તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Now The Passport Can Also Be Linked With The Vaccination Certificate, You Can Also Update The Personal Details; Learn The Process

કોવિન પોર્ટલ પર નવી સુવિધા:હવે વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે પાસપોર્ટને પણ લીન્ક કરી શકાશે, પર્સનલ ડિટેલ પણ અપડેટ કરી શકશો; જાણો પ્રોસેસ

નવી દિલ્હી3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોવિનના ઓફિશિયલ પોર્ટલ www.cowin.gov.in પર જઈને આ અંગેનો સુધારો કરી શકાય છે

કેન્દ્ર સરકારના કોવિડ વેબ પોર્ટલ પર કોવેક્સિનેશન સર્ટિફિકેટને પાસપોર્ટ સાથે લીન્ક કરવાની સુવિધા પણ ઉપલબ્ધ થઈ છે. તેના દ્વારા યુઝર પોતાની વ્યક્તિગત માહિતી પણ સુધારો કરી શકશે. આરોગ્યુ સેતુ એપના અધિકારિક ટ્વિટર હેન્ડલમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે.

શું છે પ્રોસેસ?

 • સૌથી પહેલા કોવિનના અધિકારિક પોર્ટલ www.cowin.gov.in જાવ.
 • પોતાનો મોબાઈલ નંબર નાંખીને લોગ-ઈન કરો.​​​​​​​
 • રેઝ ઈન ઈશ્યુના વિકલ્પ પર ક્લિક કરો.
 • તે પછી પાસપોર્ટ વિકલ્પ પર ક્લિક કરો.
 • જે વ્યક્તિનું સર્ટિફેકટ તમારે લીન્ક કરવાનું છે, તેને ડ્રોપ ડાઉન મેન્યુમાં પસંદ કરો.
 • પોતાનો પાસપોર્ટ નંબર નોંધાવો અને ડિટેલ ભરીને સબમિટ કરો.
 • તમને થોડી જ સેકન્ડમાં નવું સર્ટિફિકેટ મળી જશે.

સર્ટિફેકેટની માહિતી અપડેટ કરવી હોય તો શું કરશો?
જો તમારા વેક્સિનેશન સર્ટિફિકેટ અને પાસપોર્ટની ડિટલ મેચ થતી નહિ હોય તો તમે વેક્સિનેશન સર્ટિફિકેટમાં પણ સુધારો કરી શકો છો. તેના માટે આ સ્ટેપ્સ ફોલો કરો

 • www.cowin.gov.in પર જાવ.
 • તમારો મોબાઈલ ફોન નંબર નાંખીને લોગ-ઈન કરો.
 • રેઝ ઈન ઈશ્યુ વિકલ્પ પર ક્લિક કરો.​​​​​​​
 • સર્ટિફિકેટમાં સુધારાના વિકલ્પ પર ક્લિક કરો.
 • જે વિગત તમે બદલવા માંગો છો, તેને ડ્રોપ-ડાઉન મેનુમાંથી પસંદ કરો.
 • જે માહિતી અપડેટ કરવા ઈચ્છો, તે વિકલ્પ પસંદ કરો.​​​​​​​
 • વિવરણમાં સુધારો કરી ફરી સબમિટ કરી દો.

શું વ્યક્તિગત માહિતી ઘણી વખત અપડેટ કરી શકો છો?
ના, આમ નહિ કરી શકો. કોવિન પોર્ટલ પર તમને પોતાન નામ કે અન્ય વિવરણોમાં સુધારો કરવાની સુવિધા માત્ર એક જ વખત મળી શકશે.

તેના માટે કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે?
સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખો કે તમારા પાસપોર્ટ અને કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટમાં નોંધાયેલા નામમાં તફાવત ન હોય, નહિતર પોર્ટલ લેશે નહિ. આ કારણે વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરતી વખતે એ જ નામ નોંધાવો, જે તમારા પાસપોર્ટમાં લખ્યું હોય.

અન્ય સમાચારો પણ છે...