કોઈ જવાબદાર સંસ્થાએ જાહેર કર્યું નથી. તો અમે તપાસના અાગામી તબક્કામાં એ શોધવાનું શરૂ કર્યું કે લિસ્ટમાં સામેલ દવાઓ કેટલી યોગ્ય છે. તેના માટે અમે ડાયાબેટોલોજિસ્ટ ડો.રાજેશ અગ્રવાલનો સંપર્ક કર્યો.
  • ડો.રાજેશ અગ્રવાલે લિસ્ટમાં આપવામાં આવેલી દરેક દવાના ઉપયોગ વિશે જણાવ્યું. આ સિવાય એ પણ જણાવ્યું કે તેને કોવિડ-19ની સારવાર સાથે કેટલો સંબંધ છે.
  • વાઈરલ લિસ્ટમાં સૌથી પહેલા હાઈડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટને બધા માટે લેવી અનિવાર્ય કરવામાં આવી છે. આ ટેબલેટ લીધા પછી જ ઉલ્ટી થવી, એસિડિટી અને ચક્કર આવવા જેવી સાઈડ ઈફેક્ટ પ્રકાશમાં આવી છે. આ કારણે તેને ડોક્ટરની સલાહ પછી જ લેવી જોઈએ.
  • લિસ્ટમાં બીજા નંબરે વિટામિન સી, વિટામિન ડી અને ઝીન્ક ટેબલેટ. આ ત્રણે ઈમ્યુનિટી વધારવા અથવા તો પછી વિટામિનની અછતના સમયે આપવામાં આવનારી સામાન્ય ટેબલેટ છે. તેને લેવાથી કોઈ ખાસ ફાયદો નથી. તો સામે કોઈ ખાસ નુકસાન પણ નથી.
  • તાવ, ગળામાં દુ:ખાવો અને ખાસી માટે આપવામાં આવેલી દવાઓ યોગ્ય છે. આ દવાઓની કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ પણ નથી.
  • શ્વાસ લેવાની તકલીફ થવા પર લિસ્ટમાં DEXONA ટેબલેટ લેવાની સલાહ આપવામાં આવી છે. આ શ્વાસની તકલીફ થાય તેવા સંજોગોમાં રામબાણ દવા છે. જોકે તેને એન્ટીબાયોટિક કવર વગર લેવી તે હાનિકારક સાબિત થઈ શકે છે. જો કોઈ વ્યક્તિના લીવરમાં ઈન્ફેક્શન છે અને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ રહી છે. જો તેને આ લિસ્ટને વાંચીને એન્ટીબાયોટિક કવર વગર DEXONA ટેબલેટ આપવામાં આવે છે તો શ્વાસ લેવામાં તો રાહત મળી જશે પરંતુ ઈન્ફેક્શન વધતું જશે. પરિણામ એ આવશે કે દર્દીની સ્થિતિ 2-3 દિવસ પછી વધુ ક્રિટિકલ થઈ જશે. આ દવાને એન્ટીબાયોટિક કવર વગર લેવી તે જીવલેણ સાબિત થઈ શકે છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો