તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Facebook Blocked The Post With #ResignModi First, Curry Later, The Company Said By Mistake, The Government Did Not Say

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેસબુકમાં #ResignModi વાઈરલ:FBએ પહેલા પોસ્ટ બ્લોક કરી પછી પાછી રિસ્ટોર કરી; કંપનીએ કહ્યું- સરકારે આવું કરવા નહતું કહ્યું, આ અમારી ભૂલ

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • ફેસબુકે કહ્યું- અમે થોડા સમય માટે આ હેશટેગને ભૂલથી બ્લોક કરી દીધી હતી

Facebookએ બુધવારે #ResignModi હેશટેગવાળી પોસ્ટને થોડીવાર માટે બ્લોક કરી દીધી હતી. આ પોસ્ટ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજીનામું આપવા માટે કહેવામાં આવી રહ્યું હતું. આ પોસ્ટ થોડા સમય માટે જાહેરમાં દેખાવાનું બંધ થઈ ગઈ હતું. જોકે બાદમાં આ બ્લોક દૂર કરવામાં આવ્યું અને ફેસબુકે કહ્યું કે ભૂલથી આવું થયું હતું.

ગુરુવારે ફેસબુક એ સમયે વિવાદમાં આવી ગયું, જ્યારે તેણે હેશટેગ, #ResignModiને થોડીવાર માટે બ્લોક કર્યું. જોકે થોડા કલાકો પછી ફેસબુકે એને ભૂલ તરીકે જણાવીને પોસ્ટને ફરી રિસ્ટોર કરી દીધી. ફેસબુકના એક પ્રવક્તાએ કહ્યું, અમે આ હેશટેગને ભૂલથી બ્લોક કરી દીધી હતી. અમને એવું કરવા ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું ન હતું. હવે એને ફરી રિસ્ટોર કરી દેવામાં આવી છે.'

ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ #ResignModi
હેશટેગ ફેસબુક પર ઘણા કલાકો સુધી બ્લોક કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે કોરોનાની બીજી લહેરને કારણે ભારતમાં હેલ્થ ઈમર્જન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે અને સરકારને પણ લોકોની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં 3 લાખ સુધી કોરોનાના કેસ મળી રહ્યા છે.

આ બાબતે ફેસબુકના પ્રવક્તા એન્ડી સ્ટોને કહ્યું, 'અમે થોડા સમય માટે આ હેશટેગને ભૂલથી બ્લોક કરી દીધું હતું. અમને ભારત સરકારે આવું કરવા માટે કહ્યું ન હતું અને હવે આ પોસ્ટને ફરી રિસ્ટોર કરી દેવામાં આવી છે.

બજફીડ ન્યૂઝે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે બુધવારે ફેસબુકે #ResignModi હેશટેગ અને ટેક્સ્ટવાળી આખી પોસ્ટને ભારતમાં બ્લોક કરી દીધી હતી. ત્યાર બાદ ફેસબુકે તેના પ્લેટફોર્મ પર લખ્યું હતું, 'પોસ્ટની કેટલીક સામગ્રી અમારી કમ્યુનિટી ધોરણોની વિરુદ્ધ છે.'

બજફીડના રિપોર્ટ મુજબ, આ પોસ્ટ લગભગ 3 કલાક સુધી દેખાતી બંધ થઈ ગઈ હતી. જોકે આ અંગેનો પહેલો રિપોર્ટ સામે આવતાંની સાથે જ ફેસબુકે ભારતીય યુઝર્સ માટે બ્લોક હટાવી લીધું હતું. જોકે US, UK અને કેનેડાના લોકોને આ પોસ્ટ સરળ સર્ચ દ્વારા જ દેખાઇ રહી હતી.

તમને જણાવી દઈએ કે ભારત અત્યારે વિશ્વમાં કોરોનાની એપીસેન્ટર બની ગયું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં રેકોર્ડ 3,645 લોકોનાં મોત થયાં. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3.79 લાખ નવા કેસ પણ સામે આવ્યા છે. મૃત્યુ અને નવા કેસનો આ આંકડો દેશમાં અત્યારસુધી જોવા મળ્યો ન હતો. આ પહેલાં ટ્વિટરને સરકારના આદેશ પછી લગભગ આવી 50 પોસ્ટને હટાવવી પડી હતી, જેમાં કોવિડ-19ને કારણે ભારતની વર્તમાન પરિસ્થિતિ માટે સરકારની ટીકા થઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો