• Gujarati News
  • National
  • Eyewitnesses Said People Were Flocking In Front Of Us In The Flood, Baba Amarnath Gave Us Another Life

વાદળ ફાટ્યું અને બધું નાશ પામ્યું...નજરે જાયું:પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું- અમારી સામે લોકો પૂરમાં તણાઈ રહ્યા હતા, બાબા અમરનાથે અમને નવું જીવન આપ્યું

મુઝફ્ફરપુર3 મહિનો પહેલા
  • જ્યારે વાદળ ફાટ્યું એ સમયે ગુફા પાસે 10થી 15 હજાર ભક્તો હાજર હતા

3 જુલાઈના રોજ અમરનાથ યાત્રા પર નીકળેલા બિહારના મુઝફ્ફરપુરના 39 લોકોના ગ્રુપમાંથી 9 ભાગ્યશાળી શ્રદ્ધાળુ છે, જેઓ બાબા બર્ફાનીની ગુફા નજીક આવેલા પૂરમાં બચી ગયા હતા. શુક્રવારે મોડી રાત્રે 11.24 વાગ્યે બાલતાલ રૂટ પરથી નીચે ઊતરેલા અમિત કુમારે ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બાબા અમરનાથે મને બીજું જીવન આપ્યું છે.

તેમણે કહ્યું, 'મેં મારી નજર સમક્ષ ભક્તોને પૂરમાં તણાઈ જતા જોયા છે. ભંડારામાં જમી રહેલા અનેક ભક્તો પૂરમાં તણાઈ ગયા હતા. મોટા-મોટા પથ્થરો ધસમસતા પ્રવાહમાં વહી રહ્યા હતા. ઘણા ટેન્ટ નાશ પામ્યા હતા. તેમની સંખ્યા કેટલી હશે એ કહેવું મુશ્કેલ છે.

પંચતરણી બાદ આ 39 લોકોના ગ્રુપથી આગળ નીકળીને શુક્રવારે સાંજે ચાર વાગે આ 9 લોકો ગુફા નજીક પહોંચી ગયા હતા. સ્નાન કર્યા પછી અમિત કુમાર, સુજિત પાંડે, રાજીવ પાંડે, દિલીપ કુમાર, પપ્પુ કુમાર સાથે સાંજે છ વાગ્યે બાબાની આરતીમાં હાજરી આપી હતી.

શુક્રવારે સાંજે સાડાપાંચ વાગ્યે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું હતું, જ્યારે વાદળ ફાટ્યું એ સમયે ગુફા પાસે 10થી 15 હજાર ભક્તો હાજર હતા.

અમરનાથ ગુફા પાસે બનેલા કેમ્પના લંગરને વધુ નુકસાન થયું છે. અહીં કામ કરતા લોકોને વધુ જાનહાનિ થઈ હતી. હજુ કેટલું નુકસાન થયું છે એ જાણી શકાયું નથી.
અમરનાથ ગુફા પાસે બનેલા કેમ્પના લંગરને વધુ નુકસાન થયું છે. અહીં કામ કરતા લોકોને વધુ જાનહાનિ થઈ હતી. હજુ કેટલું નુકસાન થયું છે એ જાણી શકાયું નથી.

મારી નજર સામે બધું નષ્ટ થઈ ગયું
અમિતે કહ્યું, 'હળવો વરસાદ પડી રહ્યો હતો. અમે બધાએ રેઈનકોટ પહેર્યા હતા. આરતી દરમિયાન યાત્રા અટકાવી દેવામાં આવી હતી. આ દરમિયાન વાદળ ફાટ્યું અને ગુફાની ડાબી બાજુએ ધસમસતું પૂર આવ્યું હતું. પૂરમાં બધું જ નષ્ટ થઈ ગયું. થોડીવાર પછી અમને બધાને નીચે ઊતરવાની સૂચના આપવામાં આવી. કોઈક રીતે અમે અમારા મિત્રો સાથે નીચે ઊતર્યા હતા.

કેમ્પમાં તેમના સાથીદારો સાથે અમિત કુમાર.
કેમ્પમાં તેમના સાથીદારો સાથે અમિત કુમાર.

અનીશે કહ્યું- સંયોગથી બચી ગયા
તેમના સાથી અનીશ કુમાર શાહીએ જણાવ્યું હતું કે આ એકમાત્ર સંયોગ હતો કે 5 જુલાઈએ પહલગામ નજીક વરસાદને કારણે સુરક્ષાકર્મીઓએ તે તમામ લોકોને આખો દિવસ રોકી દીધા હતા. શુક્રવારે આ તમામને દર્શન માટે ગુફામાં પહોંચવાનું હતું. એક દિવસના વિલંબને કારણે 39માંથી 30 સાથીને પંચતરણીમાં રોકાવું પડ્યું હતું. હવે તમામ લોકો પ્રશાસનના આદેશની રાહ જોઈ રહ્યા છે.મુઝફ્ફરપુર જિલ્લામાંથી 44 લોકો અમરનાથ યાત્રાએ ગયા છે.

ITBPએ કહ્યું કે પવિત્ર ગુફાની નજીકથી 15,000 લોકોને સુરક્ષિત રીતે પંચતરણી લઈ જવામાં આવ્યા છે.
ITBPએ કહ્યું કે પવિત્ર ગુફાની નજીકથી 15,000 લોકોને સુરક્ષિત રીતે પંચતરણી લઈ જવામાં આવ્યા છે.

ભોપાલના ભક્તોએ જણાવ્યું- દરેક ક્ષણે હવામાન બદલાઈ રહ્યું છે
ભોપાલના ભક્તો પણ અમરનાથમાં ફસાયા છે. તેમાં ગુલમહોર કોલોનીમાં રહેતા વિવેક કુમાર યાદવનો પણ સમાવેશ થાય છે. વિવેક દિલ્હીથી તેના મિત્રો સાથે અમરનાથ ગયો છે. શુક્રવારે સાંજે વાદળ ફાટવાની ઘટના બની ત્યારથી જ ત્યાં ફસાયેલા છે. અહીં દરેક ક્ષણે હવામાન બદલાઈ રહ્યું છે.

વિવેક કહે છે, બધા ટેન્ટ ફુલ થઈ ગયા છે. બધાને સાથે રહેવા માટે કહેવામાં આવ્યું છે. કોઈ બહાર જશે નહીં. તમારે ઊંઘવાનું નથી, તમારે જાગતું રહેવાનું છે. અહીં ઘણી જાનહાનિ થઈ છે.

શુક્રવારે સાંજે સાડાપાંચ વાગ્યે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું હતું, જેમાં ધસમસતું પૂર આવ્યું હતું.
શુક્રવારે સાંજે સાડાપાંચ વાગ્યે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું હતું, જેમાં ધસમસતું પૂર આવ્યું હતું.

રાજસ્થાનના 2 લોકોનાં મોત: અન્યોને બચાવતાં પોતે તણાઈ ગયા
અમરનાથમાં વાદળ ફાટવાથી શ્રી ગંગાનગરના બે લોકોનાં મોત થયા છે. મૃતકોમાં શ્રીગંગાનગરના ટ્રાફિક-પોલીસ સ્ટેશનના પૂર્વ ઈન્ચાર્જ સુશીલ ખત્રી અને તેમનાં સંબંધી મહિલા સુનીતા વાધવા સામેલ છે. શ્રીગંગાનગરથી ભક્તોનું ગ્રુપ 3જી જુલાઈએ રવાના થયું હતું. આ ગ્રુપમાં સત્તર લોકો સામેલ હતા.

અન્ય સમાચારો પણ છે...