તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Eyes Of Three Children Infected With Mucormycosis Removed In Mumbai Hospitals, Mumbai Black Fungus Case Update

બ્લેક ફંગસની સૌથી ઘાતક અસર:મુંબઈમાં 3 બાળકોની આંખો કાઢવી પડી, ડોક્ટર્સે કહ્યું- આંખ ન કાઢી હોત તો જીવ ના બચત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ ત્રણેય બાળકો મુંબઈની અલગ અલગ 
બે હોસ્પિટલમાં સારવાર કરાઈ, ત્રણેયની ઉંમર અનુક્રમે 4,6 અને 14 વર્ષ. - Divya Bhaskar
આ ત્રણેય બાળકો મુંબઈની અલગ અલગ બે હોસ્પિટલમાં સારવાર કરાઈ, ત્રણેયની ઉંમર અનુક્રમે 4,6 અને 14 વર્ષ.

મુંબઈમાં ખૂબ ડરાવી દે એવી ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈમાં કોરોનાથી સાજા થયા પછી બ્લેક ફંગસથી પીડિત 3 બાળકોની આંખો કાઢવી પડી છે. આ ત્રણેય બાળકો મુંબઈની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્રણેયની ઉંમર 4,6 અને 14 વર્ષ હતી. સૌથી નવાઈની વાત એ છે કે 4 અને 6 વર્ષના બાળકમાં ડાયાબિટીસનાં કોઈ લક્ષણ નથી.

બ્લેક ફંગસ વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે ડાયાબિટીસના દર્દીઓમાં તેનું જોખમ વધારે હોય છે. આ સિવાય 16 વર્ષની એક છોકરી પણ છે જે કોરોનાથી રિકવર થયા પછી બ્લેક ફંગસની શિકાર થઈ હતી. આ ફંગસ તેના પેટમાંથી કાઢવામાં આવ્યું છે.

14 વર્ષની બાળકી ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ
મુંબઈની એક પ્રાઈવેટ હોસ્પિટલના ડૉ. જેસલ સેઠના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે તેમની પાસે બ્લેક ફંગસના 2 કેસ આવ્યા છે. બંને સગીર બાળકોના છે. 14 વર્ષની બાળકી જેને ડાયાબિટીઝ હતો તેની હાલત થોડી ગંભીર હતી. હોસ્પિટલમાં દાખલ થયાના 48 કલાકની અંદર જ છોકરીમાં બ્લેક ફંગસનાં લક્ષણ દેખાવા લાગ્યાં હતાં.

6 સપ્તાહની સારવાર પછી આંખ કાઢવી પડી
ફોર્ટિસ હોસ્પિટલમાં સિનિયર પીડિયાટ્રિશિયન ડૉ. જેસલ સેઠના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે તેમની પાસે બ્લેક ફંગસના 2 કેસ આવ્યા છે. બંને સગીર બાળકોના છે. 14 વર્ષની બાળકી જેને ડાયાબિટીઝ હતો તેની હાલત થોડી ગંભીર હતી. હોસ્પિટલમાં દાખલ થયાના 48 કલાકની અંદર જ છોકરીની આંખો કાળી પડવા લાગી હતી. ફંગસ નાક સુધી પહોંચી ગયું હતું. અમે છ સપ્તાહ સુધી તેની સારવાર કરી, પરંતુ અંતે અમારે તેની આંખ કાઢવી જ પડી.
ડૉ. જેસલ સેઠના જણાવ્યા પ્રમાણે, અન્ય એક કેસમાં બાળકીને પહેલાં ડાયાબિટીસનાં કોઈ લક્ષણ નહોતાં. પરંતુ કોરોનાથી રિકવર થયા પછી તેને અમુક તકલીફો થવા લાગી હતી. બ્લેક ફંગસ તેના પેટ સુધી પહોંચી ગયું હતું. જોકે ત્યાર પછી એમાં રિકવર કરવામાં આવ્યું છે. જ્યારે 4 અને 6 વર્ષના બાળકની સારવાર અન્ય એક પ્રાઈવેટ હોસ્પિટલમાં કરવામાં આવી છે. હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે જો બાળકોની આંખ કાઢવામાં ના આવતી તો તેમનો જીવ બચાવવો મુશ્કેલ હતો.

અન્ય સમાચારો પણ છે...