• Gujarati News
  • National
  • Increasing The Time Between Two Doses Increases The Risk Of Infection, Warns US Experts; The Kovishield Gap In The Country Has Doubled

વેક્સિનેશન ગેપ પર સવાલ:બે ડોઝની વચ્ચેનો સમય વધારવાથી સંક્રમણનું વધુ જોખમ, અમેરિકાના એક્સપર્ટની ચેતવણી; દેશમાં કોવિશીલ્ડનો ગેપ બે વખત વધારાયો છે

4 મહિનો પહેલા
  • કોરોનાની આગામી લહેરથી બચવા માટે લોકોને ઝડપથી વેક્સિનેટ કરવાની જરૂરિયાતઃ ફૌસી

કોરોના વેક્સિનના ડોઝની વચ્ચેના ગેપને લઈને અમેરિકાના મહામારી એક્સપર્ટ ડો.એન્થની ફૌસીએ ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે ડોઝની વચ્ચેનો સમય વધારવાથી લોકોમાં ઈન્ફેક્શનનું જોખમ વધી શકે છે. બ્રિટનમાં આ જોવા પણ મળ્યું છે. ડો.ફૌસીએ NDTV સાથેની વાતચીતમાં આ વાત કરી છે.

ભારતના સંદર્ભમાં ફૌસીનું આ નિવેદન એટલા માટે મહત્ત્વનું છે, કારણ કે સરકારે ગત મહિને જ કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનો ગેપ વધારીને 12-16 સપ્તાહ કર્યો છે. આ પહેલાં માર્ચમાં પણ આ ગેપ વધારીને 28 દિવસથી વધારીને 6-8 સપ્તાહ કરવામાં આવ્યો હતો. સરકારનું કહેવું છે કે બે ડોઝનો ગેપ વધારવાથી વેક્સિનની અસર વધી જશે.

જોકે ફૌસીનું કહેવું છે કે આપણે વેક્સિનેશનમાં ગેપ વધારવાની જગ્યાએ શિડ્યૂલના હિસાબથી જ ચાલવું જોઈએ. આ સિવાય તેમણે કહ્યું હતું કે વેક્સિનનો સપ્લાઈ ઓછો છે તો પછી ગેપ વધારવો જરૂરી બની જાય છે.

ફૌસીએ કોરોનાના વધુ સંક્રામક વેરિયન્ટ ડેલ્ટા પર ભાર મૂકતાં કહ્યું હતું કે વાયરસને હરાવવા માટે લોકોને ઝડપથી વેક્સિનેટ કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે વેરિયન્ટ સૌથી પહેલા ભારતમાં મળ્યો હતો અને કહેવાઈ રહ્યું છે કે દેશમાં બીજી લહેરનું મુખ્ય કારણ આ વેરિયન્ટ હતો. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ એ 40-50 ટકા વધુ સંક્રામક છે.

ડેલ્ટા વેરિયન્ટવાળા દેશમાં આગળ જતાં પણ સંક્રમણ ફેલાવવાનો ખતરો
ફૌસીના જણાવ્યા મુજબ, ભારતનાં ઘણાં રાજ્યોમાં ડેલ્ટા વેરિયન્ટ હાવી થઈ ગયો છે. એ એકથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે અને અસરકારક રીતે ફેલાય છે. જે દેશોમાં આ વેરિયન્ટ મળ્યો છે ત્યાં સંક્રમણ વધવાનો ખતરો છે. ખાસ કરીને કોઈ દેશની પાસે વેક્સિનની અછત છે તો તેણે વધુ ચિંતા કરવી જોઈએ.

નોન-વેક્સિનેટ લોકો પર ડેલ્ટા વધુ હાવી થઈ રહ્યો છે
અમેરિકાના એક્સપર્ટના જણાવ્યા મુજબ, ડેલ્ટા વેરિયન્ટ જ્યારે કોઈ નોન-વેક્સિનેટ વ્યક્તિને સંક્રમિત કરે છે તો એ ખૂબ જ ઝડપથી હાવી થઈ જાય છે. બ્રિટનમાં આવું જોવા મળી રહ્યું છે. આ વેરિયન્ટ હવે 90 ટકા હાવી થવાની નજીક છે. ફૌસીનું કહેવું છે કે કોરોનાની અગામી લહેરથી બચવા માટે લોકોને ઝડપથી વેક્સિનેટ કરવાની જરૂરિયાત છે.