તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Facebook Google Will Have To Abide By New IT Rules, Twitter Has Been Asked To Respond To Ravi Shankar Prasad And Tharoor's Account Locking.

સોશિયલ મીડિયા અંગે કડક વલણ:ફેસબુક-ગૂગલે નવા IT નિયમોનું પાલન કરવું પડશે, રવિશંકર પ્રસાદ અને થરુરના એકાઉન્ટ લોક કરવા અંગે ટ્વિટર પાસે જવાબ માગવામાં આવ્યો

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંસદીય સમિતિએ ફેસબુક અને ગૂગલને તેના પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ કરવાના આરોપમાં સમન્સ પાઠવ્યું હતું-ફાઈલ ફોટો - Divya Bhaskar
સંસદીય સમિતિએ ફેસબુક અને ગૂગલને તેના પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ કરવાના આરોપમાં સમન્સ પાઠવ્યું હતું-ફાઈલ ફોટો

ઈન્ફોર્મેશન ટેકનોલોજી અંગે સંસદની કાયમી સમિતિએ ફેસબુક અને ગૂગલના અધિકારીઓ સાથે મંગળવારે બેઠક કરી હતી. સમિતિએ આ કંપનીને કહ્યું કે તેમને નવા IT નિયમો અને દેશના કાયદા માનવા પડશે. કંપનીઓ ડેટા સિક્યુરિટી અને પ્રાઈવેસીના નિયમોનું કડક પાલન કરે. તાજેતરમાં લાગૂ થયેલા IT નિયમો અંગે સરકાર તથા સોશિયલ મીડિયા કંપનીઓના વિવાદ બાદ આ બેઠક બોલાવવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને સાંસદ શશિ થરુરનું એકાઉન્ટ લોક કરવા અંગે ટ્વિટરને 2 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ટ્વિટરને પૂછવામાં આવ્યું કે આ નિર્ણય કયાં આધાર પર લેવામાં આવ્યો. આ અંગે કમિટીએ સચિવાલયને પત્ર મોકલવા આદેશ કર્યો છે. આ પત્ર મંગળવારે જ મોકલવામાં આવી શકે છે. હવે જો ટ્વિટર પાસેથી યોગ્ય જવાબ નહીં મળે તો કંપનીના અધિકારીઓને આ અંગે સમન્સ પાઠવવામાં આવી શકે છે.
ગૂગલે કહ્યું-કોમ્યુનિટી ગાઈડલાઈન ન માનનારના વીડિયો હટાવવામાં આવે
ગૂગલના અધિકારીઓએ કમિટીને જણાવ્યું છે કે યુટ્યુબે કોમ્યુનિટી ગાઈડલાઈનનું પાલન ન કરવાના સંજોગોમાં જાન્યુઆરીથી માર્ચ,2021 દરમિયાન યૂ ટ્યુબે 95 લાખથી વધારે વીડિયો હટાવ્યા છે. આ પૈકી 95 ટકા વીડિયોની શરૂઆતી ઓળખ માનવીય દરમિયાનગીરી વગર મશીનોથી કરવામાં આવી હતી. આ વીડિયોમાંથી 27.80 ટકા સિંગલ વ્યૂ પણ મળ્યા ન હતા. જ્યારે 39 ટકાને માંડ એકથી દસ વ્યૂ મળ્યા હતા.

યુટ્યુબે જણાવ્યું હતું કે આ ત્રિમાસિક ગાળા દરમિયાન કમ્યુનિટી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવાના સંજોગોમાં 22 લાખથી વધારે ચેનલો બંધ કરી દીધી છે. આ દરમિયાન યુટ્યુબે એક કરોડથી વધારે કોમેન્ટ્સ હટાવી છે.

ફેસબુક 15 જુલાઈ સુધી કન્ટેન્ટ હટાવ્યાના રિપોર્ટ આપશે
આ અગાઉ ફેસબૂકના અધિકારીઓએ સમિતિએ કહ્યું કે નવા IT નિયમો હેઠળ અમે 15 મેથી 15 જૂન વચ્ચે કેટલા કન્ટેન્ટ હટાવ્યા છે તે અંગે ફાઈનલ રિપોર્ટ 15 જુલાઈના રોજ રજૂ કરશે. આ અગાઉ 2 જુલાઈના એક વચગાળાનો અહેવાલ સમિતિને સોપવામાં આવશે. ફેસબુક ઉપરાંત ગૂગલના અધિકારીઓને પણ આ કમિટી સમક્ષ રજૂ થવાનું છે.