તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Fact Check: BJP MP Kiran Khair Said Rape Is A Part Of Our Culture, We Cannot Stop It?

ફેક ન્યૂઝ એક્સપોઝ:ભાજપ સાંસદ કિરણ ખેરે દુષ્કર્મને સંસ્કૃતિનો ભાગ ગણાવ્યો? 2 વર્ષ જૂના નિવેદનને મારીમચેડીને અફવા ફેલાવી

10 દિવસ પહેલા

શું વાઇરલ થઈ રહ્યું છેઃ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશના ઘણા ભાગોથી દુષ્કર્મની ઘ્રૂજાવી દે એવી ઘટનાઓ વચ્ચે ભાજપના નેતા કિરણ ખેરનું એક નિવેદન હોવાનું કહીને એક સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કિરણ ખેરે કહ્યું કે બળાત્કાર આપણી સંસ્કૃતિનો ભાગ છે, આપણે એને ન રોકી શકીએ.

અને સાચું શું છે?

  • ઈન્ટરનેટ પર અમને કિરણ ખેરનું આવું કોઈ નિવેદન મળ્યું નથી, જેમાં તેમણે દેશમાં બની રહેલી બળાત્કારની ઘટનાઓ અંગે નિવેદન આપ્યું હોય.
  • અલગ અલગ કી-વર્ડ સર્ચ કરીને અમને કિરણ ખેરનું 2 વર્ષ જૂનું એક નિવેદન મળ્યું, જેમાં તેઓ હરિયાણામાં બની રહેલી દુષ્કર્મની ઘટનાઓ અંગે પ્રતિક્રિયા આપી રહ્યાં છે. નિવેદન સાંભળ્યા પછી ખબર પડી કે કિરણ ખેરના આ નિવેદનના એક ભાગનો ખોટો અર્થ કાઢીને અફવા ફેલાવાઈ રહી છે.
  • ANIની યુટ્યૂબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલા આ વિડિયોમાં કિરણ ખેર બળાત્કારની ઘટનાઓ અંગે કહેતાં જોવા મળી રહ્યાં છે. આ સ્થિતિ આજની નહીં, ઘણાં વર્ષોથી છે. જો તમને એવું લાગતું હોય કે આ આજે બન્યું છે, તો આવું નથી. તમે ઘરની સ્ત્રીઓને સમાન દરજ્જો આપો. તેમની સાથે ખભાથી ખભો મળાવીને નહીં, પણ દિલથી દિલ મળાવીને આગળ વધો. મને લાગે છે કે આવું કરવાથી જ લોકોની માનસિકતા બદલાશે. આ માત્ર હરિયાણામાં નથી બની રહ્યું. દુઃખદ છે કે આ બધી જગ્યાએ બની રહ્યું છે. જેનો અર્થ એ નથી કે જે હરિયાણામાં બની રહ્યું છે એ બરાબર છે. આ એકદમ ખોટું છે. જો ફાંસીની સજા છે, તો મને લાગે છે કે આ એકદમ યોગ્ય સજા છે, આવું જ થવું જોઈએ.
  • કિરણના નિવેદનમાં એકપણ વાતમાં તેમણે દુષ્કર્મની ઘટનાઓને સંસ્કૃતિનો ભાગ નથી ગણાવ્યો, પણ દુષ્કર્મ કરનારા ગુનેગારોને ફાંસી આપવાની વાત કરી છે. સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો દાવો ફેક છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો