આઝમ જેલમાંથી બહાર આવતાં ભાવુક થયા:સમર્થકોને ગળે મળતી વખતે આંખો ભરાઈ આવી; શિવપાલે રીસીવ કર્યા અખિલેશનું ટ્વીટ- સ્વાગત છે

રામપુર/સીતાપુરએક મહિનો પહેલા
  • આઝમ ખાન સપા પ્રમુખ અખિલેશ યાદવથી ખૂબ નારાજ હોવાનું કહેવાય છે.

ઉત્તરપ્રદેશનાં રામપુરના સપા ધારાસભ્ય આઝમ ખાનને લગભગ 27 મહિના બાદ સીતાપુર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આઝમ ખાને જેલમાંથી બહાર નીકળતા મીડિયા સાથે વાતચીત કરી ન હતી. તેઓ કારની આગળની સીટ પર બેસીને નીકળી ગયા હતા. આઝમ ખાનના બે પુત્રો તે દરમિયાન તેમની સાથે હાજર રહ્યા હતા.

શિવપાલ આઝમને રિસિવ કર્યા
પ્રસપાના વડા શિવપાલ યાદવ આઝમ ખાનને લેવા સીતાપુર જેલની બહાર પહોંચ્યા હતા. જેલમાંથી બહાર આવતા આઝમ ખાને થોડો સમય શિવપાલ યાદવ સાથે વાત કરી હતી. ત્યારબાદ શિવપાલ પોતાની કારમાં લખનઉ જવા રવાના થયા હતા. મીડિયા સાથે વાતચીત કરતી વખતે શિવપાલ યાદવે કહ્યું કે- આઝમ ખાન અમારા સાથી છે. તેમની સાથે આગળ પણ મુલાકાત થશે.

શિવપાલ સિંહ યાદવ પણ આઝમ ખાનને લેવા સીતાપુર જેલની બહાર પહોંચ્યા હતા. તેમણે કહ્યું- આઝમ અમારા સાથી છે.
શિવપાલ સિંહ યાદવ પણ આઝમ ખાનને લેવા સીતાપુર જેલની બહાર પહોંચ્યા હતા. તેમણે કહ્યું- આઝમ અમારા સાથી છે.

અખિલેશ બાબતે આઝમની પત્નીએ મૌન સેવી લીધું
આઝમની પત્ની તન્ઝીન ફાતિમાએ અખિલેશ વિશે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું કે "હું (અખિલેશ યાદવ) વિશે કંઈ કહેવા માંગતી નથી. કોર્ટે અમને રાહત આપી છે, હું તે તમામ લોકોનો આભાર માનું છું જેમણે મુશ્કેલ સમયમાં અમને સાથ આપ્યો છે."

આઝમ પૂર્વ ધારાસભ્યના ઘરે પહોંચ્યા હતા
​​​​​​​સીતાપુર જેલમાંથી બહાર આવ્યા બાદ આઝમ ખાન પૂર્વ ધારાસભ્ય અનૂપ ગુપ્તાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં આઝમ ખાન સમર્થકોને મળ્યા હતા અને નાસ્તો કર્યો હતો. સમર્થકોને ગળે લગાવતા આઝમ ખાન પણ ભાવુક દેખાયા હતા. અહીંથી આઝમ ખાન રામપુર જવા માટે રવાના થઈ ગયા હતા.

આઝમ ખાને અનૂપ ગુપ્તાના ઘરે પહોંચ્યા બાદ તેમની તબિયત વિશે જાણ્યું. આઝમ અહીં તેમના સમર્થકોને પણ મળ્યા હતા.
આઝમ ખાને અનૂપ ગુપ્તાના ઘરે પહોંચ્યા બાદ તેમની તબિયત વિશે જાણ્યું. આઝમ અહીં તેમના સમર્થકોને પણ મળ્યા હતા.

આઝમની મુક્તિની બે પરમીટ રાત્રે સીતાપુર જેલમાં પહોંચી હતી
​​​​​​​આઝમ ખાનના વકીલ ઝુબેર અહેમદે જણાવ્યું કે દુશ્મન સંપત્તિ અને ત્રણ શાળાઓની નકલી માન્યતાના મામલામાં તેમની મુક્તિનાં બે અંતિમ પરમીટ ગુરૂવારે રાત્રે સીતાપુર જેલમાં પહોંચી હતી. આઝમ ખાનને ટ્રાયલ કોર્ટમાંથી અત્યાર સુધીમાં 88 કેસમાં જામીન મળ્યા છે, પરંતુ 89માં કેસમાં જામીન માટે ટ્રાયલ શરૂ થવાની હતી. આ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને કલમ-142નો ઉપયોગ કરીને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું છે કે, "હવે તે બહાર આવી શકે છે. જો કે તેમને ફરીથી નિયમિત જામીન માટે અરજી કરવી પડશે." કોર્ટે આ માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે.

યુપી સરકારે આઝમને રીઢો ગુનેગાર જણાવ્યા​​​​​​​
17 મેના રોજ સુપ્રીમ કોર્ટે રામપુર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન સંબંધિત એક કેસમાં આઝમ ખાનની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરતા ચુકાદો અનામત રાખ્યો હતો. મંગળવારે ઉત્તર પ્રદેશ સરકારે આઝમ ખાનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને તેને જમીન માફિયા અને રીઢો ગુનેગાર જણાવ્યા હતા.

આઝમ ખાને જેલમાંથી બહાર આવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી ન હતી. તેણે બંને હાથ મિલાવીને લોકોને અભિવાદન કર્યું.
આઝમ ખાને જેલમાંથી બહાર આવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી ન હતી. તેણે બંને હાથ મિલાવીને લોકોને અભિવાદન કર્યું.

અખિલેશે ટ્વીટ કરીને આઝમનું સ્વાગત કર્યું
અખિલેશ યાદવે ટ્વીટ કર્યું કે એસપીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય માનનીય શ્રી આઝમ ખાન જીને જામીન પર મુક્ત કરવામાં આવતા તેઓનું હાર્દિક સ્વાગત છે. જામીનના આ નિર્ણયથી સુપ્રીમ કોર્ટે ન્યાયના નવા માપદંડો આપ્યા છે. તેઓ અન્ય તમામ ખોટા કેસોમાં નિર્દોષ છૂટશે. અસત્યની ક્ષણો હોય છે, સદીઓ નહીં!

કપિલ સિબ્બલે કહ્યું- યોગી સરકાર આઝમને રાજકીય નફરતનો શિકાર બનાવી રહી છે
કોંગ્રેસના નેતા અને વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં આઝમની મુક્તિ માટે લોબિંગ કર્યું હતું. સિબ્બલે એવો આક્ષેપ કર્યો હતો યુપી સરકાર પોતાના અસીલને રાજકીય નફરતનો શિકાર બનાવી રહી છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે આઝમ ખાન બે વર્ષથી જેલમાં છે હવે તેમને જામીન આપવા જોઈએ.

જો આઝમ સપાથી અલગ થશે તો શું મુસ્લિમ મતદારો પણ દુર થશે?
માનવામાં આવી રહ્યું છે કે રાજ્યના રાજકારણમાં નવા વળાંક આવી શકે છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે આઝમનો બળવો થતાં અખિલેશ યાદવની મુશ્કેલીઓ વધી શકે છે. જો તે સપાથી અલગ થશે તો મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારો સપાથી દુર થઈ શકે છે.

આઝમની રાજકીય શક્તિથી સૌ વાકેફ છે. આ જ કારણ છે કે કોંગ્રેસથી માંડીને બસપા સુધી આઝમ ખાન પર મીટ માંડી રહ્યા છે. શિવપાલ યાદવે પણ આઝમ ખાનને જેલમાં મળીને તેઓને પોતાના ભાઈ જણાવતા સંકેત આપ્યા છે કે બંને નેતાઓ સાથે મળીને નવો મોરચો બનાવી શકે છે.

શું આઝમ ખાનને અખિલેશથી દુઃખ થયું છે?
આઝમ ખાન સપા પ્રમુખ અખિલેશ યાદવથી ખૂબ નારાજ હોવાનું કહેવાય છે. આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ તાજેતરમાં ઘણી વખત મેં હાવભાવમાં નારાજગી વ્યક્ત કરી છે અને તેમના ઘણા નજીકના મિત્રોએ સપામાંથી રાજીનામું આપી દીધું છે. આઝમના નજીકના લોકોના આરોપ છે કે અખિલેશ યાદવે પાર્ટી માટે લોહી અને પરસેવો વહાવનાર મુસ્લિમ નેતાની મુક્તિ માટે કોઈ પ્રયાસ કર્યા નથી.

અન્ય સમાચારો પણ છે...