તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Expressed Frustration At Having A Meeting With The PM; Jammu And Kashmir Gets State Status First, Then Elections

મોદી સાથેની મુલાકાત બાદ ગુપકારની પહેલી બેઠક:PMની સાથે મીટિંગને લઈને નિરાશા વ્યક્ત કરી; જમ્મુ-કાશ્મીરને પહેલાં રાજ્યનો દરજ્જો મળે, પછી ચૂંટણી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુપકાર નેતાઓનું કહેવું છે કે PMની બેઠકમાં રાજકીય કેદિઓનો છુટકારો સહિત વિશ્વાસ કાયમ કરવા અંગે કંઈ જ ન કહેવામા આવ્યું. - Divya Bhaskar
ગુપકાર નેતાઓનું કહેવું છે કે PMની બેઠકમાં રાજકીય કેદિઓનો છુટકારો સહિત વિશ્વાસ કાયમ કરવા અંગે કંઈ જ ન કહેવામા આવ્યું.

કાશ્મીરના રાજકીય પક્ષોએ ગઠબંધન પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન (PAGD)એ સોમવારે કહ્યું કે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યા બાદ જ વિધાનસભા ચૂંટણી કરાવવી જોઈએ. ગુપકાર નેતાઓએ વડાપ્રધાન મોદીની સાથે 24 જૂને બેઠકને લઈને નિરાશા વ્યક્ત કરી છે. ગઠબંધનનું કહેવું છે કે બેઠકમાં રાજકીય કેદિઓના છુટકારા સહિત વિશ્વાસ કાયમ કરવાને લઈને કોઈ પગલું ભરવામાં આવ્યું નથી.

ગુપકારની બેઠકમાં શું નિર્ણય થયો?
ગુપકારની બેઠકમાં કહેવામાં આવ્યું કે જ્યાં સુધી જમ્મુ કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો આપવાનો સવાલ છે, તો BJP પોતે જ સંસદમાં તેની જાહેરાત કરી ચુક્યું છે. એવામાં તેઓએ પોતાના વાયદાઓનું સન્માન કરવું જોઈએ. ગુપકારનો સંઘર્ષ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત નહીં ત્યાં સુધી ચાલતો જ રહેશે.

સીમાંકન આયોગની મુલાકાત પહેલાં મીટિંગ
ગુપકાર નેતાઓની આ મુલાકાત સીમાંકન આયોગના જમ્મુ કાશ્મીરની મુલાકાત પહેલાં રવિવારે થઈ. આ બેઠકમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના અધ્યક્ષા મહેબૂબા મુફ્તી, PDPના મુખ્ય પ્રવક્તા એમ વાઈ તારિગામી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા સહિત ગઠબંધનના તમામ નેતાઓએ ભાગ લીધો. વડાપ્રધાન મોદીની સાથે 24 જૂને થયેલી બેઠક પછી આ નેતાઓની પહેલી મુલાકાત છે.

PM નિવાસ સ્થાને થયેલી બેઠકમાં શું થયું હતું?
વડાપ્રધાન મોદીએ 24 જૂનનાં રોજ સાડા ત્રણ કલાક સુધી ચાલેલી જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે બેઠક કરી હતી. લગભગ 2 વર્ષ પછી PM મોદીએ આ નેતાઓ સાથે ડાયરેક્ટ મુલાકાત હતી. વડાપ્રધાન નિવાસ સ્થાને ચાલેલી આ બેઠકમાં મોદીએ સંદેશ આપ્યો કે જમ્મુ કાશ્મીરથી દિલ્હી અને દિલનું અંતર ઘટશે. તેઓએ સીમાંકન પછી ટૂંક સમયમાં જ વિધાનસભા ચૂંટણી કરાવવાની વાત પણ કરી હતી અને નેતાઓને એમ પણ કહ્યું હતું કે તેઓ આ પ્રક્રિયામાં સામેલ થાય.

ઓગસ્ટ 2019માં ખતમ થયો હતો આર્ટિકલ 370
ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનાર આર્ટિકલ 370ને ખતમ કરી દીધો હતો. આ સાથે જ રાજ્યને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ- જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખમાં વહેંચી દીધું હતું. આ નિર્ણય પહેલાં જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી, ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા સહિત અનેક મોટા નેતાઓને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે મહિનાઓ પછી તેમને છોડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...