ઘટના નજરે જોનાર શું કહે છે?:કૃષ્ણાસામીએ ગભરાતા સ્વરમાં કહ્યું, અગનગોળો બની ગયેલા હેલિકોપ્ટરમાંથી ત્રણે છલાંગ લગાવી, એ લોકોના શરીર સળગી રહ્યા હતા

2 મહિનો પહેલા
  • વાયુસેનાનું હેલિકોપ્ટર ભીષણ આગની ઝપેટમાં આવી ગયુ હતું

તામિલનાડુના કુન્નુર નજીક ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત સહિત 14 લોકો સવાર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ધુમ્મસના કારણે લો-વિજિબિલિટીને કારણે દુર્ઘટના સર્જાઈ હતી. ઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન એરફોર્સે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ દુર્ઘટનામાં બિપિન રાવત સહિત 13 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે તેમની સ્થિતિ પણ ઘણી ગંભીર જણાવવામાં આવી છે.

હેલિકોપ્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી
વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતા ઘટનાસ્થળે સેના અને સ્થાનિક પોલીસના અધિકારીઓએ પહોંચી ગયા હતા. આ દરમિયાન આ દુર્ઘટનાને નજરે જોનાર એક સ્થાનિકે આ ઘટના બાબતે માહિતી જણાવી હતી. દુર્ઘટનાને નજરે જોનાર સ્થાનિકનું નામ કૃષ્ણાસામી છે. તેના જણાવ્યા મુજબ તેણે પહેલા એક મોટો અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ તેણે ઘરમાથી બહાર આવીને જોયું તો એક હેલિકોપ્ટર એક ઝાડથી બીજા ઝાડ સાથે અથડાતાં ભીષણ આગની ઝપેટમાં આવી ગયું હતું.

હેલિકોપ્ટરમાંથી 2-3 લોકોએ છલાંગ લગાવી હતી
કૃષ્ણાસામીના જણાવ્યા મુજબ, જ્યારે હેલિકોપ્ટરમાં ભીષણ આગ લાગી હતી. આ દરમિયાન કૃષ્ણાસામીએ 2-3 લોકોને હેલિકોપ્ટરમાંથી છલાંગ લગાવતા જોયા હતા. છલાંગ લગાવનારા લોકોના શરીર આગથી સળગી રહ્યા હતા. તરત જ કૃષ્ણાસામી સહિત આસપાસના સ્થાનિકોને એકઠા થઈ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. જેટલા પણ મૃતદેહો મળ્યા હતા તે 80 ટકા જેટલા સળગી ચૂક્યા હતા.

વેલિંગટન જઈ રહ્યા હતા CDS બિપિન રાવત
જો કે CDS જનરલ બિપિન રાવતની સ્થિતિ બાબતે હજી કોઈ જાણકારી સામે આવી નથી. ભારતીય વાયુસેનાના અધિકારી એક નિદેવનમાં જણાવ્યુ હતું કે આ દુર્ઘટના બાબતે કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે CDS જનરલ રાવત વેલિંગટનમાં ડિફેન્સ સ્ટાફ કોલેજ જઈ રહ્યા હતા. પહાડી નીલગીરી જીલ્લામાં કુન્નુર પાસે કટ્ટેરી-નંચપ્પનચત્રમ વિસ્તારમાં દૂર્ઘટનાગ્રસ્ત થયેલા હેલિકોપ્ટરના કાટમાળમાંથી 11 મૃતદેહ કાઢવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...